જયા બચ્ચન સફળ અભિનેત્રી હતા છતાં ફિલ્મોમાં નસીબ અજમાવતા આ છોકરા સાથે કરી બેઠા પ્રેમ…

Bollywood

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ના 3 જૂન 1973ના રોજ લગ્ન થયા હતા. તેમના લગ્ન પાછળ પણ રસપ્રદ કહાની છે. જાણો તેમની લવસ્ટોરી વિશેની ખાસ વાતો. લગ્નના થયા 48 વર્ષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવર કપલને ‘પહેલી નજરનો પ્રેમ’ થયો હતો. એ જયા જ હતી જેને ‘ગુડ્ડી’ના સેટ પર બિગ બી ને જોતા જ તેમને એક અલગ જ પ્રકારનું આકર્ષણ થઈ ગયું હતું. આ જયા બચ્ચન માટે પ્રથમ નજરનો પ્રેમ હતો જેમને અમિતાભ બચ્ચનને સુપર સ્ટાર બનતા પહેલા જોયા હતા. તે એક નજરની શૂટિંગ દરમિયાન બચ્ચનના પ્રેમમાં પડી ગઈ.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના 3 જૂન 1973ના રોજ લગ્ન થયા હતા. તેમના લગ્ન પાછળ પણ રસપ્રદ કહાની છે. જાણો તેમની લવસ્ટોરી વિશેની ખાસ વાતો. લગ્નના થયા 48 વર્ષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવર કપલને ‘પહેલી નજરનો પ્રેમ’ થયો હતો.

જયા બચ્ચનને જણાવ્યું હતું કે મને તેમની સાથે ગુડ્ડી સેટ પર મળાવવામાં આવી હતી. હું એમના પ્રભાવિત હતી પરંતુ થોડી અસમંજસમાં હતી કેમકે તેઓ હરીવંશરાયના પુત્ર હતા. મને લાગ્યું કે તે અલગ છે જો કે મેં એવું કહ્યું તો લોકો મારા પર હસવા લાગ્યા. મે મારી ભાવનાઓને વ્યક્ત કરતા કહ્યું કે તે ખૂબ આગળ વધશે. હું જાણતી હતી કે તે સામન્ય સ્ટીરિયોટાઈપ નાયક ન હતા મને તેમનાથી ખૂબ ઝડપથી પ્રેમ થઈ ગયો હતો.

જયા બચ્ચન સાથે લગ્ન સમયને યાદ કરતા અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર લખ્યું કે, ‘હું એજ સોસાયટીના 7માં માર્ગ પર ભાડાના મકાનમાં રહેતો હતો. અમારા લગ્ન નક્કી થઈ ગયા હતા. કોઈ મોટું ફંગ્સન કરવાનું ન હતું. બસ બે પરિવાર અને થઈ ગયું. જંજીરની સફળતાની સાથે અમારા બધાનું આયોજન હતું કે જો આ સારુ રહ્યું તો આપડે અને આપડા મિત્રો ‘લંડન’ રજાઓ મનાવા જઈશું.

પોતાની જંજીર ફિલ્મની સફળતા પછી અમિતાભ પોતાના કેટલાક મિત્રો અને જયા બચ્ચનને લઈને વિદેશ ફરવા જવા ઈચ્છતા હતા. આ વાતની પરવાનગી તેમને પોતાના પિતા હરિવંશ રાય બચ્ચ પાસે માગી ત્યારે તેમને કહ્યું કે, જો તેઓ જયાને વિદેશ ફરવા લઈ જવા ઈચ્છે છે તો જયા સાથે લગ્ન કરવા પડશે. લગ્ન કર્યા બાદ જ અમિતાભ જયાને લઈને વિદેશ ફરવા જઈ શકશે. આજ કારણે અમિતાભે જયા સાથે પહેલાં લગ્ન કરવા પડ્યાં. ત્યાર બાદ બન્નેને સાથે વિદેશ ફરવા જવાની પરિવાર તરફથી પરવાનગી મળી હતી.

લગ્ન પછી જયા બચ્ચને થોડા વર્ષો કામ કર્યું અને પછી પોતાના પરિવારની સાળસંભાળ માટે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું. અમિતાભ બચ્ચને જણાવ્યું કે, ‘દરેક લગ્ન અને ચેલેન્જ છે અને તે આમાંથી અલગ ન હતી. જયા વિશે એક એવી વાત જે મન ખૂબ સારી લાગે છે. તે વાત એ છે કે, તેને ફિલ્મોને નહીં, ઘરને પ્રાથમિકતા આપી અને આ તેનો પોતાનો જ નિર્ણય હતો’.

જયા બચ્ચનને અમિતાભ બચ્ચન અંગે ચાલતી લવ અફેર્સની અફવા વીશે પૂછવામાં આવ્યું. તો તેમને કહ્યું, ‘મને મારા પર પૂરો ભરોસો છે અને હું આ સદયોગને જાણું છું તેમને જે પણ કંઈ કર્યું છે તેને લઈને મને ક્યારે પણ અસુરક્ષિત લાગ્યું નથી’

જયા બચ્ચનની સાથે પોતાના વૈવાહીક જીવન અંગે અમિતાબ બચ્ચને કહ્યું. ‘ કોઈ પણ લગ્ન જીવનમાં ઉતાર-ચડાવ રહે છે. જયા એક દમ નિખાલસ અને સિધી છે. જ્યારે હું એકલો રહેવા માંગુ છું ત્યારેં તે મને એકલો મુકી દે છે’.

બિગ બી અને જયાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જે બ્લોકબાસ્ટર રહી છે જેવી કે ‘બંસી બિરજૂ’, ‘ગુડ્ડી’, ‘એક નજર’, ‘જંજીર’, ‘અભિમાન’, ‘ચુપકે ચુપકે’, ‘શોલે’, ‘સિલસિલા’ અને ‘કભી ખુશી કભી ગમ’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *