આ તે કેવો નિયમ: હોસ્પિટલોમાં હવે આધારકાર્ડ વગર નહિ મળે સારવાર…

News

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. દિવસે ને દિવસે કોરોના વકરતો જાય છે. સતત કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા કોરોના પર કાબૂ મેળવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. ક્યારેક કેટલા નિર્ણયો પ્રજા માટે આર્શિવાદરૂપ નિવડી રહ્યા છે તો કેટલાક નિર્ણયોએ પ્રજાની મુશ્કેલી વધારી દીધી છે.

હાલમાં કોરોના દર્દીઓ માટે વધુ એક મુસીબતવાળો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણય અંતગર્ત AMC હોસ્પિટલોમાં ફક્ત અમદાવાદીઓને સારવાર મળશે. હવે અમદાવાદનું આધાર કાર્ડ હોય તેવા દર્દીઓને જ દાખલ કરવામાં આવે છે. આ ઉપરાંત 108 દ્વારા જ દાખલ કરવાનો નિર્ણય અમલમાં છે.

AMC ઉપરાંત ધંવંતરિ હોસ્પિટલોમાં પણ આ વિવાદિત નિર્ણય લાગૂ કરવામાં આવ્યો છે. તંત્રના જડ નિયમોનો હજારો લોકો ભોગ બની રહ્યા છે. આ મામલે તંત્રના એકપણ અધિકારી કંઇપણ બોલવા માટે તૈયાર નથી.

ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14,296 નવા કોરોના કેસ નોંધાયા છે અને 157 લોકોના મોત થયા છે. તો બીજી તરફ માત્ર 6,727 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,74,699 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 75.54 ટકાએ પહોંચ્યો હતો.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,15,006 એક્ટિવ દર્દી છે, જે પૈકી 406 લોકો વેન્ટિલેટર પર છે અને 1,14,600 લોકો સ્ટેબલ છે. 3,74,699 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 6,328 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 26, રાજકોટ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 11, જામનગર કોર્પોરેશનમાં 8, ભાવનગર કોર્પોરેશનમાં 3, ગાંધીનગર કોર્પોરેશન 2 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 2 દર્દીના મોત થયા છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.