ભૂલથી પણ ન કરતા આ વસ્તુઓનું દાન, નહીં તો થઇ જશો કંગાળ.

હિન્દુ ધર્મગ્રંથમાં દાનથી વધુ કંઈપણ મહત્વનું માનવામાં આવતું નથી. શાસ્ત્રો અનુસાર દાન કરવાથી વ્યક્તિના જીવનમાં કોઈ મુશ્કેલી નથી આવતી અને તેનું જીવન સારી રીતે ચાલે છે. કારણ કે જ્યારે તમે કોઈને દાન આપો છો ત્યારે તે તમને આશીર્વાદ આપે છે તે ખૂબ અસરકારક હોય છે. 

દાન કરવાથી, વ્યક્તિનું જીવન તો ખુશ થાય છે, અને મૃત્યુ પછી પણ તેના માટે સ્વર્ગના દરવાજા ખુલી જાય છે. શાસ્ત્રો અનુસાર, વ્યક્તિએ અમુક વસ્તુનું દાન ક્યારેય ન કરવું જોઈએ કારણ કે જો તે કરે તો તેના જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવવાને બદલે દુખ અને અનેક પ્રકારનું નુકસાન થાય છે. તો ચાલો તમને જણાવીએ કે કઇ વસ્તુઓ છે જેનું દાન કરવાનું હંમેશા ટાળવું જોઈએ.

1) સાવરણી :-

શાસ્ત્રોમાં માનનવામાં આવ્યું છે કે સાવરણીનું દાન કરવું તે અશુભ છે. સાવરણીનું દાન કયારેય ના કરવું. કેમ કે સાવરણીમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. એટલા માટે સાવરણીનું દાન કરવું જોઈએ નહીં.

2) પહેરેલા કપડાં :-

હિન્દુ ધર્મમાં કપડાંનું દાન કરવું એ શુભ માનવામાં આવ્યું છે, પણ તમે કોઈ તમારા જૂના કપડાં બ્રાહ્મણને દાન ના કરશો, કારણ કે માનવામાં આવે છે કે બ્રાહ્મણને જૂના કપડાંનું દાન કરવાથી આપણા પર પાપ વધે છે, એટલા માટે નવા વસ્ત્રોનું દાન કરો.

3) વાસણોનું દાન :- 

પોતાના ઘરમાં રહેલા વાસણોનું કોઈ દિવસ દાન ના કરો કારણ કે શાસ્ત્રો અનુસાર માનવામાં આવ્યું છે કે વાસણનું દાન કરવાથી માણસના જીવનમાં અનાજની કમી થાય છે અને જીવનમાં કેટલાક દુઃખ આવે છે.

4) એંઠું અથવા ખરાબ ભોજનનું દાન:-

કહેવામાં આવે છે કે ભોજન અથવા અનાજનું દાન કરવામાં આવે તો શુભ ગણાય છે અને માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. પરંતુ જો તમે ભૂલથી પણ એંઠા કે ખરાબ ભોજનનું દાન કરો તો તે તમારા માટે વિનાશકારી સાબિત થાય છે.

5) વાપરવામાં આવેલા તેલનું દાન :- 

તેલનું દાન કરવાથી ગ્રહ શાંત થાય છે, એટલે કહેવાય છે કે જ્યારે તમારા પર ગ્રહની અશાંતિ હોય ત્યારે તમારે સરસવના તેલનું દાન કરવું. પરંતુ ભૂલથી પણ વપરાશ કરેલા તેલનું દાન ના કરશો. કારણ કે માનવામાં આવે છે કે ઉપયોગ કરેલા તેલનું તમે દાન કરો તો શનીનો પ્રકોપ ઓછો થવાની જગ્યા એ વધે છે અને જીવનમાં મુશ્કેલીઓ ઓછી થવાની જગ્યા એ વધી જાય છે.

6) ધારવાળી વસ્તુઓનું દાન :- 

ધારદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ, દાંતરડું, કાતર વગેરેનું દાન ના કરો. કારણ કે માનવામાં આવે છે ધારદાર વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં અશાંતિ ફેલાય છે અને ઝઘડા થાય છે. આથી ધારદાર વસ્તુઓનું દાન કરશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarat Live