દેશમાં રહેતી દરેક દીકરીઓ તેમના જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરતી હોય છે અને સફળતા મેળવીને તેમના માતાપિતાનું નામ રોશન કરતી હોય છે. આજે આપણે એક તેવી જ દીકરી વિષે વાત કરીશું, આ દીકરી ભુજની રહેવાસી હતી, ભુજમાં રહેતી આ દીકરીનું નામ ઉદીતી ગોર હતું, ઉદીતી ગોર ફોટોશૂટ કરનારી પહેલી મહિલા બની હતી.
ઉદીતી ગોરને નાનપણથી જ ફોટોગ્રાફી કરવાનો ખુબ શોખ હતો, તેથી ઉદીતી ગોરએ તેના શોખને એક વ્યવસાયમાં ફેરવી નાખ્યો હતો, ઉદીતી ગોરએ એક સામાન્ય પરિવારમાં રહેતી દીકરી હતી, ઉદીતી ગોર પ્રિવેડિંગ કરીને તેનો ફ્રોટોગ્રાફનો વ્યવસાય સારી રીતે ચલાવી રહી હતી, ઉદીતી ગોરએ એમબીએ સુધીનો અભ્યાસ કર્યો હતો.
ઉદીતી ગોરએ તેના અભ્યાસની સાથે સાથે ફોટોગ્રાફ કરવાનું શીખ્યું, ત્યારબાદ ઉદીતી ગોરએ તેની નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી, તે પછી ઉદીતી ગોરએ તેના પિતાએ ભેટમાં આપેલા કેમેરા દ્વારા જ તેના આગળના ભવિષ્યની શરૂઆત કરી હતી, આજે ઉદીતી ગોર તેના જીવનમાં આવતી બધી જ મુશ્કેલીઓનો સામનો કરીને ફોટો શૂટ કરવા માટે જાય છે.
તેથી ઉદીતી ગોર આજે તેના વિસ્તારમાં ફોટોશૂટ કરવા માટે ખુબ જ જાણીતી અને ફેમસ થઇ ગઈ હતી, ઉદીતી ગોર છેલ્લા ચાર વર્ષથી ફોટોશૂટનું કામ કરે છે, ઉદીતી ગોર અમદાવાદ, રાજકોટ અને મોરબી જેવી અનેક સિટીમાં ફોટોશૂટ કરવા માટે જાય છે, ઉદીતી ગોર તેની સાથે બીજી બધી યુવતીઓને પણ ફોટોગ્રાફી કરવા માટે પ્રેરિત કરે છે, આથી ઉદીતી ગોરએ તેની નાની ઉંમરમાં જ ખુબ મોટી નામના મેળવી હતી.