આપણે બધા જાણીએ છીએ કે મશરૂમ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ઘણા લોકો તેનો ઉપયોગ કરે છે. શાકભાજીમાં મશરૂમ્સ સામાન્ય રીતે વપરાય છે. આજે તેનો ઉપયોગ નૂડલ્સ, બર્ગર, સેન્ડવીચ અને પિઝાને સ્વાદિષ્ટ બનાવવા માટે પણ થાય છે. મશરૂમ્સમાં ઘણા પ્રકારના પૌષ્ટિક તત્વો હોય છે જે આપણા શરીરને પૂરતા પોષણ પૂરા પાડે છે.
મશરૂમ જેટલું સુંદર લાગે છે તેટલા જ પોષક તત્વો પણ તેમા જોવા મળે છે. આ પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મશરૂમમા ફાઇબરનુ પ્રમાણ વધારે છે. તેમાં વિટામિન ડી પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. પરંતુ આજે અમે તમને આવા મશરૂમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જોખમી છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે વ્યક્તિ ફક્ત સ્પર્શ કરે તો પણ બીમાર પાડી શકે છે.
એક અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાના ક્વીસલેન્ડમા મળતા મશરૂમ ખતરનાક અને ઝેરી છે. આ ઝેરી લાલ મશરૂમ મનુષ્ય માટે ખૂબ જીવલેણ છે. આ મશરૂમને ફક્ત સ્પર્શ કરવાથી તમે બીમાર પડી શકો છો. પહેલા આ મશરૂમ ફક્ત જાપાન અને કોરિયા જેવા એશિયન દેશોમાં જોવા મળતું હતુ. પરંતુ હવે તે ઓસ્ટ્રેલિયાના ક્વીસલેન્ડમા પણ જોવા મળે છે.
પોડોસ્ટ્રોમા કોર્નુ-ડામા નામના ઝેરી મશરૂમની શોધ પ્રથમ વખત વર્ષ ૧૮૯૫ માં ચીનમાં થઈ હતી. અહેવાલો અનુસાર આ ઝેરી ફૂગને કારણે જાપાન અને દક્ષિણ કોરિયામાં ઘણા લોકોનાં મોત નીપજ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકો તેને પરંપરાગત દવામાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય ફૂગ માનતા હતા અને તેને ચામાં મિક્સ કરી પીતા હતા. આ પછી તેનું મૃત્યુ થયું. વૈજ્ઞાનિકોના મતે આ ફૂગ ખૂબ જ ઝેરી છે.
જો કોઈ તેને ભૂલથી ખાય તો પછી તેના શરીરના અંગ નિષ્ફળ થવા લાગે છે. ધીરે-ધીરે મનુષ્યના અંગ કામ કરતા અટકી જાય છે. સૌથી મહત્વની વાત એ છે કે તે મગજને પણ નુકસાન પહોંચાડે છે. આટલું જ નહીં આ ફૂગને સ્પર્શ કરવાથી શરીરમાં સોજા આવે છે.