આ માણસે પોતાની કલાથી થોડી મિનિટોમાં જ બનવી દીધું, જૂની સાડી માંથી દોરડું, જુઓ આશ્ચ્ર્યચકિત કરવાવાળો આ વિડીયો…

News

ભારત દેશ વિવિધ કળાઓથી સમૃદ્ધ દેશ કહેવામાં આવે છે. આપણા દેશમાં તમને એવી ઘણી વિવિધ કલા જોવા મળશે જે જોઈને તમે હેરાન થઇ જશો, અને તે કલાકારની પ્રંશસા કર્યા વિના નહીં રહી શકો. આવી જ એક કલાનો વિડીયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક માણસ જૂની સાડી માંથી દોરડું બનાવી રહ્યો છે. જે જોઈને તમે આશ્ચર્યચકિત થઇ જશો.

તમે ક્યારેય સાડીમાંથી બનેલું દોરડું જોયું છે? જો ન જોયું હોય, તો આ વિડીયોમાં જુઓ. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ જૂની સાડીથી થોડીવાર માંજ દોરડું બનાવે છે.

લોકો જૂની સાડીઓથી ઘરની ઘણી વસ્તુઓ બનાવે છે. પરંતુ, તમે ક્યારેય સાડીનું દોરડું બનતા જોયું છે. નથી જોયું? તો આ વિડીયો જુઓ. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ જૂની સાડીથી થોડીવારમાં દોરડુ બનાવી દે છે. આ વિડિઓ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ વિડિઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આ વીડિયો લેખક અદ્વૈત કલાએ શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ભારત તેની નવીનતાથી અને કલાથી બધાને આશ્ચર્યચકિત કરવામાં ક્યારેય નિષ્ફળ જતું નથી! અને બધાને “આ શું?” કહેવાની ફરજ પડે છે, કેવી રીતે જૂની સાડીને દોરડું બનાવી દીધું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોકોએ સાડી પકડી છે. તેણે સાડીના ઘણા લાંબા ટુકડા કાપ્યા. ત્યારબાદ તે બાઇક પર મશીનમાં ફસાવી હતી. પછી તમે એક માણસને મશીન હેન્ડલ ચલાવતા જોશો અને થોડીવારમાં કેવી રીતે મજબૂત દોરડું તૈયાર થઇ ગયું છે.

વિડિઓ જુઓ:

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરે છે અને દોરડા બનાવનારાઓની આ પ્રતિભાની પ્રશંસા પણ કરી રહ્યા છે. આ વિડિઓ અત્યાર સુધીમાં 30 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. ભારતીય કલાને સલામ છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *