જેકી શ્રોફની પત્નીનું 17 વર્ષ નાના આ હેન્ડસમ અભિનેતા સાથે હતું લફરું, જેકીએ લફરું ખતમ કરવા માટે આપ્યા પૈસા…

Bollywood

જેકી શ્રોફ 64 વર્ષનો થયો છે પરંતુ આજે પણ તેની ફિટનેસ યથાવત છે. જેકીએ આમ તો ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1982થી સ્વામી દાદા ફિલ્મથી કરી હતી. પરંતુ લીડ અભિનેતા તરીકે જેકીએ હીરો ફિલ્મ કરી. પહેલી જ ફિલ્મે જેકીને રાતો રાત સ્ટાર બનાવી દીધો. અત્રે જણાવવાનું કે ફિલ્મોમાં કામ કરતા પહેલા જેકી એક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો.

ફિલ્મોમાં નામના મેળવી રહેલા જેકીને પહેલી નજરમાં જ આયેશા શ્રોફ સાથે પ્રેમ થઈ ગયો હતો. જેકીએ પહેલીવાર આયેશાને જોઈ ત્યારે તે 13 વર્ષની હતી. જેકીને આયેશા ખુબ જ ગમી ગઈ હતી પરંતુ તે ત્યારે ખુબ નાની હતી. પરંતુ ફરીથી બંનેની મુલાકાત એક રેકોર્ડિંગ દુકાન પર થઈ જ્યાં જેકીએ આયેશાને ખરીદીમાં મદદ કરી હતી.

જેકી આયેશાને ખુબ જ પ્રેમ કરતો હતો. ટોપ એક્ટર હોવા છતાં જેકીએ ક્યારેય આયેશાને દગો કર્યો નહીં અને તેના બર્થડેના દિવસે જ વર્ષ 1987માં લગ્ન કર્યા. આ કપલના બે બાળકો ટાઈગર અને કૃષ્ણા છે. ટાઈગર હાલ ફિલ્મોમાં અત્યંત સફળ અભિનેતા છે જ્યારે કૃષ્ણા સોશિયલ મીડિયા સેન્સેશન છે.

જેકીનો અઢળક પ્રેમ છતાં પત્ની આયેશાએ તેને દગો કર્યો જો કે જેકીએ તે સમયે પણ તેનો સાથ છોડ્યો નહીં. આયેશાનું તેના કરતા 17 વર્ષ નાના અભિનેતા સાહિલ ખાન સાથે અફેર થયું. આયેશાએ 2009માં ટ્રેનર સાહિલ સાથે પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું. સાહિત ખાનને જો કે દરેક ફિટનેસ પ્રેમી ઓળખતા જ હોય.

આયેશા અને સાહિલ હોટલ, પાર્ટી, રેસ્ટોરામાં સાથે જોવા મળતા હતા, તે સમયે મીડિયામાં ખુબ ચર્ચા પણ રહેતી હતી. સાહિત અને આયેશાના સંબંધે ત્યારે તૂલ પકડ્યું જ્યારે બંને વચ્ચેનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો અને જેકીએ વચ્ચે પડવું પડ્યું. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જેકીએ સાહિલને કેસ ખતમ કરવા માટે સમજાવ્યો અને પૈસા પણ આપ્યા. આયેશાના પુત્ર ટાઈગરને સાહિલે જ ફિટનેસ ટ્રેનિંગ આપી હતી.

એવું પણ કહેવાય છે કે સાહિલ ખાન જેકી શ્રોફની પત્નીને બ્લેકમેલ કરતો હતો અને આયેશા અને સાહિલના અંગત પળના ફોટો દેખાડીને સાહિલ ખાને આયેશા પાસેથી રૂપિયા પડાવતો હતો અને જયારે આ વાત જાહેર થઇ ગઈ ત્યારે આયેશાએ રૂપિયા આપવાનો ઇન્કાર કર્યો અને મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.