વરરાજાએ 4 કરોડનું દહેજ લેવાની ના કહી, માત્ર 1 રૂપિયો લઈને કહ્યું તમારી પુત્રી સૌથી મોટી સંપત્તિ છે મારા માટે..

News

બધાં જાણે છે કે કોરોનના કારણે હમણાં જે લગ્ન થયા એ બધા માત્ર થોડા લોકોની હાજરીમાં થયા છે અને બાકીના લોકોએ તેમના લગ્ન કેન્સલ કર્યા છે પણ આ વાત ગયા વર્ષની જે અમારા ધ્યાનમાં હમણાં આવી અને આવા કિસ્સાઓ બીજાને પણ સારી  પ્રેરણા આપે છે. સામાન્ય માણસોના લગ્ન સાદી રીતે થતા હોય છે અને રૂપિયાવાળા ના લગ્ન ચકાચોંધ થી થતા હોય છે, પરંતુ આજે અમે તમને આ લેખ દ્વારા એવા લગ્ન વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમને થશે કે આવા લોકો પણ દુનિયામાં છે. આજના સમયમાં જ્યાં દહેજને કારણે વહુને ઘરમાંથી કાઢી મુકવામાં આવે છે. એવા ઘણા કિસ્સાઓ જોવા અથવા સાંભળવા મળે છે કે જેમાં દહેજને કારણે યુવતીએ પોતાનો જીવ આપ્યો હોય. આવા જ સમાચાર સમાચારોમાં આવે છે. પણ આ કિસ્સો તેનાથી બિલકુલ વિપરીત છે.

આજે, અમે તમને જે  માહિતી આપવા જઇ રહ્યા છીએ, એ કિસ્સો આજે  આખા દેશ માટે એક ઉદાહરણ બની ગયું છે, અમે જે કિસ્સાની વાત કરી રહ્યા છીએ તે હરિયાણાનો છે, જ્યાં એક લગ્ન થયા હતા અને લોકો તેના વખાણ કરતાં થાકતા નથી, તમે આ લગ્ન વિશે સાંભળશો તો તમે પણ તમને આશ્ચર્ય થશે, હા, કારણ કે આ લગ્ન ફક્ત 1 રૂપિયામાં પૂર્ણ થયા હતા.

તમે બધા બરાબર સાંભળી રહ્યા છો, આ લગ્ન ફક્ત 1 રૂપિયામાં પૂરા થયા છે કારણ કે આ લગ્નમાં કોઈ ચકાચોંધની જરૂર નહોતી, ન તો આ લગ્નમાં કોઈ પણ પ્રકારનો ફાલતુ ખર્ચ કરવામાં આવ્યો હતો. માત્ર એક જાન સગાસંબંધીઓ સાથે આવી હતી અને કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ વગર આ લગ્ન થયા હતા. લગ્ન બાદ આ બંને યુગલોના લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, ત્યારબાદ આ દંપતીને ભારત અને વિદેશથી લગ્નની શુભેચ્છાઓ મળી હતી.

આ લગ્ન હરિયાણાના સિરસાના આદમપુર નામના વિસ્તારમાં થયા હતા, જેનાથી આખા સમાજને એક નવો સંદેશ મળ્યો છે, વરરાજા બાલેન્દ્રએ લગ્ન પહેલાં પોતાની શરત મૂકી દીધી હતી કે તે દહેજ લેશે નહીં અને પોતાના લગ્નમાં કોઈ પણ પ્રકારનો ફાલતુ ખર્ચ ચલાવી નહિ લે. જરૂર વગરની ધાર્મિક વિધિઓ કરશે નહીં અને જરૂર વગર એક પણ રૂપિયાનો ખર્ચ કરશે નહીં, આટલું જ નહીં, પરંતુ વરરાજાએ લગ્ન પહેલા જ તેના સસરાને કહી દીધું હતું કે કોઈ પણ પ્રકારની રકમ દહેજ માં આપશો નહિ અને જો આપશો તો તે સ્વીકારશે નહિ તમે દીકરી આપી છે અને મારા માટે એટલું જ પૂરતું છે.

જયારે કન્યાનો પરિવાર લગ્નમાં દહેજ માટે 4 કરોડ રૂપિયા આપવા માંગતા હતા પણ વરરાજાના કહેવાથી તેઓએ માની ગયા અને વરરાજા બાલેન્દ્ર તેના કેટલાક સંબંધીઓ સાથે જાન લઈને આવ્યો, ત્યારે તેણે ભેટ તરીકે માત્ર 1 રૂપિયો અને નાળિયેર સ્વીકાર્યું, આ લગ્નમાં ના તો કોઈ બેન્ડબાજા વગાડવામાં આવ્યા કે ન તો કોઈ જાન કાઢવામાં આવી, શાંતિથી જાન આવી અને શાંતિથી લગ્ન કરીને ચાલી પણ ગઈ. આ લગ્ન અંગે સ્થાનિક લોકોએ કહ્યું છે કે જો સમાજમાં દરેક કુટુંબ આવી પહેલ કરે તો પરિસ્થિતિ સુધરશે એટલું જ નહીં, પરંતુ દિકરીઓના શિક્ષણ ઉપર પણ વધુ ધ્યાન આપી શકાય છે.

વરરાજો ચૂલીખુર્દ ગામનો રહેવાસી છે અને તેના પિતાનું નામ છોટુ રામ ખોખર છે અને તેના માતાનું નામ સંતોષ છે, જયારે કન્યાના પિતાનું નામ ભજનલાલ છે અને તેઓ ખેરમપુર ના રહેવાસી છે, વરરાજો અને કન્યાએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલું છે અને તેઓ પોતાના લગ્નમાં કોઈ પણ પ્રકારનો ફાલતુ ખર્ચ કરવા નહોતા માંગતા.

Leave a Reply

Your email address will not be published.