જયારે પણ કોઈ આફત આવવાની હોય ત્યારે આ કુંડમાં વધવા લાગે છે પાણી, વૈજ્ઞાનિકો પણ રહસ્ય જાણવામાં થયા ફેલ..

Dharma

દુનિયામાં આજે પણ કેટલાંય એવા રહસ્યો છે કે જેનું રહસ્ય તો વૈજ્ઞાનિકો પણ આજ દિન સુધી નથી જાણી શક્યા. પ્રકૃતિએ પોતાનામાં હજારો રહસ્યોને સમાવેલ છે. ત્યારે આજે પણ હાલમાં એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં જઇને સામાન્ય માણસ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

ત્યારે આજે અમે એક એવા રહસ્યમયી કુંડને વિશે જણાવીએ છીએ કે જે ભારતમાં જ છે અને આને વિશે એવું કહેવામાં આવે છે કે આ કુંડની ઉંડાઇ આજ દિન સુધી વૈજ્ઞાનિકો પણ નથી માપી શક્યા. આવું જ એક સ્થાન છે મધ્યપ્રદેશનાં સાગર છતરપુર રાષ્ટ્રીય રાજમાર્ગ પર આવેલ ભીમકુંડ. આ કુંડ ખૂબ જ મોટી ગુફાની અંદર આવેલ છે. આ કુંડનાં નામથી જ ખ્યાલ આવી જશે કે આ કુંડનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલી છે.

આ રહસ્યમય કુંડ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના 70 કિલોમીટર દૂર બાજના ગામમાં આવેલ છે. ભીમ કુંડને લઈ એક વાત પ્રચલિત છે કે મહાભારત કાળમાં જ્યારે પાંડવો અજ્ઞાતવાસ પર હતા અને એક જગ્યા પરથી બીજી જગ્યા પર જતા દરમિયાન તેમને ખૂબ જ તરસ લાગી. ઘણી જગ્યાએ શોધ્યુ છતા પાણી ન મળ્યું. છેવટે ભીમે પોતાની ગદા જમીન પર મારી. જેના કારણે મોટો કુંડ બની ગયો. કુંડમાંથી પાણી નીકળ્યુ અને પાંડવોએ પોતાની તરસ છીપાવી. કહેવાય છે કે, 40થી 80 મીટર પહોળો આ કુંડ દેખાવમાં બિલકુલ ગદા જેવો લાગે છે.

આ કુંડ ભલે તમને સાધારણ દેખાય પરંતુ આ કુંડ કંઇ સામાન્ય કુંડ જેવો નથી. તેની ખાસિયત આપને વિચારતા કરી દેશે. આ કુંડ વિશે એવું કહેવાય છે કે જ્યારે પણ એશિયાઇ મહાદ્રીપમાં કોઇ મોટી પ્રાકૃતિક આફત આવવાની હોય તો આ કુંડનું પાણી આપોઆપ વધવા લાગે છે.

તમને જણાવી દઈએ કે, ભીમ કુંડ વિશે કહેવામાં આવે છે કે, આ રહસ્યમય કુંડની ઊંડાઈ શોધવા માટે સ્થાનીક પ્રશાસનથી લઈને વિદેશી વૈજ્ઞાનિકો અને ડિસ્કવરી ચેનલની ટીમ પણ રિસર્ચ કરી ચૂકી છે. પરંતુ તમામને માત્ર નિરાશા જ મળી છે. એકવાર વિદેશી વૈજ્ઞાનિકોએ કુંડની ઊંડાઈની શોધવા માટે 200 મીટર ઊંડે પાણીમાં કેમેરો મોકલ્યો હતો. તો પણ ઊંડાઈની શોધ કરી શક્યા નહીં.

આ પ્રદેશનાં પ્રમુખ તીર્થ સ્થાનોમાં પણ આનો સમાવેશ છે. પુરાણમાં આનો ત્રણ વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આને ‘ભીમકુંડ’, ‘નારદકુંડ’ અને ‘નીલકુંડ’ પણ દર્શાવવામાં આવેલ છે.

આ કુંડને વિશે એમ પણ કહેવામાં આવે છે કે આનું પાણી ગંગાની જેમ બિલકુલ પવિત્ર છે અને તે ક્યારેય ખરાબ પણ નથી થતું. જ્યારે સામાન્યતઃ આપણે જોઇએ છીએ કે જ્યારે કોઇ સ્થિર પાણી હોય તે પાણી ખૂબ લાંબા સમય પછી ખરાબ થઇ જતું હોય છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.