શા માટે ભગવાન પરશુરામે એક-બે વખત નહિ પણ કુલ 21 વખત કર્યો હતો ક્ષત્રિયોનો નાશ, જાણો તેનું કારણ…

Dharma

આ વર્ષે પરશુરામ જયંતી 14 મે શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે વૈશાખ મહિનાના સુદ પખવાડિયાની ત્રીજની તિથી એટલે કે અખાત્રીજ (અક્ષય તૃતીયા) ના દિવસે પરશુરામ જયંતી ઘણી ધામ ધૂમ સાથે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતા મુજબ, ભગવાન પરશુરામ જગતના પાલનહર વિષ્ણુજીના અવતાર છે. આ દિવસે વિધિ પૂર્વક ભગવાન પરશુરામજીની પૂજા કરવામાં આવે છે.

પૌરાણીક કથા મુજબ, ભગવાન પરશુરામે 21 વખત પૃથ્વી ઉપરથી ક્ષત્રિયોનો નાશ કરી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી હતી. આવો જાણીએ તેમણે એવું કેમ કર્યું હતું? તેની પાછળનું કારણ શું હતું?

બ્રાહ્મણ કુળમાં થયો જન્મ:- ભગવાન પરશુરામ ઋષિ જમદગ્નિ અને મારા રેણુકાના પુત્ર હતા. તેમનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો. તેમના જન્મના સમયે આકાશ મંડળમાં છ ગ્રહોનો ઉચ્ચ યોગ બનેલો હતો. ત્યારે તેમના પિતા અને સપ્ત ઋષિમાં શામેલ ઋષિ જમદગ્નિને ખબર પડી ગઈ હતી કે, તેમનું બાળક ઘણું પરાક્રમી હશે.

રાજા સહસ્ત્રાર્જુનનો અત્યા ચાર:- હૈહય વંશના રાજા સહસ્ત્રાર્જુન પોતાના બળ અને ઘમંડને કારણે સતત બ્રાહ્મણો અને ઋષીઓ ઉપર અત્યાચાર કરી રહ્યા હતા. સહસ્ત્રાર્જુન પોતાની સેના સહીત ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ મુનીના આશ્રમમાં પહોંચ્યા. જમદગ્નિ મુનીએ સેનાનું સ્વાગત અને ખાવા પીવાની વ્યવસ્થા પોતાના આશ્રમમાં કરી.

પરશુરામે કર્યો સહસ્ત્રાર્જુનનો અંત:- મુનીએ આશ્રમની ચમત્કારી કામઘેનું ગાયના દૂધથી સમસ્ત સૈનિકોની ભૂખ શાંત કરી. કામઘેનુ ગાયના ચમત્કારથી પ્રભાવિત થઇને તેમના મનમાં લાલચ પેદા થઇ ગઈ. ત્યાર પછી તેમણે જમદગ્નિ મુની પાસેથી કામઘેનુ ગાય બળજબરી પૂર્વક છીનવી લીધી. જયારે આ વાત પરશુરામને ખબર પડી તો તેમણે સહસ્ત્રાર્જુનનો વધ કરી દીધો.

21 વખત કર્યો હતો ધરતી ઉપરથી ક્ષત્રિય વંશનો વિનાશ:- સહસ્ત્રાર્જુનના પુત્રોએ બદલો લેવા માટે પરશુરામના પિતાનો વધ કરી દીધો અને પિતાના વિયોગમાં ભગવાન પરશુરામની માતા ચિતા ઉપર સતી થઇ ગઈ. પિતાના શરીર ઉપર 21 ઘા જોઈને પરશુરામે પ્રતિજ્ઞા કરી કે, તે આ ધરતી ઉપરથી સમસ્ત ક્ષત્રીય વંશોનો સંહાર કરી દેશે. ત્યાર પછી પુરા 21 વખત તેમણે પૃથ્વી ઉપરથી ક્ષત્રિયોનો વિનાશ કરી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી.

પરશુરામ અને ગણપતિ મહારાજ વચ્ચે થયું હતું યુદ્ધ:- ભગવાન પરશુરામને ગુસ્સો પણ ઘણો આવતો હતો. તેમના ગુસ્સાથી ગણપતિ મહારાજ પણ બચી શક્ય ન હતા. એક વખત જયારે પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા માટે કૈલાશ પહોંચ્યા, તો ગણેશજીએ તેમને શિવજીને મળવા ન દીધા. એ વાતથી ગુસ્સે થઈને તેમને પોતાના શસ્ત્રથી ભગવાન ગણેશજીનો એક દાંત તોડી નાખ્યો. એ કારણથી ભગવાન ગણેશજી એકદંત પણ કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published.