વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ઇ-કાર બનાવતી કંપનીના માલિક એલન મસ્કે સોશિયલ મીડિયા જાયન્ટ ટ્વિટરમાં ૯.૨% હિસ્સો ખરીદ્યો છે. યુએસ રેગ્યુલેટરી ફાઈલિંગમાં મસ્કની આ ખરીદી અંગેની માહિતી મળી છે.
એલન મસ્ક ટ્વિટરના કારોબારમાં કોઇ હસ્તક્ષેપ નહિ કરે, ના તેનું સંચાલન કરશે તે માત્ર રોકાણકાર તરીકે કંપની સાથે જોડાશે
સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશન દ્વારા કરાયેલી ફાઇલિંગ અનુસાર એલન મસ્ક રિવોકેબલ ટ્રસ્ટ દ્વારા માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરમાં ૭,૩૪,૮૬,૯૩૮ શેર અથવા ૯.૨ ટકા હિસ્સો ધરાવે છે. ગત શુક્રવારના બંધ ભાવના આધારે આ મસ્કે ખરીદલા ટ્વિટરના શેરનું મૂલ્ય રૂ. ૨.૮૯ અબજ ડોલર જેટલુ થાય છે. મસ્કે આ હિસ્સો પરોક્ષ રોકાણકાર તરીકે ખરીદ્યો છે એટલે કે મસ્ક કંપનીના કારોબારમાં હસ્તક્ષેપ નહિ કરે, ના તેનું સંચાલન કરશે તે માત્ર રોકાણકાર તરીકે કંપની સાથે જોડાશે.
આ અહેવાલ બાદ પ્રી માર્કેટ સેશનમાં ટ્વિટરના શેરમાં ૨૬%નો હાઈ જમ્પ જોવા મળ્યો છે. ટ્વિટર ઇન્કનો ૨૫ ટકાથી વધુ ઉછળીને ૫૦ ડોલરની ઉપર ટ્રેડ થયો હતો.એલન મસ્ક વિશ્વની ટોચની ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક છે અને ટ્વિટરના ફાઉન્ડર પ્રમોટર ડોર્સીના ખાસ મિત્ર પણ છે.