આ વ્યક્તિને ખાણમાંથી મળ્યો એવો પથ્થર, જેનાથી તે બની ગયો 25 કરોડનો માલિક.

News

તંજાનિયાના એક ખાણ કામદારએ તેના જીવનની સૌથી મોટી શોધ કરી છે, પરંતુ તેની શોધ દેશની પણ સૌથી મોટી શોધ છે. “સૈનીનિયુ લાઇઝર”ને બે મોટા કાચા તંજાનાઈટ પથ્થરો મળ્યાં છે. તેમનું કુલ વજન 15 કિલો છે. આ કિંમતી પથ્થર પૃથ્વી પર જોવા મળેલ એક દુર્લભ પથ્થર છે. આ શોધથી તેમને 34 મિલિયન ડોલર એટલે કે લગભગ 25 કરોડ રૂપિયાની આવક થઈ છે. દેશના ખાણકામ મંત્રાલય પાસેથી આટલા પૈસા મેળવ્યા બાદ તે રાતોરાત કરોડપતિ બની ગયો છે.

તંજાનાઇટ ફક્ત ઉત્તર તાંજાનિયામાં જોવા મળે છે અને તે જ્વેલરી માટે વપરાતું એક જાણીતું રત્ન છે. તેનો ઉપયોગ વીંટી, બ્રેસલેટ, હાર, વગેરેમાં થાય છે. અન્ય પ્રકારના જ્વેલરી પણ આમાંથી જ બનાવવામાં આવે છે. તે પૃથ્વી પર જોવા મળતો એક દુર્લભ રત્ન છે. એક સ્થાનિક ભૂસ્તરશાસ્ત્રીનો અંદાજ છે કે આગામી 20 વર્ષમાં તેનો પુરવઠો સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે.

લીલો, લાલ, જાંબુડિયો અને વાદળી જેવા વિવિધ રંગો આ કિંમતી પથ્થરનું મુખ્ય આકર્ષણ છે. તેની કિંમત તેની વિરલતા પર આધારિત છે. જેટલો રંગ અને સ્પષ્ટતા હોય તેટલી તેની કિંમત હોય. ગયા અઠવાડિયે લાઈઝરે 9.2 કિલો અને 5.8 કિલો વજનવાળા આ પથ્થરો ખોદકામ દરમિયાન ખાણમાંથી શોધી કાઢ્યા હતા, પરંતુ બુધવારે તેઓએ માન્યારામાં એક ટ્રેડિંગ ઇવેન્ટમાં તેને વેચી દીધો હતો.

આ પહેલા, ખાણમાંથી શોધવામાં આવેલ સૌથી મોટો તંજાનાઇટ પથ્થર 3.3 કિલોનો હતો. રાષ્ટ્રપતિ જૉન મૈગુફુલીએ પણ આ શોધ માટે લાઈઝરને બોલાવી અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું, “આ નાના ખાણ ખોદનારાનો ફાયદો છે અને તે બતાવે છે કે તંજાનિયા સમૃદ્ધ છે.” ખાણ ક્ષેત્રમાં દેશના હિતોનું રક્ષણ કરવા અને આ ક્ષેત્રમાંથી સરકારની આવક વધારવાના વચન સાથે મૈગુફુલી 2015 માં સત્તામાં આવ્યા હતા.

52 વર્ષીય લાઇઝરને ચાર પત્નીઓ છે. લાઈઝરે કહ્યું કે, તે આ પૈસા મન્યારાના સિમાંજિરો જિલ્લામાં તેના સમુદાય પર રોકાણ કરવા માંગે છે. તે કહે છે, ‘મારે એક શોપિંગ મોલ અને એક શાળા બનાવવી છે. આ શાળા મારા ઘરની નજીક બનાવવા ઈચ્છું છું. અહીં ઘણા ગરીબ લોકો છે જેઓ તેમના બાળકોને શાળામાં લઈ જઇ શકતા નથી જે અહીં શકે.’

2017 માં, રાષ્ટ્રપતિ મૈગુફુલીએ મન્યારામાં મેરેલાની ખાણકામ સાઇટના 24 કિલોમીટરની અંદરની દિવાલ બનાવવાનો આદેશ આપ્યો. માનવામાં આવે છે કે તે વિશ્વમાં તંજાનાઇટનો સૌથી મોટો સ્રોત છે. એક વર્ષ પછી, સરકારે ખાણકામ ક્ષેત્રમાંથી તેની આવકમાં વધારો દર્શાવ્યો, અને દિવાલ બનાવવાનું કહ્યું હતું.

લાઈઝર કહે છે કે તેને આટલા પૈસા મળવા છતાં કોઈ વધારાની સાવચેતી રાખવાની જરૂર નથી. તે કહે છે, ‘અહીં પૂરતી સુરક્ષા છે. અહીં કોઈ સમસ્યા નથી. હું પણ રાત્રે ફરવા જઉં છું. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રખ્યાત હોવા છતાં અને પૈસા મળવા છતાં પણ હું મારી 2,000 ગાયોની સંભાળ રાખીશ.

Leave a Reply

Your email address will not be published.