૨૫ માર્ચના દિવસે રિલીઝ થયેલી સાઉથ ઈન્ડસ્ટ્રીના દિગ્દર્શક એસએસ રાજમૌલિની ફિલ્મ ‘RRR’એ બોક્સ ઓફિસ પર ભારે ધૂમ મચાવી છે. આ ફિલ્મે ૮૦૦ કરોડથી વધારે કમાણી કરી છે. આ ફિલ્મની સફળતા જોઈને અભિનેતા રામચરણ તેજા ખૂબ જ ખુશ થયો છે. આ મુવીમા તેણે અલ્લુરી સીતારામ રાજુનો પાત્ર ભજવ્યો હતો. હવે રામચરણે આ ફિલ્મની ટેક્નિશિયન ટીમને એક એક તોલા સોનુ ભેટમાં આપ્યું છે.
રામચરણે ટેક્નિશિયન સ્ટાફને પોતાના ઘરે બોલાવ્યા હતા:
રવિવાર, ત્રણ એપ્રિલના દિવસે રામચરણ મુંબઈ જાય તે પહેલા તેણે ફિલ્મની ટેક્નિશિયન ટીમને પોતાની ઘરે બોલાવી હતી, તેમાં કેમેરામેન, સિનેમેટોગ્રાફી, સ્ટંટ આસિસ્ટન્ટસ, પ્રોડક્શન મેનેજર્સ, સ્ટીલ ફોટોગ્રાફી, ડિરેક્શન ડિપાર્ટમેન્ટ, એકાઉન્ટ્સ સહિતના બીજા ઘણા ડિપાર્ટમેન્ટના હેડ તેના ઘરે આવ્યા હતા.
તેમણે નાસ્તો કરાવ્યો અને ખાસ ગિફ્ટ પણ આપી:
રામચરણે આ બધાને પોતાના ઘરે બોલાવીને નાસ્તો કરાવ્યો. ત્યાર પછી બધાને એક કિલો મીઠાઈ અને એક તોલા (૧૦ ગ્રામ) સોનાનો એક સિક્કો પણ આપ્યો હતો. રામચરણે લગભગ ૩૫ લોકોને આ સોનાનો સિક્કો આપ્યો છે.
સિક્કા પર આ ફિલ્મ ‘RRR’ લખવામા આવ્યું છે:
રામચરણે ભેટમાં આપેલ આ સોનાના સિક્કાની એક બાજુ ‘RRR’ અને બીજી બાજુ રામચરણનુ નામ લખેલું છે.
ચાર્ટર ફ્લાઇટમા તે મુંબઈ આવ્યો:
‘RRR’ની ટીમને મળ્યા પછી રામચરણ તેના ચાર્ટર ફ્લાઇટમા મુંબઈ આવી ગયો હતો. અહીં તે મુંબઈના ગેટી ગેલેક્સી થિયેટરમા તેના ચાહકોને મળ્યો પણ હતો. રામચરણના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હવે તેના પિતા ચિરંજીવી સાથે એક ફિલ્મ ‘આચાર્ય’મા કામ કરી રહ્યો છે. આ સિવાય તે શંકરની મેગા બજેટ ફિલ્મ ‘સંક્રાંતિ’મા પણ જોવા મળશે.
અત્યારે તે ખૂબ કઠોર અનુષ્ઠાન પર છે:
રામચરણ અત્યારે અય્યપ્પા દીક્ષાની પૂજાનુ અનુષ્ઠાન કરી રહ્યો છે. કેરળના સબરીમાલામા ભગવાન અય્યપ્પાના દર્શન કરવા જાય છે તે પહેલા ૪૧ દિવસ સુધી આ કઠોર અનુષ્ઠાન કરે છે. આને મંડલમ પણ કહેવામા આવે છે. આ માટે ૪૧ દિવસ સુધી બ્રહ્મચર્યનુ પાલન કરવામાં આવે છે. આમાં વાદળી અથવા કાળા કપડા પહેરવામા આવે છે.
ગળામા એક તુલસીની માળા પણ પહેરવામાં આવે છે. માથામા તિલક કરવું જોઈએ. ખાલી એક ટાઇમ જ સાદું ભોજન જમે છે. આ દિવસોમા તે નોનવેજ ખાઈ શકાત નથી. સાંજે પૂજા કરવાની હોય છે. જમીન પર જ સૂવામાં આવે છે.
૨૦ વર્ષની ઉંમરથી જ આ અનુષ્ઠાન કરે છે:
રામચરણ ૨૦ વર્ષનો હતો ત્યારથી જ તે આ અનુષ્ઠાનનું પાલન કરે છે. આટલું જ નહીં, રામચરણ વર્ષમા બે વખત આ અનુષ્ઠાન પૂરી શ્રદ્ધા સાથે કરે છે.