Ahmedabad: સીટીએમ પાસે અકસ્માતમાં 9 વિદ્યાર્થી સહિત 14 લોકો ઘાયલ એક વિદ્યાર્થિનીનું મો ‘ ત…

News

અમે સવારના સમયે કોલેજ જવા બસમાં ચઢવાની તૈયારીમાં હતા. હું અને મારા ચાર મિત્રો સાથે હતા. બીજા વિદ્યાર્થી બસમાં બેઠા હતા. તે સમયે પાછળથી એકાએક એસટી બસ આવી અને તેણે અમારી કોલેજની બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરને કારણે અમે પડી ગયા હતા. ત્યાર પછી શું થયું તે યાદ નથી, તેમ ચારૂસેટ યુનિવર્સિટીમાં બીટેકમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થી નીલ શાહે જણાવ્યું હતું.

ચારૂસેટ યુનિ.ની એક કોલેજ બસને અમદાવાદમાં અકસ્માત થતાં ચારૂસેટ યુનિ.ની દેવાંગ પટેલ ઇન્સ્ટિટયુટ ઓફ એડવાન્સ ટેકનોલોજી એન્ડ રિસર્ચ, ડેપસ્ટારના ઇન્ફોર્મેનેશન ટેકનોલોજી વિભાગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્માર્ટ એ. સાપરીયાનું મૃત્યુ થયું હતું.

અમદાવાદના સીટીએમ વિસ્તારમાં એક્સપ્રેસ હાઈવે પાસેના બનાવમાં એસટી બસે કોલેજના વિદ્યાર્થીઓની બસને પાછળથી ટક્કર મારી હતી. જેમાં નીલ શાહ સહિતના અનેક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત બન્યા હતા.

સહઅધ્યાયીઓ તથા શિક્ષકોમાં શોકની લાગણી:
અમદાવાદમાં એક અકસ્માતમાં મૃ’ત્યુ પામનાર ચારૂસેટની વિદ્યાર્થિની સ્માર્ટ સાપરીયાના અકાળે અવસાનથી તેની સાથે ભણનારા સહવિદ્યાર્થીઓ તથા શિક્ષકોમાં શોકની લાગણી છવાઈ છે.

તેમના મૃ’ત્યુ અંગે સંસ્થા દ્વારા જણાવાયું હતું કે મૃ’ત’ક વિદ્યાર્થિની અભ્યાસમાં મોખરે હતી. તેણી ૨૦૨૧માં સંસ્થા સાથે જોડાઈ હતી અને તે બી.ટેક આઈટીના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી.

મૃ’ત’ક વિદ્યાર્થિની ભણવામાં ખૂબ હોંશિયાર હતી:
સ્માર્ટ સાપરીયા ભણવામાં ખૂબ હોંશિયાર હતી અને તેણે પોતાના ડિપ્લોમા એન્જિનિયરિંગ ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ૯.૩૮ સીજીપીએનો સ્કોર હાંસલ કર્યો હતો. બીટેક આઈટીના ત્રીજા સેમેસ્ટરમાં તેણીએ ૯.૩૬ સીજીપીએ સ્કોર મેળવ્યો હતો.

મૃ’ત’ક ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અભ્યાસ કરતી હતી:
મૃ’ત’ક વિદ્યાર્થિની સ્માર્ટ સાપરીયા દેવાંગ પટેલ ઇન્સ્ટિટયુટ ઓફ એડવાન્સ ટેકનોલોજી એન્ડ રિસર્ચ, ડેપસ્ટારના ઇન્ફોર્મેનેશન ટેકનોલોજી વિભાગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી.

Leave a Reply

Your email address will not be published.