મૂળ ગુજરાતની આ અભિનેત્રીએ કર્યા UP ના એક મોટા નેતાના દીકરા સાથે લગ્ન, જીવે છે વૈભવી જીવન

Bollywood

બોલિવૂડમાં કેટલીક અભિનેત્રીઓ એવી રહી છે કે જેઓએ તેમની પહેલી ફિલ્મથી દર્શકોને દિવાના બનાવ્યા હોય. નામ અને ખ્યાતિ તેમ જ સ્ટારડમ બધુ ખુબજ ઝડપથી મળ્યું હોય અને પછી તે સ્ટારડમ ઝડપથી ખોવાઈ પણ ગયું હોય અને ગુમનામ જીંદગી જીવી રહી હોય . આ અભિનેત્રીઓમાંની એક છે આયશા ટાકિયા.

હા, તે જ આયશા ટાકિયા જેમને તેની પહેલી ફિલ્મ તારઝાન: ધ વન્ડર કારમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ પછી, આયેશાએ ‘ડોર’, ‘નો સ્મોકિંગ’ અને ‘વોન્ટેડ’ જેવી ફિલ્મોથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી હતી.

આયેશાને હજી પણ સલમાન ખાનની હિરોઇન તરીકે યાદ કરવામાં આવે છે. સલમાન ખાનની આ હિરોઇન આયેશા ટાકિયા 35 વર્ષની થઈ ગઈ છે. આયેશાનો જન્મદિવસ 10 એપ્રિલના રોજ હોય છે.

10 એપ્રિલ 1986 માં મુંબઇમાં જન્મેલી આયેશાએ ફક્ત 4 વર્ષની વયથી જ અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. એક એડવર્ટાઇઝમેન્ટમાં આવ્યા પછી આયેશા ‘કોમ્પ્લેન ગર્લ’ તરીકે જાણીતી હતી.

2004 માં, આયેશાએ ફિલ્મ ‘ટારઝન: ધ વન્ડર કાર’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. પરંતુ અફસોસ 7 વર્ષ પછી જ આયેશાએ ફિલ્મ જગતને અલવિદા કહી દીધી હતી. આયેશાની છેલ્લી ફિલ્મ મોડ હતી જે 2011 માં રિલીઝ થઈ હતી.

ફક્ત 23 વર્ષની ઉંમરે આયેશાએ લગ્ન કરીને ગૃહિણી બનવાનો નિર્ણય લીધો હતો. આયેશાની સુપરહિટ ફિલ્મ ‘વોન્ટેડ’ પણ રિલીઝ નહોતી થઈ એ પહેલા જ આયેશાએ ઉદ્યોગપતિ ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા છે.

આયેશા હવે ફિલ્મ્સથી દૂર છે પરંતુ ખૂબ જ વૈભવી જીવન જીવી રહી છે.

આયેશાના પતિ એક જાણીતા હોટેલિયર છે. ફરહાન આઝમીની દિલ્હી, મુંબઇ અને ગોવા સહિત ભારત ભરમાં ઘણી રેસ્ટરન્ટ છે. આયેશાના સસરા અબુ આઝમી સમાજવાદી પાર્ટીના જાણીતા નેતા છે.

આયેશા હવે તેના પરિવારમાં વ્યસ્ત છે. તેઓને માઇકલ આઝમી નામનો સાત વર્ષનો પુત્ર છે. બોલિવૂડના ક્યુસ્ટ સ્ટાર કિડ્સમાં માઇકલનું નામ શામેલ છે.

આયેશા હંમેશાં તેનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના પુત્રની તસવીરો શેર કરતી હોય છે.

લુકના મામલે, માઇકલ સંપૂર્ણપણે તેની માતા આયેશા પર ગયો છે. માઇકલ એકદમ ક્યૂટ લાગે છે.

આયેશા અને ફરહાનના મુંબઇમાં લક્ઝુરિયસ ઘર છે. જેમાં તમામ પ્રકારની લક્ઝરી સુવિધાઓ છે.

આયેશાના ઘરે એક મોટો બગીચો અને આઉટડોર સ્વિમિંગ પૂલ પણ છે. આ તસવીરમાં તમે માઇકલ પૂલની બાજુમાં બેસીને રમતા જોઈ શકો છો.

તે બધા જાણે છે કે આયેશા પ્રાણી પ્રેમી છે, અને જંગલ જીવન સુરક્ષાને ટેકો આપે છે. આયેશા તેના ઘરે બે કૂતરા પણ રાખે છે.

પાછલા વર્ષોમાં આયેશાના લુકમાં ઘણો બદલાવ આવ્યો છે. તેનું કારણ પ્લાસ્ટિક સર્જરી છે. જે તેણે તેની સુંદરતા વધારવા માટે કરી હતી.

જો કે આયેશાની પ્લાસ્ટિક સર્જરી એક આપત્તિ સાબિત થઈ હતી. ઘણા સમયથી આયેશાને પણ ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.