વહેલી સવારે ભૂખ્યા પેટે બદામ ખાવી એ ખુબ સારું માનવામાં આવે છે અને તે મગજ ને વધુ ફાયદાકારક છે. બદામ ખાવ થી મગજ વધુ કામ કરે છે અને બદામ વાળ અને ચામડી માટે પણ વધુ સારી હોય છે. લોકો ને એવો ભ્રમ છે કે વધુ બદામ ખાવાથી નુકશાન થાય છે. રોજ સવારે પલાળેલી 4 બદામ ખાવાથી યાદ શક્તિ વધે છે અને કહેવામાં આવે છે કે બદામ ઠંડી હોવાથી તાસીર પણ ઠંડી રહે છે એટલે બદામ ઉનાળામા પણ ખાઈ શકીએ છીએ. આપણા શરીર ને વધુ પોટેશિયમ ની જરૂર હોય છે અને બદામ મા પોટેશિયમ નુ પ્રમાણ વધારે પડતું હોય છે.બદામ નુ સેવન કરવાથી શરીરમા લોહીનુ પરિભ્રમણ બરાબર થાય છે,કબજિયાત ની સમસ્યા પણ દુર થાય છે અને રોજ સવારમા ૪ બદામ ખાઈ ને કસરત કરવા થી પેટની સમસ્યા નુ નિરાકરણ આવે છે.

બદામ ખાવાના ફાયદા :- બદામ મા પ્રોટીન અને ફાઈબર ની માત્રા વધુ હોય છે. આમા વિટામીન E ની માત્રા વધુ હોવાથી લીવરના કેન્સર સામે લડવામા મદદગાર સાબીત થાય છે. સાથે સાથે આંખ અને હદય ને લાગતી બીમારીને અટકાવે છે એટલું જ નહિ બદામ ખાવા થી શરીર ને ઘણા બધા પ્રકાર ના ફાયદા થાય છે.તો ચાલો આપણે જાણીએ કે બદામ થી થતા ફાયદા વિશે ની જાણકારી .
૧) કોલેસ્ટેરોલ ની માત્રા જાળવી રાખે છે :- કોલેસ્ટેરોલ શરીર માટે ફાયદાકારક હોય છે ,પરંતુ એની માત્રા વધી જાય તો શરીરમા ઘણી પ્રકાર ની સમસ્યા ઉભી થાય છે. બદામ મા રહેલા પોષક તત્વ શરીર મા રહેલા કોલેસ્ટ્રોલ ની માત્રા ને જાળવી રાખે છે.

૨) વાળ માટે મદદ રૂપ :- વાળ ને જડપી ઉગાડવા માટે બદામ નુ રોજ સેવેન કરો ,ખરતા વાળની સાથે સાથે વાળ ને મજબુત પણ બનાવે છે. બદામ ખાવાથી વાળ જલદી સફેદ થતા નથી .
૩) હદય ને મજબુત બનાવે છે :- બદામ હદય માટે ખુબજ સારી હોય છે.એક સંશોધન મા એવુ જાણવા મળ્યું છે કે બદામ નુ સેવન કરનાર વ્યક્તિ ને હાર્ટેએટેક આવાની સંભાવના ૫૦ % કરતા પણ ઓછી થઈ જાય છે.
૪) બ્લડ પ્રેશરમા સુધારો :- બદામમા વધારે પડતું પોટેશિયમ અને સોડીયમ ની માત્રા હોય છે. આનાથી શરીરમા લોહીનું પરીભ્રમણ બરોબર થતુ રહે છે. લોહીનું પરિભ્રમણબરોબર થવાથી શરીરમા બધી જ જગ્યાએ ઓક્સિજન પુરતી માત્રા મા મળી રહે છે.

૫) વજન કાબુ મા રાખે છે :- રોજ સવારે પલાળેલી બદામ ખાવાથી વજન ઝડપથી ઘટે છે. તેમાં રહેલા વિટામીન ને લીધે પેટ ભરેલું હોય તેવું લાગે છે જેને કારણે વારંવાર ખાવાની ટેવ જતી રહે છે ને જડપથી વજન ઘટે છે.
૬) કબીજીયાત થી બચાવે છે :- કબજીયાત થી બચવા માટે રોજ સવારે ૪ થી ૫ બદામ ખાવાથી કબજીયાત દુર થાય છે