જો આ 8 સરકારી બેંકોમાં છે ખાતું, તો 31 માર્ચ સુધી બેંકમાં જઈ આવજો, 1 એપ્રિલથી તમે તમારા ચેક દ્વારા એક રૂપિયો ઉપાડી નહી શકો…

News

1 એપ્રિલથી ઘણી સરકારી બેંકોમાં બદલાવ આવી રહ્યા છે. જો તમારું આ 8 સરકારી બેંકોમાં ખાતું છે, તો તમારે 1 એપ્રિલ પહેલા તમારી બેંકની શાખામાં જવું આવશ્યક છે.

1 એપ્રિલથી, જૂના ચેક, પાસબુક અને ભારતીય નાણાકીય સેવા કોડ (IFSC Code) વેલિડ ગણાશે નહી અને તમે એ ચેક, પાસબુક અને કોડની મદદથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરી શકશો નહી.

દેના બેંક, વિજયા બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેંક, આંધ્ર બેંક, કોર્પોરેશન બેંક અને અલાહાબાદ બેંક.

આ 8 બેન્કો તેમના ગ્રાહકોને સંદેશ અને મેલ દ્વારા સતત માહિતી આપી રહી છે કે તેઓએ બેંકનો સંપર્ક કરવો જોઈએ અને નવી ચેક બુક, પાસબુક અને આઈએફસી કોડ મેળવવો જોઈએ. કારણ કે 31 માર્ચ પછી, તેઓ હવે માન્ય રહેશે નહીં.

તમને જણાવી દઈએ કે છેલ્લા 2 વર્ષમાં 8 સરકારી બેંકોનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું છે. આ બેંકો અન્ય બેંકોમાં ભળી ગઈ છે. દેના બેંક અને વિજયા બેંકનું જોડાણ બેંક ઓફ બરોડા, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયાના સિન્ડિકેટ બેંક સાથે પંજાબ નેશનલ બેંક અને કેનરા બેંકમાં થયું છે.

Leave a Reply

Your email address will not be published.