ભારતીય સૈનિકોની પ્રશંસા ભાગ્યે જ જોવા મળે છે. આ સૈનિકો દેશની સરહદ પર રાત-દિવસ ઉભા રહે છે જેથી આપણે દેશની અંદર સલામત રહી શકીએ છીએ. બહાદુર સૈનિકોની આ સેવાના બદલામાં આપણી પણ ફરજ છે કે તેને એ સન્માન આપીએ જેના એ હકદાર છે. આવું જ કંઈક મધ્યપ્રદેશમાં ના ગામમાં જોવા મળ્યું છે. અહીં ગામના લોકો સૈનામાંથી નિવૃત્ત થયેલા સૈનિકનો એવી રીતે આદર કરે છે કે જેનાથી સૈનિકની પણ આંખો ભરાઈ જાય છે.
ખરેખર બહાદુરસિંહ છેલ્લા 17 વર્ષથી સેનામાં ફરજ બજાવી રહ્યો હતો. તાજેતરમાં જ તેઓ નિવૃત્ત થયા અને તેમના ગામ ‘જીરણ’ પહોંચ્યા. બધાએ અહીં હથેળી ફેલાવીને સૈનિકોનું સ્વાગત કર્યું.ગામના લોકોને જયારે સૈનિકના આવવાની ખબર પડી ત્યારે તેમણે ગામમાં બધે જ ફૂલ પાથર્યા હાતા.
Madhya Pradesh News: भारतीय सेना की सेवा पूर्ण कर गृह नगर लौटे तो सैनिकों का ऐसे हुआ सम्मान#mpnews #neemuchnewshttps://t.co/Mt7WRoMcAv pic.twitter.com/68JEwJAuVi
— NaiDunia (@Nai_Dunia) February 4, 2021
ગામના દરેક ઘરમાંથી લોકો બહાર આવવા લાગ્યા. શ્રેષ્ઠ નજારો તો ત્યારે બન્યો કે જ્યારે ગામના લોકોએ તેમની હથેળીને જમીન પર મુકીને જવાનને તેની પર ચાલવાનું કહ્યું. આ પછી તે સૈનિકને ગામના પ્રાચીન મંદિરમાં લઈ ગયા. અહીં જવાન ગામના લોકો સાથે ભગવાન ગણેશના દર્શન કરીને તેમના આશીર્વાદ લીધા હતા.
ગામલોકો તરફથી આવું સ્વાગત જોઈને સૈન્યની આંખો ભીની થઈ ગઈ હતી. યુવા વિજય બહાદુરએ કહ્યું કે તેમનું ગામ સ્વર્ગ કરતા સારુ છે. હું મારી 17 વર્ષની નોકરીમાં ઘણા સ્થળોએ ગયો પણ જેવું માન-સન્માન અને પ્રેમ ગામમાં મળ્યું તેવું આજ સુધી ક્યાંય મળ્યું નથી. આજે મને સમજાયું કે લોકોને સેના અને તેમના સૈનિકો પ્રત્યે કેટલો આદર છે.
યુવકે આગળ કહ્યું કે હું તમારા બધાના આ પ્રેમ અને સન્માનને ક્યારેય ભૂલીશ નહીં. હવેથી, મારું લક્ષ્ય ગામમાં અને આસપાસના લોકોને સૈન્યમાં જોડાવા માટે તાલીમ આપવાનું રહેશે. હું તેમને સંપૂર્ણ નિષ્ઠાથી સેનામાં જવા માટે તૈયાર કરીશ.
બીજી તરફ, ગામમાં પુત્ર વિજયને આવો સન્માન અને આવકાર મળતાં પિતા લાલસિંઘ ભાવુક થઈ ગયા હતા. તેની આંખો ભીની અને છાતી ગૌરવથી પહોળી થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે મારી ઇચ્છા છે કે ગામનો દરેક પુત્રને સૈન્યમાં દાખલ થાય અને તેના પિતા અને દેશનું નામ રોશન કરે.
જણાવી દઈએ કે જવાન વિજય બહાદુર કારગિલ, સિયાચેન ગ્લેશિયર, બટાલિક, જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, જયપુર અને સિમલા જેવા સ્થળોએ પોતાની 17 વર્ષની નોકરીમાં સેવા આપી ચૂક્યો છે. અહીં, તે દુશ્મનો સામે અડગ રહ્યો અને દેશનું રક્ષણ કર્યું.
જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…