5 હજાર કરોડના આલિશાન ઘરમાં રહે છે દેવામાં ડુબેલા અનિલ અંબાણી, 60 લાખ આવે છે લાઈટબિલ…

Bollywood

અનિલ અંબાણી પર હાલમાં કરોડો રૂપિયાનું દેવું છે અને તેની સામે લંડનની અદાલતમાં કેસ ચાલી રહ્યો છે. અનિલ અંબાણીએ ઘણી ચીની બેંકમાંથી લોન લીધી હતી અને હવે તે આ લોન ભરપાઈ કરવામાં અસમર્થ છે. એક અહેવાલ મુજબ, ચીનની એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ બેન્ક અને ચાઇના ડેવલપમેન્ટ બેન્ક અનિલ અંબાણીનું લગભગ 716 મિલિયન એટલે કે આશરે 5,276 કરોડનું દેવું બાકી છે અને આ દેવાના લીધે જ બેંકોની આ ફરિયાદ દ્દાખલ કરવામાં આવી છે.

લંડન કોર્ટે તેમને લોન ચુકવવા જૂન સુધીનો સમય આપ્યો હતો. પરંતુ તેઓ આ ચુકવણુ કરવામાં નિષ્ફળ ગયા છે. તેઓએ કોર્ટને કહ્યું છે કે તેમની પાસે કંઈ બચ્યું નથી અને તેઓ ઘરેણાં વેચીને વકીલોની ફી ચૂકવી રહ્યા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે અનિલ અંબાણી જે ઘરમાં રહે છે તેની કિંમત 5 હજાર કરોડથી વધુ છે. હા, તેમના ઘરની કિંમત તેમના પરના દેવાથી વધારે છે.

અનિલ અંબાણીનું આ ઘર મુંબઇમાં છે અને આ મકાનમાં ફક્ત ચાર લોકો રહે છે. જે અનિલ, ટીના મુનિમ, તેમના બે સંતાનો અનમોલ અને અંશુલ અંબાણી છે.

ધીરૂભાઇ અંબાણી ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીએ આ મકાન ખૂબ જ શાનદાર રીતે બનાવ્યું છે. 2018 માં, નાણાકીય સેવા આપતી કંપની આઇઆઇએફએલએ તેના ઘરને ભારતના સૌથી મોંઘા મકાનોની લિસ્ટમાં બીજા ક્રમે મૂક્યું હતું. જ્યારે તેમના ભાઇ મુકેશ અંબાણીના ઘરને આ યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે.

અનિલ અંબાણીના આ મકાનમાં જે સજાવટના શોપીસ મૂકવામાં આવ્યા છે તેની કિંમત પણ કરોડોમાં છે. તેણે વિદેશથી સ્પે. ઈન્ટીરીયર ડિઝાઇનર બોલાવીને તેની પાસે પોતાનું ઘર શણગાર્યું છે.

તેણે મુંબઈના પાલી હિલ વિસ્તારમાં પોતાનો બંગલો બનાવ્યો છે. અનિલ અંબાણીનું ઘર 1600 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે અને આ મકાનમાં જીમ, સ્વિમિંગ પૂલ સહિતની ઘણી સુવિધાઓ છે.

તેણે પોતાના ઘરની છત પર હેલિપેડ પણ બનાવ્યું છે. એવું કહેવામાં આવે છે કે તે આ ઘરને ઉચું બનાવવા માંગતો હતો. પરંતુ તેઓને વધારે ઉચાઈ સુધી બાંધકામ કરવા માટે અધિકારીઓની મંજૂરી મળી નહતી.

તેના મકાનમાં ઘણા બધા હોલ છે અને તે ખૂબ જ સુંદર રીતે સજ્જ છે. અનિલ અંબાણીના આ ઘરની જાળવણીનો ખર્ચ પણ ઘણો વધારે છે. આ મકાનમાં તેમની પાસે ડઝનેક સ્ટાફ છે. જેમને દર મહિને લાખ ચૂકવવામાં આવે છે.

કહેવાય છે કે તેના ઘરનું વીજળીનું બિલ 60 લાખ રૂપિયા સુધી આવે છે. જ્યારે તેના ઘરના ખર્ચનો મુદ્દો કોર્ટમાં ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારે તેણે કોર્ટને કહ્યું હતું કે તેની પત્ની તેના ઘરનો ખર્ચ ઉઠાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *