મોટાભાગના આધુનિક વિચારશીલ લોકો ભૂત, વેમ્પાયર, ડાકણો અને આત્મા જેવી વસ્તુઓમાં માનતા નથી. જો કે, ભારતમાં હજી પણ ઘણા એવા લોકો છે જે આ અલૌકિક શક્તિમાં વિશ્વાસ કરે છે. તમે પણ લોકોને એવું કહેતા સાંભળ્યા જ હશે કે ભૂતોએ આવી વ્યક્તિના શરીરને પકડ્યો છે. પછી તે વ્યક્તિને તાંત્રિક પાસે લઈ જાય છે અને તાંત્રિક તેને કુટે છે. પરંતુ મધ્યપ્રદેશમાં એક એવી જગ્યા છે જ્યાં દર વર્ષે ભૂતનો મેળો ભરાય છે. દૂર-દૂરથી લોકો તેમના શરીરમાં રહેલા ભૂતને બહાર કઢાવવા માટે આવે છે.
અહીં ભૂતનો મેળો ભરાય છે
આપણે અહીં જે સ્થાનની વાત કરી રહ્યા છીએ તે મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના માલાજપુર ગામમાં આવેલુ છે. બેતુલના ચિચોલી વિકાસ વિસ્તારમાં માલજપુરમાં ગુરુ બાબાની સમાધિ છે. દર વર્ષે પૌષ માસની પૂર્ણિમા પર અહીં ભૂતોનો મેળો ભરાય છે.
ગુરુ સાહેબનો આ મેળો છેલ્લા 400 વર્ષથી અહીં યોજવામાં આવે છે.
આ રીતે ભૂતને શરીરથી બહાર કાઢવામાં આવે છે
આ મેળામાં ભૂત-પ્રેતને હાંકી કાઢવાનો દાવો કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે અહીં હાજર ગુરુ બાબાની સમાધિની પ્રદિક્ષણા કરો, તો ભૂત તમારા શરીરમાંથી ભાગી જાય છે.
આ સિવાય અહીંના બાબા આવા પીડિત લોકોના વાળ ખેંચીને તેમને સાવરણીથી માર મારવામાં આવે છે. આ રીતે તેઓ લોકોની અંદરથી ભૂતને ભગાડે છે અને લોકોની પણ માન્યતા છે કે ભૂત ભાગી જાય છે.
આ લોકો પણ આવે છે
શરીરમાંથી ભૂત ભગાડવાની સાથે અહી નિસંતાન દંપતીને સંતાનો આપવાનો, માનસિક રીતે બીમાર વ્યક્તિનો ઇલાજ કરવાનો અને સાપના ડંખથી પીડિત દર્દીને ઈલાજ કરવાનો દાવો પણ કરવામાં આવે છે.
કેટલાક લોકો તેને અંધશ્રદ્ધા કહે છે અને કેટલાકને તેમાં ઉંડો વિશ્વાસ છે. અહીં આવનારા અમુક લોકોનું કહેવું છે કે લોકો તેને અંધશ્રદ્ધા કહે છે તેમ છતાં, અહીં આવતા લોકો તેમની સમસ્યાનું સમાધાન મેળવીને જ પાછા જાય છે.
તબીબી વિજ્ઞાન શું કહે છે?
જે લોકો તબીબી વિજ્ઞાનમાં વિશ્વાસ રાખે છે, તે લોકો આ બધી બાબતોને અંધશ્રદ્ધા સિવાય કંઈ કહેતા નથી. મેડિકલ ઓફિસર રજનીશ શર્માના જણાવ્યા પ્રમાણે માનસિક બિમારીના ઘણા પ્રકારો છે. તેમની સારવાર જુદા જુદા માધ્યમથી કરવામાં આવે છે. વાળ ખેંચીને અથવા ઝાડુ વળે મારવાથી કોઈ ગંભીર બીમારીનો ઇલાજ શક્ય નથી.
તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો. જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!