શું તમે જાણો છો કે જુદા-જુદા વાસણોમાં ખાવાથી ઘણા ફાયદા થાય છે. જો ખબર ના હોય તો પછી જાણવા માટે અહિયાં ક્લિક કરો.

Health

તમે તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો પાસેથી સાંભળ્યુ જ હશે કે સવારે તાંબાના વાસણમા પાણી પીવુ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આવા બીજા ઘણા વાસણો છે જેમા ખાવાથી કે પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. ઘણા લોકો એવા પણ છે જેમને બીજા વાસણમા જમવાનુ ગમતુ નથી. ઘણી સ્ત્રીઓ એવી પણ છે જે વજન ઘટાડવા માટે ખાસ વાસણમા પાણી પીવાનુ, ખોરાક ખાવાનુ અને નાસ્તા કરવાનુ પસંદ કરે છે.

સામાન્ય રીતે ખોરાક સ્ટીલ અને પ્લાસ્ટિકના વાસણોમા લેવામા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જુદા-જુદા વાસણોમા ખાવાના ઘણા ફાયદા છે. જો તમને આ વિશે કોઈ ખ્યાલ નથી તો આજે આ લેખમા અમે તમને જણાવીશુ કે વિવિધ ધાતુના વાસણોમા ખાવાથી શું આરોગ્ય લાભ થાય છે. તો ચાલો જાણીએ તેના વિષે.

૧) કાંસાના વાસણો :- કાંસાની ધાતુમાંથી તૈયાર કરેલા વાસણમા ખાવાનુ સ્વાસ્થ્ય માટે સારુ માનવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે અન્ય વાસણોમા ખાવા કરતા કાંસાના વાસણમા ખાવાથી મગજ વધુ તીવ્ર બને છે. આ સિવાય ઘણા નિષ્ણાતો એવુ માને છે કે કાંસાના વાસણમા ખાવાથી લોહીના વિકાર દુર થાય છે. જો કે કાંસાના વાસણમા એસિડથી તૈયાર એટલેકે ખાટ્ટી વસ્તુથી બચવા માટે કહેવામા આવે છે.

૨) એલ્યુમિનિયમના વાસણ :- કદાચ તમે જાણતા હશો અને જો તમને ખબર ન હોય તો પછી તમારી માહિતી માટે જણાવી દઈકે ઘણા નિષ્ણાતો માને છે કે આયુર્વેદ પ્રમાણે તેમા ખોરાક ન ખાવો જોઈએ. એવુ કહેવામા આવે છે કે એલ્યુમિનિયમના વાસણોમા ખોરાક ખાવાથી શરીરના હાડકા ધીરે ધીરે નબળા થવા લાગે છે અને પાચનતંત્ર પર પણ તેની ખરાબ અસર પડે છે. તેથી તમારે પણ આ ખાસ વસ્તુનુ ધ્યાન રાખવુ જ જોઇએ.

૩) લોખંડ અને સ્ટીલના વાસણો :– લગભગ દરેક સ્ત્રી જાણે છે કે લોખંડના વાસણમા રસોઈ અને ખાવાથી આયર્નની ઉણપ શરીરમાંથી સરળતાથી દૂર થઈ શકે છે. તેમા તૈયાર કરેલા ખોરાક ખાવાથી શરીરની શક્તિ પણ સારી રહે છે. જો કે માછલી, એસિડક ભોજન વગેરે જેવી વાનગીઓ લોખંડના વાસણમા લેવાનુ ટાળવી જોઈએ. એ જ રીતે સ્ટીલની ધાતુના વાસણોમા ખાવાથી શરીરને નુકસાન થતુ નથી.

૪) તાબાના વાસણ :- શરૂઆતમા મે તમારી સાથે માહિતી શેર કરી કે સવારે તાંબાના વાસણમાં પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. એવુ કહેવામા આવે છે કે પેટના ગેસની સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે. તેમા પાણી પીવાથી યાદશક્તિ શક્તિ વધે છે અને લીવરની સમસ્યા પણ દૂર થાય છે. ઘણા લોકો સવારે તુલસીના પાન ઉમેરીને પાણીનો વપરાશ પણ કરે છે.

૫) માટીના વાસણો :- માટીમાંથી તૈયાર કરેલુ વાસણ સૌથી સલામત અને આરોગ્યપ્રદ માનવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે તેમા ખોરાક બનાવી તેમા ખાવાથી શરીરને એક ટકા પણ નુકસાન થતુ નથી. જો કે તેનો ઉપયોગ શહેરોમા ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ આજે પણ નાના ગામડાઓ અને આદિવાસી વિસ્તારોમા ઘણા લોકો માટીના વાસણમા ખોરાક તૈયાર કરે છે અને ખાય છે. તેમ છતા તેમા ખોરાક બનાવવામા સમય લાગે છે, પરંતુ પૌષ્ટિકતાની દ્રષ્ટિએ ઉત્તમ છે.

૬) સોના અને ચાંદીના વાસણો :- આ કિંમતી ધાતુ હોવાને કારણે બહુ ઓછા લોકો તેનો ઉપયોગ કરે છે. પરંતુ એવુ કહેવામા આવે છે કે સોનાના વાસણમા ખાવાથી શરીર સખત અને મજબૂત બને છે. ચાંદીના વાસણમા ખાવાથી શરીરમા ઠંડક પણ આવે છે અને મન તીવ્ર બને છે. પિત્તળના વાસણમા ખાવાનુ પણ યોગ્ય માનવામા આવે છે.

Leave a Reply

Your email address will not be published.