રોજ ઓફિસે આવતા અને સાંજે ઘરે જતા હજુય રસ્તામાં કેરી ખરીદતા પુષ્કળ લોકોને જોઉ છું, પણ આજે એક જગ્યાએ કેરી વેચતા માણસને એક કારમાં કેરી મૂકતો જોયો, કારમાં બેઠેલા વેલએજ્યુકેટેડ લાગતાં સાહેબે એને પૈસા ચુકવ્યા, કાર પાછળ ડોક્ટરનો સિમ્બોલ હતો.

ગીર તાલાળામાં તમારું કોઈ જાણીતું હોય તો પૂછજો સિઝનનો પહેલો વરસાદ થઈ જાય પછી શું એ લોકો કેરી ખાય છે? તાલાળાનો જ ભાઈ જેવો મારો ખાસ ભાઈબંધ Arvind Dodiya કે જે આટલા વર્ષથી દર વર્ષે મને કેરી મોકલે છે, જેની સાથે બે વર્ષ હોસ્ટેલમાં એક રૂમમાં સાથે રહ્યો એ તો ત્યાં સુધી કહતો-કહે કે વરસાદ તો ઠીક સિઝનના વાદળા થઈ જાય પછી અમે કેરી ના ખાઈએ.
વરસાદ પડી જાય પછી કેરી ના ખાવી એવું તો આપણાં ઘરડા ય કહેતા જ હોય છે, ચોમાસુ બેરી આવે પછી કેરી ના ખાવી જોઈએ, ચોમાસા આવતી બેરી (રાસબેરી, ચેરી, જાંબુ પણ એક બેરી જ છે.) ચોમાસામાં આવતી બેરી માર્કેટમાં આવી જાય પછી કુદરતી રીતે જ આપણને કેરીનાં ક્રેવિંગ્સ આવતા બંધ થઈ જતા હોય છે. પણ છતાં લોકો બે ત્રણ કે ચાર વરસાદ પડ્યા પછીય કેરી ખાતા રહેતા હોય છે. વરસાદ પડ્યા પછી ય સારી કેરીને લેબમાં ચેક કરો તો એની ન્યુટ્રિશન વેલ્યૂ કદાચ એમ જ નીકળે પણ આ સિઝનમાં કેરી પેટની અંદર જઈને જુદું રીએક્ટ કરે.

કેરી ધોમ ઉનાળામાં શરીરને જેટલો ફાયદો કરે એનાથી વધુ નુકશાન કરે એવું રીએક્ટ કરી શકે આ વરસાદી સિઝનમાં. (આર્યુવેદમાં માનવ શરીરની કફ, પિત્ત, વાયુ જે ત્રણ તાસીર છે, એનો મોટો રોલ છે આવી બાબતોમાં.) જો કે આપણે ત્યાં કેરીને કોઈ ફાયદા કે નુકશાન માટે ખાતા જ નથી. કેરીને લોકો ટેસ્ટ માટે-મીઠાઈની જેમ ખાય છે, તમે યાદ કરજો કેરી ખાતી એવી ન્યુટ્રિશન અને ફ્રૂટ વાળી ફિલિગ્સ આવે છે ? જેવી એપલ, દ્રાક્ષ, પપૈયું, તરબૂચ, કેળાં વગેરે ખાતી વખતે આવે છે.
આજે આટલા વરસાદ પછી ય પેલા ડોક્ટર સાહેબને કેરીની પેટી કારમાં મુકાવતાં જોઈને જાણીતી ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન ઋજુતા દિવેકરની એક (કોંટ્રોવર્સિયલ?) વાત યાદ આવી કે “આપણે ખાવા-પીવા-ખોરાકની બાબતમાં ય ડોક્ટર્સને પૂછીએ છીએ, જે એમનો વિષય છે જ નહીં, ડોક્ટર્સને ખોરાક વિષે બહુ જ ઓછું ભણાવવામાં આવે છે,

એમનો વિષય છે દવા-મેડિશિન,વાઢ-કાપ,રિપોર્ટ્સ વગેરે, ખોરાક બાબતે જો વધુ રિચર્સ ના કર્યું હોય તો એવરેજ ડોક્ટરને ય મોટેભાગે એટલું જ નોલેજ છે જેટલું કોઈ સારી લાઇફસ્ટાઈલ ફોલો કરતાં માણસને હોય કે કદાચ એનાથી ય ઓછું જેટલું આપણાં દાદી-નાનીને અનુભવ અને વર્ષોના વારસાના આધારે હોય છે.”
કાનજીભાઈ મકવાણા