આવા લોકોને ગમે એવો ગુનો કર્યો હોય તો પણ નથી આપી શકાતી ફાંસી, ફાંસી આપવાની પણ હોય ચોક્કસ તારીખ અને સમય..

News

કોઈ પણ દેશમાં સૌથી મોટી સજા ફાંસીની છે. કોઈ પણ વ્યક્તિને તેના ગુનાહીત અપરાધ માટે મોતની સજા આપવી સહેલી નથી હોતી. ભારતીય સંવિધાન મુજબ, મોટા ગુનો કરવાની સજા પણ મોટી હોય છે. જો વાત કરીએ 21મી સદીની તો પહેલો અપરાધી, કે જેને ફાંસી સજા થઈ હતી, તે છે ધનંજય ચટર્જી. ધનંજયને 14 ઓગસ્ટ 2004માં ફાંસી આપવામાં આવી હતી. જાણીએ, 1990માં એવો તે કયો ગુનો કર્યો હતો ધનંજય ચટર્જીએ ?

જેટલો મોટો ગુનો એટલી મોટી સજા. એવા જ મોટા ગુનાની સજા મળવાની છે શબનમને. જો કે, આઝાદી બાદ પહેલી વાર મહિલાને થનારી ફાંસીની સજા હાલ પૂરતી ટળી છે. શબનમ આઝાદ ભારતની એવી પહેલી મહિલા ગુનેગાર હશે જેને ફાંસીની સજા આપવામાં આવશે. પ્રેમી સાથે મળીને તેના પરીવારના 7 લોકોની હત્યા કરનારી શબનમનું ડેથ વોરંટ જાહેર નથી થઈ શક્યું.

શબનમને ફાંસીએ લટકાવવા માટેની તારીખની રાહ જોવાઈ રહી છે. રાજ્યાપાલ પાસે ફાંસી રદ કરવાની અરજી દાખલ કર્યા બાદ ડેથ વોરંટ ત્યાં સુધી દાખલ ન થઈ શકે જ્યાં સુધી રાજ્યપાલ તેના પર પોતાનો નિર્ણય ન જાહેર કરે. આ ફાંસીની સજા આપવામાં કેટલો સમય લાગી શકે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. ઘણા અપરાધી એવા છે કે જેમનો ગુનો ગમે તેટલો મોટો કેમ ન હોય પણ છતાં તેમને ફાંસીની સજા નથી આપી શકાતી. ત્યારે કોણ અને કેવા હોય છે તે લોકો, ચાલો જાણીએ…

આવા લોકોને ફાંસી નથી આપી શકાતી.

1. એ વ્યક્તિને ક્યારેય ફાંસી ન આપી શકાય જે કોઈ મોટી બિમારીથી પીડિત હોય, અથવા તો જેની સારવાર ચાલી રહી હોય. જો બિમારી દુર્લભ હોય તો અપરાધીને ફાંસી ન થઈ શકે.

2. સંવિધાન ક્યારેય પણ ગર્ભવતી મહિલાને ફાંસી આપવાની મંજૂરી નહીં આપે. કેમ કે, કોઈ અપરાધી મહિલાની સજા તેના બાળકને ન આપી શકાય.

3. માનસિક રૂપથી બિમાર લોકોને ફાંસી નથી આપી શકાતી. જો તેમના મેડિકલ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ હોય કે આ વ્યક્તિની માનસિક સ્થીતી ઠીક નથી તો તેને ફાંસીની સજા ન આપી શકાય.

4. નાબાલિક અપરાધીને પણ ફાંસીની સજા નથી આપી શકાતી. નાબાલિકને જેલની જગ્યાએ સુધાર ગૃહમાં રાખવામાં આવે છે અથવા તો વધુમાં વધુ આજીવન જેલની સજા મળી શકે છે. બાલિક થઈ ગયા પછી પણ તેના અપરાધની સજા નથી આપી શકાતી.

સંવિધાનના નિયમો અનુસાર ફાંસીની સજા રોકવા માટે એક અન્ય રસ્તો પણ છે. દેશના રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલવામાં આવે છે. જો આ અરજી રાષ્ટ્રપતિ સ્વીકારી લે છે તો અપરાધીને ફાંસીની સજા નથી થતી.

આ રીતે નક્કી થાય છે ફાંસી આપવાનો સમયઃ

સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી અપરાધીને ફાંસી નથી આપી શકાતી. દર મહિને સૂર્યના બદલાવ મુજબ ફાંસીનો સમય નક્કી કરાતો હોય છે.

ભારતમાં મહિના મુજબ ફાંસીનો સમયઃ

1) નવેમ્બરથી ફેબ્રુઆરી – સવારે 8:00 વાગ્યે

2) મેથી ઓગસ્ટ – સવારે 6:00 વાગ્યે

3) માર્ચ, એપ્રિલ, સપ્ટેમ્બર, ઓક્ટોબર- સવારે 7: વાગ્યે

21મી સદીમાં આ લોકોને થઈ હતી ફાંસીઃ

1. દેશમાં છેલ્લે 20 માર્ચ 2020માં અપરાધીઓને ફાંસી આપી હતી. 2012માં થયેલા નિર્ભયા કાંડના 4 અપરાધીઓ અક્ષય, વિનય, પવન અને મૂકેશને 8 વર્ષ બાદ ફાંસીની સજા આપવામાં આવી હતી. જેમને વહેલી સવારે 5:30 વાગ્યે ફાંસી આપવામાં આવી હતી.

2. આ પહેલા 2015માં યાકૂબ મેમનને ફાંસી આપવામાં આવી હતી. યાકૂબ મેમન 1993માં થયેલા મુંબઈ બ્લાસ્ટનો મુખ્ય આરોપી હતો.

3. અફઝલ ગુરુને 2013માં ફાંસી આપવામાં આવી હતી. 2001માં ભારતીય સંસદ પર આતંકવાદી હુમલામાં તે દોષી હતો.

4. 2008માં થયેલા મુંબઈ બ્લાસ્ટ જેને 26/11 બ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેનો અપરાધી અઝમલ કસાબને 4 વર્ષ બાદ 2012માં ફાંસી આપવામાં આવી હતી.

5. 21મી સદીમાં અપરાધી ધનંજય ચટર્જીને પહેલીવાર ફાંસી આપવામાં આવી હતી. ધનંજય 14 ઓગસ્ટ 2004માં ફાંસી આપવામાં આવી હતી. 1990માં 15 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને મર્ડરમાં તે દોષી હતો.

આ પહેલાં પણ એક મહિલાને સંભળાવી હતી ફાંસીની સજાઃ જાણકારી મુજબ, 1980ના દશકમાં પારિવારિક હત્યાના મામલે કોર્ટે એક મહિલા અને તેના સંબંધીને ફાંસીની સજા સંભળાવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તે સજાને આજીવન જેલની સજામાં બદલી હતી.

Leave a Reply

Your email address will not be published.