ટુ વ્હીલર પર આગળ પત્ની અને પાછળ 37 ખુરશીઓ સાથેનો ફોટો જોઈને આનંદ મહિન્દ્રા બોલ્યા…

News

મહિન્દ્રા ગ્રૃપના ચેરમેન આનંદ મહિન્દ્રા હંમેશાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેઓ ફોટો કે વીડિયો અવારનવાર શેર કરતા રહે છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો કે ફોટો લાઇમલાઇટ બની જાય છે. હાલમાં જ આનંદ મહિન્દ્રાએ એક રસપ્રદ ટ્વીટ કરી છે. તેમણે ટ્વીટર પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં એક મોપેડ પર એક પુરુષ લગભગ 37 ખુરશીઓ, ઘણી બધી સાદડીઓ અને તેના પર પોતાની પત્નીને બેસાડીને લઈ જતો દેખાઈ રહ્યો છે.

આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલો ફોટો હંમેશાંની જેમ વાયરલ થઈ ગયો છે. લોકો આ ટ્વીટ પર ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ફોટો સાથે તેમણે કેપ્શનમાં લખ્યું કે ‘હવે તમે સમજી શકશો કે આખરે દુનિયામાં સૌથી વધુ ટૂ વ્હીલ વાહન કેમ બને છે. આપણે વ્હીલના પ્રતિ વર્ગ ઇંચ પર સૌથી વધારે કાર્ગો કેરી કરવાનું જાણીએ છીએ.. આપણે એવા જ છીએ. આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું કે ‘તેણે બંને ખુરશીઓ ઉપરનો હિસ્સો ખાલી કેમ છોડ્યો છે?

તો અન્ય એક યુઝરે પરેડ દરમિયાન બાઇક પર હેરતઅંગેજ કારનામાં કરી દેખાડનારા જવાનોની તસવીર શેર કરતા લખ્યું કે આ સુંદરતા કે અતુલ્ય ભારતનું ટેલેન્ટ છે સર..’ આનંદ મહિન્દ્રાએ હેરતઅંગેજ કારનામાં કરતા સૈનિકોનો ફોટો પોસ્ટ કરનારા યૂઝરની ટ્વીટને રીટ્વીટ કરી છે. તેની સાથે જ તેમણે વધુ એક ટ્વીટને રીટ્વીટ કરી છે. આ ટ્વીટમાં એક ટ્વીટર યુઝરે લખ્યું છે કે તે પ્રેમ પણ કેરી કરે છે. અન્ય એક યુઝરે લખ્યું કે જુગાડ બુદ્ધિનો કમાલ છે. તો એક યુઝરે મીમ શેર કરતા લખ્યું કે ભાઈ શું કરી રહ્યો છે તું?

એક યુઝરે લખ્યું કે આપણે ભારતીય જાણીએ છીએ કે કઈ રીતે દરેક પરિસ્થિતિમાં બેલેન્સ કરવાનું છે, હું ભારતીય હોવા પર ગર્વ અનુભવું છું. આનંદ મહિન્દ્રા રસપ્રદ ટ્વીટ કરવા માટે જાણીતા છે. તેમને ટ્વીટર પર લગભગ 90 લાખ લોકો ફોલો કરે છે જ્યોરે તેઓ 272 લોકોને ફોલો કરે છે.

Leave a Reply

Your email address will not be published.