આપણે બધા એ રમકડાંની દુકાનમાં મળતી રબરની ઢીંગલી જોઈ જ હશે, એ રબરની ઢીંગલીને આપણે ગમે તેમ વાળીએ તો પણ તેને કઈ નથી થતું અને તે પાછી પેલા જેવી જ થઇ જાય છે. હવે જરા વિચારો કે આવી ઢીગલી વાસ્તવિક જીવનમાં પણ હોય તો? મતલબ કે એક એવી છોકરી કે તેને જે દિશા માં વાળીએ એ બાજુ તે વળી જાય.તમારામાંથી ઘણા લોકોને આ વસ્તુ અશક્ય લાગી શકે છે, પરંતુ તે થઈ શકે છે.
વેસ્ટ લંડનમાં 13 વર્ષની બાળકીનું શરીર રબરની ઢીગલી જેવું જ છે. રોક્સી કોબિલીઉખ નામની આ છોકરી તેના શરીરને રબરની જેમ વળી શકે છે. છોકરીના શરીરમાં એટલું બધું લચીલા પાનું છે કે તેને જોવા વાળા પણ હેરાન થઇ જાય છે.
રોક્સી પોતાના શરીરને લવચીક રાખવા માટે અઠવાડિયામાં લગભગ 15 કલાક પોતાને ટ્રેઈન કરે છે. તેને ફ્રી બેસવું ગમતું નથી.
જ્યારે તે ફ્રી હોય, ત્યારે પણ તે તેના શરીરને વાળીને પ્રેક્ટિસ કરતી રહે છે.
આટલું જ નહીં, તે પગથી લેપટોપ ચલાવે છે, હોમવર્ક કરે છે અને બીજા બધા કામ પણ ખૂબ સરળતાથી કરે છે. રોક્સી તેની સુપર ફ્લેક્સીબલ બોડીને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઘણા હજાર લોકો તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.
જ્યારે રોક્સી તેના જમણા પગથી પુસ્તકમાં લખે છે, ત્યારે તેના અક્ષર પણ બગડતા નથી. જ્યારે તેને કંટાળો આવે છે અને લેપટોપ ચલાવે છે ત્યારે તેણી જમણા પગનો ઉપયોગ કરે છે. એક રીતે, તે પગની સહાયથી તેમના રોજિંદા કામ કરી શકે છે.
રોક્સીને સ્ટ્રેચિંગ અને અભ્યાસ એકસાથે કરવાનું પસંદ કરે છે. આનાથી તેમનો ઘણો સમય બચી જાય છે. રોક્સીનું સપનું છે કે તે વિશ્વની સૌથી લચીલી છોકરી બને. તે આ દિશામાં સખત મહેનત પણ કરી રહી છે.
રોક્સી ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિભા બતાવીને લોકોને આશ્ચર્યચકિત કરે છે. આ લવચીક યુવતીની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો આ જોયા પછી વિવિધ પ્રકારની કોમેન્ટ કરે છે. કેટલાક તો એમ પણ કહે છે કે આ છોકરીને હાડકું છે કે નહીં.
જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…