આપણા દેશના યુવાનોમાં ખુબજ પ્રતિભા રહેલી છે. તેમને જો યોગ્ય સાથ અને માર્ગદર્શન મળી રહે તો તે મોટી મોટી ઊંચાઈઓ હાસિલ કરી શકે છે. ત્યારે મુન્દ્રાના આ કિશોરે કમાલ કરી દીધો. ૯ માં ધોરણમાં ભણતા આ કિશોરે ભાવનગર માંથી એવી બાઈક બનાવી દીધી કે આજે સૌ કોઈ વ્યકતિ અચંબિત થઇ જાય છે.
આ કિશોરે એવી બાઈક બનાવી છે કે તમે જેવા કપડાં પહેર્યા હોય રાતે તેનો એવો કલર બની જાય છે.આજે મોટા ભાગના યુવાનો સોસીયલ મીડિયા અને મોબાઈલમાં ગેમ રમવા પાછળ પોતાનો અમૂલ્ય સમય વેડફી દે છે. મુન્દ્રાના આ કિશોરનું નામ પ્રકાશ છે અને બાળપણથી જ તેનામાં કઈ નવું કરવાની ધગશ હતી.
માટે પ્રકાશ બાળપણથી જ અવનવા પ્રયોગો કરતા રહેતો હતો.ત્યારે પ્રકાશે પોતાની કોઢા સુજથી એક અનોખી બાઈક બનાવવાનું નક્કી કર્યું અને તેને તેની માટે અલગ અલગ ભંગારની દુકાનો માંથી. પોતાની બાઈક માટે ભંગાર ભેગા કર્યા.
અને તેનાથી પોતાની કોઠા સુજ વાપરીને પોતાનું અલગ અને અનોખી બાઈક બનાવી. આ બાઈકની બેટરીને એકવાર ચાર્જ કર્યા પછી તે ૫૦ કિલોમીટર સુધી ચાલે છે. પ્રકાશે આ બાઈકની બોડી પર પણ અનોખું કામ કર્યું છે.
જેમાં રાતના સમયે બાઈક એ કલરની બની જાય છે કે જે કલરના આપણે કપડાં પહેર્યા હોય. પ્રકાશની શાળાના શિક્ષકોએ મીડિયા સમક્ષ આની માહિતી આપી હતી. આજે આ ૧૪ વર્ષના છોકરાની શોધ જોઈને મોટા મોટા લોકો પણ મોઢામાં આંગળા નાખી દે છે.