૫૬ વર્ષ પહેલા આ મહિલા વૈજ્ઞાનિકે સૌથી પહેલા કોરોના વાઇરસ શોધ્યો હતો.

News

કોરોના વાઇરસે આખા વિશ્વમા હાહાકાર મચાવ્યો છે. વૈજ્ઞાનિકો એ હાલ મા ૬ નવા કોરોના વાઇરસ શોધી લીધા છે. પરંતુ દુનિયામા સૌથી પહેલા કોરોના વાઇરસ ની શોધ સ્કોટલેંડ ની ડો.જુન અલ્મીડા એ લંડનમા પોતાની લેબ મા ૧૯૬૪ મા કરી હતી. કોરોના વાઇરસના ના કોવીડ-૧૯ ના સંક્રમણની સામે દુનિયાના તાકતવર દેશો એ પણ હાર સ્વીકારી લીધી છે. દુનિયામા આ વાઇરસ ને કારણે ૨૬૯,૧૧૨ લોકો ના મૃત્યુ થયા છે અને ૩,૮૯૧,૮૪૫ લોકો આ વાઇરસની સામે ઝઝૂમી રહ્યા છે. આ સમયમા બધા જ લોકો કોરોના વાઇરસ થી પરિચિત જ છે.

આ મહામારી એ દ્વિત્ય વિશ્વ યુદ્ધ પછી આખી દુનિયા ને જુકવા પર મજબુર કરી દીધા છે. ખરેખર કોવીડ-૧૯ કોરોના વાઇરસ પરિવારનો સાતમો સભ્ય અને કોરોના વાઇરસ નો બીજો પ્રકાર છે જે પહેલી વાર ૧૯૬૪ મા શોધવામાં આવ્યો હતો. આ વાઇરસ ને સૌથી પહેલા દુનિયાની સામે લાવનાર સ્કોટલેંડ ની ડો.જુન અલ્મીંડા હતી. તેમણે લંડન મા આવેલી સેટ થોમસ હોસ્પિટલ મા પોતાની લેબ મા એક પ્રયોગ વખતે વાઇરસ ની શોધ કરી હતી. સ્કોટલેંડ મા ઈ.સ ૧૯૩૦ મા જન્મેલી જુન એ એક ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ ની વૈજ્ઞાનિક હતી .પરંતુ ૧૬ વર્ષ ની ઉમરે તેમણે ભણવાનું છોડી દીધું હતું.

તેણે નવી પ્રણાલી ની શોધ કરી હતી. તે વિજ્ઞાન ના વિષય મા પારંગત હોવાને કારણે ગ્લાસગો રોયલ ઇન્ફારમી ની હીસ્ટોપેથોલોજીની એક પ્રયોગશાળામા મદદનીશ બની ગયા. લંડન મા પોતાના કેરિયર ને આગળ વધારવા માટે ઓંટારિયા કેન્સર નામની સસ્થા સાથે જોડાઈને એક ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપની મદદથી નવા વાઇરસની શોધ કરવામા લાગી ગઈ.

પોતાની આવડત ને આધારે તેણે એવો ઉપાય શોધી કાઢ્યો કે એન્ટીબોડી ના ઉપયોગ થી વાઇરસ ને સારી રીતે જોય શકાય. લંડનમા આવેલી સેન્ટ થોમસ નામની હોસ્પિટલ મા હાલના બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસન કોરોનાથી ચેપગ્રસ્ત થયા પછી ઉપચાર માટે અહી લાવવામા આવ્યા હતા.

કોરોના વાઇરસની શોધ :- એ સમયે ડો.ડેવિડ બ્રિટનમા સામન્ય શરદી-ઉધરસ પર સંશોધન કરતા હતા. તેમને જાણવા મળ્યું કે સામાન્ય શરદીથી જોડાયેલ સામાન્ય વાઇરસ વિકાસ થવા સક્ષમ હતા,પરંતુ બધા વિકાસ માટે સક્ષમ ન હતા.વિશેષરૂપે આ સેમ્પલ ને બી-૮૧૪ કહેવામા આવ્યું અને તેને જોવામા આ લોકો સક્ષમ ન હતા તેથી તેઓ ઈલેક્ટ્રોન-માઈક્રોસ્કોપ ના જાણકાર ડો.જુન ની મદદ લેવાનુ વિચાર્યું.

ડો.ડેવિડે મોકલેલા સેમ્પેલ ની તપાસ કર્યા પછી ડો.જુને બી-૮૧૪ ને ઇન્ફ્લ્યુએનજા ની જેવો બતાવ્યો સાથે સાથે તેમણે એ પણ જણાવ્યું કે આ વાયરસ ઇન્ફ્લ્યુએનજાથી ઘણો અલગ પ્રકાર નો વાઇરસ છે. તેમની આ શોધને માનવ કોરોના વાઇરસ ના રૂપે જાણવામા આવ્યો. ડો.જુન એ પહેલા વૈજ્ઞાનિક હતા જેમણે કોરોના ના બંધારણની તપાસ કરી હતી. ડો.જુન દ્વારા લેવામા આવેલ ફોટા ને બે વર્ષ પછી જનરલ બાયોલોજી મા છાપવામા આવ્યું હતું. ડો.જુન ૭૭ વર્ષ ની ઉમરે ઈ.સ ૨૦૦૭ મા મૃત્યુ પામ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.