ભાવનગરમાં અનેક જાતના ગાંઠિયા ઓ મળે છે. અને ભાવનગર ગાંઠિયા માટે ખાસ પ્રખ્યાત છે. તો મેં તેમાંથી ભાવનગરના નાયલોન ગાંઠિયા બનાવ્યા છે. આ ગાંઠીયા બહુ જ ઓછી મહેનતે, અને ફટાફટ બને છે. લોટને ફેટવાનું કે મસળવાનું નથી. માટે જલ્દી બને છે.
સામગ્રી:-
એક બાઉલ તેલ, એક બાઉલ પાણી, બે બાઉલ ભરીને ચણાનો લોટ, અડધી ચમચી અજમો, અડધી ચમચી હિંગ, બે થી ત્રણ પીચ પાપડ ખારો, 1 ચમચી મીઠું સ્વાદ અને જરૂર મુજબ
રીત:-
પહેલા મિક્સર ની મોટી જાર લઈ ને તેમાં પાણી અને તેલ મિક્સ કરી બે મિનિટ ચનૅ કરવું. આમ કરવાથી લીકવીડ બધું દૂધ જેવું, સફેદ અને ઘટ્ટ થઈ જશે.
હવે મિક્સ કરેલા લિક્વિડને ,એક મોટા બાઉલમાં કાઢીને, તેમાં અજમો, હિંગ મીઠું એડ કરીને, હેન્ડવિસ્કરથી. બધું મિક્સ કરી લેવું. અને પછી તેમાં પાપડ ખારો નાખી અને ફરી મિક્ષ કરી લેવું.
આ તૈયાર થયેલા લિક્વિડમાં બધો ચણાનો લોટ એડ કરી દેવો .અને બરાબર હલાવી લેવું. અને જરૂર લાગે તો બીજો અડધો બાઉલ લોટ એડ કરીને બધું બરાબર મિક્સ કરી લેવું.
ગેસ ચાલુ કરીને પેનમાં તેલ ગરમ મૂકવું. અને પછી જે લોટ તૈયાર થયો છે. તે સેવ પાડવાના સંચામાં પસંદગી પ્રમાણેની ગાંઠિયા ની જાળી લઈને, જાળી ફીટ કરીને, તેમાં બધો તૈયાર કરેલો લોટ ભરી લેવો. અને સંચો બંધ કરી દેવો.
પછી તેલ ગરમ થાય એટલે ચેક કરીને, તેમાં સંચાથી ગાંઠીયા પાડવા. અને તળીને ઉપર આવે એટલે white transparent ગાઠીયા દેખાઈ .એટલે પ્લેટમાં કાઢી લેવા. આવી જ રીતે બધા ગાંઠીયા પાડી અને તળી લેવા.
આ ગાઠીયા સફેદ ક્રિસ્પી ટ્રાન્સપેરન્ટ અને અંદરથી સોફટ થશે. આપણા ભાવનગરી નાયલોન ગાઠીયા એટલે કે બારીક અને transparent ગાંઠીયા તૈયાર છે. આ ગાંઠીયા ખાખરા સાથે, થેપલા સાથે, અને મરચા તથા ચા સાથે સરસ લાગે છે. એટલે તેની સાથે સર્વ કરવા.
રેસિપી સૌજન્ય:- જ્યોતિ શાહ