પત્નીથી હેરાન થનારા પુરુષોએ માટે આ છે અનોખો આશ્રમ અને અહીં થાય છે કાગડાની પૂજા.

Uncategorized

તમે આજ સુધી ઘણા આશ્રમો વિશે જોયુ અને સાંભળ્યું હશે. પરંતુ આજે અમે તમને એક અનોખા આશ્રમ વિશે જણાવી રહ્યા છીએ જે પત્નીથી હેરાન થનારા પુરુષોએ અન્ય પત્નીથી હેરાન થયેલા પુરુષો માટે ખોલ્યું છે. મહારાષ્ટ્રના ઓરંગાબાદ જિલ્લામાં આ અનોખો આશ્રમ કેટલાક પત્નીઓથી હેરાન થયેલા પુરુષો દ્વારા ખોલવામાં આવ્યો છે. પત્નીથી કંટાળેલા ઘણા પતિ અહીં રહે છે. આ આશ્રમ તેમને કાયદાકીય લડત લડવામા પણ મદદ કરે છે. છત્તીસગ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશના લોકો પણ કાનૂની સલાહ લેવા આ આશ્રમમાં આવે છે.

ઓરંગાબાદથી ૧૨ કિલોમીટર દૂર શિરડી-મુંબઇ હાઇવે પર સ્થિત આ આશ્રમમાં સલાહ મેળવવા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. અત્યાર સુધી ૫૦૦ લોકો સલાહ લઈ ચૂક્યા છે. હાઇવે પરથી જો તમે સામાન્ય ઘર જેવા દેખાતા આશ્રમની અંદર જાઓ છો તો તમને એક અલગ અનુભવ મળે છે. આશ્રમ દાખલ થતાની સાથે જ પહેલા ઓરડામાં એક ઓફિસ બનાવવામાં આવી છે જ્યાં પત્નીથી થાકેલાને કાનૂની લડત વિશે સલાહ આપવામાં આવે છે.

ઓફિસમાં થર્મોકોલથી બનેલો મોટો કાગડો દરેકનું ધ્યાન ખેંચે છે. દરરોજ સવારે અને સાંજે અગરબતી કરીને પૂજા કરવામાં આવે છે. આશ્રમના રહેવાસીઓએ અહેવાલ આપ્યો છે કે માદા કાગડો ઇંડા મુકીને ઉડી જાય છે પરંતુ નર કાગડો ઈંડાની સંભાળ રાખે છે. આવી સ્થિતિમાં કાગડાની પ્રતિમાની પૂજા પત્નીથી હેરાન થયેલા પુરુષો દ્વારા કરવામા આવે છે.

પત્નીથી હેરાન થયેલા પુરુષો માટે સલાહ :-

પત્નીથી હેરાન થયેલા પુરુષોની મીટીગ શનિવારે, રવિવારે સવારે ૧૦ થી ૬ સુધી કરવામાં આવે છે. શરૂઆતમાં ફક્ત શહેર અને આસપાસના લોકો જ આવતા હતા. હવે છત્તીસગ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશના લોકો સલાહ માટે આશ્રમમાં આવી રહ્યા છે. જે રીતે અનુભવી વકીલ પાસે કેસની વિગતો હોય છે તે જ રીતે આશ્રમના સ્થાપક ભારત ફુલારે સાક્ષીઓની પુષ્ટિ અને પુરાવા બનાવે છે.

ભારત ફુલારે પોતાનો ૧૨૦૦ ચોરસ ફૂટ જગ્યામા આશ્રમ માટે ત્રણ ઓરડાઓ બનાવ્યા છે. આશ્રમમાં રહેતા માણસો ખીચડી, રોટલી, શાકભાજી અને દાળ બધુ જ જાતે બનાવતા હોય છે. સલાહ માટે આવતા દરેક વ્યક્તિને ખીચડી બનાવીને ખવડાવવામાં આવે છે. આશ્રમમાં રહેતા સભ્યો પૈસા એકત્રિત કરે છે અને ખર્ચ અહીં ઉઠાવતા હોય છે. આશ્રમમાં રહેતા કેટલાક લોકોમાં ટેલર છે અને કેટલાક ગેરેજમાં મિકેનિક છે.

આશ્રમના સ્થાપક ભરત ફુલારે પોતે પત્નીથી હેરાન થનારા પુરુષ હોવાનો દાવો કરે છે. તેની પત્નીએ તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસને કારણે ભારતે કેટલાક મહિનાઓ માટે શહેરની બહાર રહેવું પડ્યું. કોઈપણ સબંધી તેમની પાસે જવાથી ડરતો હતો. કાનૂની સલાહ લેવી પણ મુશ્કેલ બની ગઈ. તે જ સમયે તેઓને તુષાર વકરે અને અન્ય ત્રણ લોકો મળી આવ્યા.

તમામ લોકોએ પત્નીથી હેરાન થનારા પુરુષો બનીને એકબીજાને ટેકો આપ્યો હતો અને કાયદાકીય લડત લડવામાં મદદ કરી હતી.આ પછી આશ્રમ બનાવવાનો વિચાર આવ્યો હતો અને ૧૯ નવેમ્બર ૨૦૧૬ ના રોજ પુરુષોના અધિકાર દિવસ નિમિત્તે આશ્રમની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં આ આશ્રમમાં ૭ લોકો રહે છે અને પાંચ રાજ્યોના ૫૦૦ લોકોએ સલાહ લીધી છે. સલાહ મેળવનારા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.

પીડિતો દ્વારા બનાવવામાં આવેલી કેટેગીરી :-

પત્નીથી હેરાન થનારા પતિની મદદ માટે આશ્રમમાં એ, બી અને સી ની ત્રણ કેટેગરી બનાવવામાં આવી છે. જે વ્યક્તિની પત્નીને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવે છે અને તે ભયથી બહાર ન આવે આવી વ્યક્તિ સી કેટેગરીમાં આવે છે. જે વ્યક્તિની પત્ની સાથે ફરિયાદ છે, પણ સમાજ તેને શું કહેશે તે ચૂપચાપ બેસે છે, તે બી કેટેગરીમાં આવે છે. નીડરને એ વર્ગમાં સ્થાન અપાયું છે. જેણે ભય વગર કોઈની સમક્ષ સાચી પરિસ્થિતિ મૂકી અને મદદ માટે વિનંતી કરી. હાલમા એ જૂથના ૪૬ લોકો, બી જૂથના ૧૫૨ અને સી જૂથના ૧૬૫ લોકો નિષ્ણાતોની સલાહ લેવા આશ્રમમાં આવે છે.

આશ્રમના નિયમો :-

પત્ની વતી ઓછામાં ઓછા ૨૦ કેસ દાખલ કરવા આવશ્યક છે, ભથ્થાં ભરપાઇ ન કરવાને કારણે જેલમાં આવતા વ્યક્તિ અહીં પ્રવેશ લઈ શકે છે, પત્ની દ્વારા કેસ નોંધાવ્યા પછી, આવી વ્યક્તિ જેણે નોકરી ગુમાવી છે તે અહીં રહી શકે છે, જે વ્યક્તિ બીજા લગ્નનો વિચાર ધ્યાનમાં નહીં લાવશે તેને પણ પ્રવેશ મળશે, આશ્રમમાં આવ્યા પછી તમારી કુશળતા અનુસાર કાર્ય કરવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.