કોરોના સમયગાળામાં દરેકનો વ્યવસાય નાશ પામ્યો હતો. જો કે, હવે ધીમે ધીમે બધું ઠીક થઇ રહ્યું છે. પરંતુ હજી પણ કેટલીક બાબતો છે જે કરવાથી લોકો ડરતા હોય છે. ઉદાહરણ તરીકે, હેર સલૂન શોપને કોરોના સમયગાળા દરમિયાન સૌથી વધુ નુકસાન ઉઠાવવું પડ્યું છે. લોકો હજી પણ વાળ તો કટીંગ કરાવે છે, પરંતુ ખૂબ ઓછા લોકો શૅવિંગનું જોખમ લે છે. આમાં વાળંદ તમારી ખુબ જ નજીક આવે છે.
આવી સ્થિતિમાં, લોકો તેમના શેવીંગનો ધંધો વધારવા માટે વિવિધ માર્કેટિંગ તકનીકો અપનાવી રહ્યા છે. હવે આ સલૂન શોપ મહારાષ્ટ્રના પુના નજીકના પિંપરી ચિંચવાડમાં આવેલી છે. અહીં સલૂનના માલિક અવિનાશ બોરુંડિયાએ લોકોને તેની દુકાન તરફ આકર્ષિત કરવા માટે એક રસપ્રદ જુગાડ કર્યો છે. લોકોને શેવિંગ કરવા માટે તેણે એક સોનાનો અસ્ત્રો બનાવી લીધો.
અવિનાશ બોરુંડિયાનો આ ગોલ્ડ રેઝર 8 તોલા સોનાથી બનેલો છે. તેને બનાવવા માટે તેમણે લગભગ 4 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. અવિનાશનો ધંધો કોરોના સમયગાળા દરમિયાન મંદીમાં આવી ગયો હતો. આવી સ્થિતિમાં, તેણે તેનું માર્કેટિંગ કરવા અને ગ્રાહકોને આકર્ષવા માટે સોનાનો રેઝર બનાવ્યો હતો. હવે, આ સોનાના રેઝરથી સેવિંગ કરાવવા લાઈનો લાગે છે.
જો તમે પણ આ દુકાનમાં સોનાના રેઝરથી શેવિંગ કરવા માંગો છો, તો તમારે આ માટે 100 રૂપિયા ચૂકવવા પડશે. ગોલ્ડ રેઝર આવ્યા પછી ગયા શુક્રવારે સલૂન ફરીથી ખુલ્યું. તેનું ઉદઘાટન કરવા ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પાડવાલકર પહોંચ્યા હતા.
સલૂનના માલિક અવિનાશ બોરૂંડિયા હવે આશા રાખે છે કે સોનાનો રેઝર આવ્યા પછી તેમનો અટકેલો ધંધો ફરી શરૂ થશે. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોઈને સોનાનો રેઝર બનાવવાનો વિચાર આવ્યો છે. આ પહેલા મહારાષ્ટ્રના સાંગલી શહેરમાં એક સાંકડી ગલીમાં એક સલૂનમાં સોનાનો રેઝર બનાવ્યો હતો.
રામચંદ્ર દત્તાત્રેય કાશીદ નામના આ સલૂન માલિક પણ તેની ગ્રાહકોને તેની સાંગલીની દુકાનમાં સોનાના રેઝરથી શેવિંગ કરે છે. અહીં, લોકોને સોનાના રેઝરથી શેવિંગ કરાવવા માટે વેઇટિંગ લિસ્ટમાં નામ લખવું પડશે.
તમને સોનાના રેઝરનો આ વિચાર કેવો લાગ્યો, કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને તક મળે, તો સોનાના રેઝરથી શેવિંગ કરવા માટે 100 રૂપિયા આપવા ગમશે? અથવા તમે સામાન્ય રેઝરથી 40 રૂપિયાની દાઢી બનાવવાનું પસંદ કરશો?
જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…