અનુપમા સિરિયલમાં આવશે જબરદસ્ત વળાંક, હવે આગળ શું આવશે ?

News

સ્ટાર પ્લસ પર આવતી અનુપમા સિરિયલમાં એક પછી એક આવતા જોરદાર વળાંકથી દર્શકોનું જબરદસ્ત મનોરંજન થઈ રહ્યું છે. એમા પણ અનુપમાનું એકદમ રણચંડી જેવું સ્વરૂપ જોઈને તો દર્શકો છક થઈ ગયા છે. હવે આગળ શું આવશે તેની આતુરતા દર્શકોમાં વધી ગઈ છે. તાજા એપિસોડમાં જોયું કે વનરાજ ફરીથી ગાયબ થઈ જાય છે અને કાવ્યા તમાશો કરે છે. આ બધામાં અનુપમાએ એકદમ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને કાવ્યાને આડેહાથ લીધી અને ગાયબ થયેલા મિસ્ટર વનરાજ શાહે આખરે લંગ્ન મંડપમાં પાછું ફરવું પડ્યું. હવે આગળ શું…તો તમને જણાવી દઈએ કે હવે એવો વળાંક આવી રહ્યો છે જે તમે વિચાર્યું પણ નહીં હોય.

અનુપમામાં હવે જોવા મળશે કે વનરાજ લગ્નની ના પાડશે જે સાંભળીને કાવ્યાના હોશ ઉડી જશે. કાવ્યા બધાની સામે વનરાજને મારવાની ધમકી આપશે. કાવ્યાની વાત સાંભળીને અનુપમાને ખુબ ગુસ્સો આવશે. અનુપમા કાવ્યાની સાથે સાથે વનરાજને પણ ખુબ સંભળાવશે. અનુપમાનો ગુસ્સો જોઈને ચીજો બદલાઈ જશે અને વનરાજ લગ્ન માટે માની જશે. અનુપમા અને અન્ય ઘરવાળાની સામે વનરાજ અને કાવ્યા તમામ રીતિ રિવાજથી લગ્ન કરી લેશે. લગ્ન પતી જાય ત્યારબાદ વનરાજના પિતાની પણ રિસોર્ટમાં એન્ટ્રી થઈ જશે. વનરાજ કાવ્યાને છોડી બાપૂજીના આશીર્વાદ લેવા દોડશે, પરંતુ બાપૂજી કહેશે કે તેણે કાવ્યા સાથે લગ્ન કર્યા છે આથી તેણે કાવ્યાને એકલી ન મૂકવી જોઈએ.

આ બાજુ હજુ કાવ્યા અનુપમાને હેરાન કરવાનું છોડતી નથી. લગ્ન બાદ તે પોતાના અસલ સ્વભાવમાં આવી જાય છે અને ટોણો મારતા અનુપમાને પોતાનું મંગળસૂત્ર બતાવશે પણ અનુપમા પણ તેને જડબાતોડ જવાબ આપશે અને કહેશે કે તેણે છોડ્યું એટલે તે મંગળસૂત્ર પહેરી શકી. અનુપમાની વાતો સાંભળીને કાવ્યાના ચહેરાનું નૂર ઉડી જશે.

આ બધા વચ્ચે કાવ્યાના ગૃહ પ્રવેશની તૈયારી થશે. બા આરતી ઉતારવાની ના પાડી દેશે. બા સાથે આખો પરિવાર ઘર છોડીને બહાર જતો રહેશે. આ બધુ જોઈને કાવ્યાને પરસેવો છૂટી જશે. બા કાવ્યાને કહેશે કે અનુપમા હંમેશા તેની પુત્રવધુ રહેશે અને તેની જગ્યા કોઈ લઈ શકશે નહીં. વનરાજનો પરિવાર કાવ્યા સાથે રહેવા તૈયાર થતો નથી.

આ બધામાં હવે થશે શું? પરિવાર કાવ્યા સાથે રહેવા તૈયાર નથી તો શું કરશે વનરાજ અને કાવ્યા? કાવ્યા હવે પરિવારથી વનરાજને અલગ પાડવા માટે કઈ નવી ચાલ ચલશે? આ માટે તો તમારે અનુપમા સિરિયલ જોવી પડશે.

સિરિયલમાં અનુપમાના પાત્રમાં રૂપાલી ગાંગુલીએ મેદાન માર્યું છે. તો કાવ્યા તરીકે મદલસા શર્મા પણ કઈ કમ નથી. કલાકારોના અદભૂત અભિનયથી દર્શકોને હંમેશા નવા એપિસોડની આતુરતા રહે છે. સિરિયલમાં રૂપાલી ગાંગુલી, મદલસા શર્મા, સુધાંશુ પાંડે ઉપરાંત અરવિંદ વૈદ્ય, પારસ કલનાવત, આશિષ મલ્હોત્રા, મુસ્કાન બમને, શેખર શુક્લા, અલ્પના બૂચ નિધિ શાહ વગેરે પણ મહત્વની ભૂમિકામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *