હાલમાં જ આપણા દેશના સહુથી વધુ પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણી ના ધરે યોજાય ગયેલા લગ્નની વાતો ખુબજ ચર્ચામાં હતી, ત્યારે જ એક બીજા લગ્ન યોજાયા હતા પણ તે લગ્નની ચર્ચા ક્યાંય પણ કરવામાં નહોતી આવી અને આ વાત એજ લગ્નની છે.
ભારતની જ એક મલ્ટીનેશનલ કંમ્પની વિપ્રોના માલિક અઝીમ પ્રેમજી અને તેના દિકરાના લગ્ન હમણાં થોડા સમય પહેલા જ યોજાય ગયા અને અને આ લગ્ન ખુબજ અલગ રીતે કરવામાં આવ્યા હતા, પણ આ લગ્નની ચર્ચા ખુબજ ઓછી થઈ હતી કારણે કે આ લગ્નમાં અંબાણી જેટલો ખર્ચ નહોતો કરવામાં આવ્યો. આ લગ્ન એકદમ સામાન્ય પણ ન હતા.
સહુથી પહેલા જાણીએ કે આ અઝીમ પ્રેમજી કોણ છે ?
અઝીમ પ્રેમજી એ વ્યક્તિ છે જેના દાદાને પાકિસ્તાન સરકારે તેમને ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે તેઓ પાકિસ્તાનમાં રહે એ માટે હોમ મિનિસ્ટર બનાવવા માટેની ઓફર આપી હતી અને દેશપ્રેમ માટે તેમણે એ ઓફર સ્વીકારી ન હતી, અઝીમ પ્રેમજી એ વ્યક્તિ છે જેની પાસે આખી દુનિયાના મુસ્લિમ લોકોમાં સહુથી વધારે પૈસા છે, સાઉદી અરબના બાદશાહ બાદ તેઓ દુનિયાના બીજા નંબરના સહુથી અમીર મુસ્લિમ વ્યક્તિ છે.
અઝીમ પ્રેમજીની મિલકતની ૧૫.૬ અરબ ડોલરની છે અને તેઓ એ લગભગ ૮ અરબ ડોલર દાન કરી દીધી છે, અઝીમ પ્રેમજી એ વ્યક્તિ છે જેણે થોડા સમય પહેલા અરબ દેશો દ્વારા આપવામાં આવતો બેસ્ટ મુસ્લિમ બિઝનેસ વ્યક્તિ એવોર્ડ માત્ર એટલા માટે સ્વીકારવાની ના કહેલી કે એ એવોર્ડ બેસ્ટ મુસ્લિમ વ્યક્તિનો હતો, એમનું કહેલું કે તેમને બેસ્ટ ભારતીય વ્યક્તિ કહ્યા હોત તો વધારે સારું લાગત.
અઝીમ પ્રેમજી એ વ્યક્તિ છે કે જેના નામમાં પ્રેમ શબ્દથી મૌલવીઓને તકલીફ થતી હોય છે અને તેઓ નમાજ નથી કરતા એટલે તેમને તકલીફ થાય છે, તેઓ કટ્ટરપંથી નથી એટલે તકલીફ થાય છે, અઝીમ પ્રેમજી મસ્જીદને દાન નથી આપતા એટલે ઘણા મોલવીઓ તેમને વખોડે છે, કારણ કે અઝીમ પ્રેમજી પોતાના નફા માંથી ૧૦% ભાગ શિક્ષણ માટે દાન આપે છે.
ચાલો હવે જાણીએ હાલમાં યોજાયેલા તેમના દિકરાઓના લગ્નની
અઝીમ પ્રેમજી આજે ભારતના બિજા નંબરના પૈસાદાર વ્યક્તિ છે, તેઓ એ તેમના દિકરાના લગ્નમાં ૨૦ કરોડ એટલા માટે ખર્ચ કર્યા કે દુનિયાના જાણીતા લોકો તેમાં ભાગ લઈ શકે અને તેઓ એક ઉમદા કાર્યનો હિસ્સો બની શકે, અઝીમ પ્રેમજી અને તેમના પત્નીએ લગ્નના કાર્ડ પર વિનંતી કરી હતી કે દુલ્હન માટે થોડા પૈસા દાન કરો જેમાંથી છોકરીઓ માટે સ્કુલ બનાવી શકીએ અને જેટલું પૈસા આ લગ્ન દરમિયાન ભેગા થયા એટલા જ પૈસા અઝીમ પ્રેમજીએ તેમાં ભેળવીને લગભગ ૨૫૦ સ્કુલ માટે ફાળવી દીધા, કહેવામાં આવે છે કે આ લગ્ન અને અઝીમ પ્રેમજીએ ભેળવેલી રકમ લગભગ ૪૦૦ કરોડ જેટલા થયા હતા, સહુથી મોટું દાન એ લગ્નમાં HCL કંમ્પનીના માલિક શિવ નાડર તરફથી મળ્યા હતા.
અંબાણીના લગ્નની ચર્ચા તો ખુબજ થઈ પણ શું આ લગ્નની ચર્ચાની જરુર નહોતી ?
આવા મહાન વ્યક્તિને સૌ સૌ સલામ….