નસોમાં લોહી જામી જાય તો શું થાય અને રક્ત વાહિનીઓમાં લોહી ગંઠાઈ જતા કેવી રીતે રોકવું ?

Health

શરીરની નસોમાં લોહી જામી જવું એ શરીરની એવી પ્રક્રિયા છે, જે ક્યારેક તમારા જીવનની રક્ષા માટે જરૂરી છે અને ક્યારેક તમારા જીવનને સમાપ્ત કરવાની ક્ષમતા પણ રાખે છે. જયારે આપણા શરીરને કંઈક વાગે કે કાપો પડે ત્યારે લોહી નીકળતું બંધ કરવા માટે શરીર લોહીને જમાવવાની પ્રક્રિયા આપમેળે શરૂ કરે છે. અહીં જો શરીર લોહીને જામી જતા અટકાવે તો તમારું લોહી નીકળતું રહેશે અને તમારું મૃત્યુ પણ થઇ શકે છે. પરંતુ કેટલીકવાર કેટલાક કારણોને લીધે, શરીરની રક્ત વાહિનીઓમાં વહેતુ લોહી જામી જાય છે, જેના કારણે રક્ત પરિભ્રમણ અટકી જાય છે. આ સ્થિતિ તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે કારણ કે તેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા પલ્મોનરી એમબોલિઝમ જેવી મેડિકલ ઇમરજન્સી વાળી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

નસોમાં લોહી જામી જવાનું જોખમ કોને હોય છે?

જે લોકો ઘણી બધી સિગારેટ પીવે છે, મેદસ્વી છે અથવા જેમનું કામ લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાનું છે તેમને લોહી ગંઠાઈ જવાનું જોખમ રહે છે. હાઈ કોલેસ્ટરોલ, હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો અથવા જેમની ધમનીઓ સંકોચાઈ રહી છે તેવા લોકોમાં આ જોખમ વધારે હોય છે. તેથી આવા તમામ લોકોએ સાવચેત રહેવું જોઈએ.

લોહીને જામી જતું અટકાવવા માટે તમે શું કરી શકો છો?

નિષ્ણાતો કહે છે કે દૈનિક જીવન સાથે જોડાયેલી ઘણી ટેવો એવી હોય છે કે જેના દ્વારા તમે લોહીને નસોમાં જામી જતું અટકાવવા માટે અપનાવી શકો છો. ચાલો તમને એવી ટેવો વિષે જણાવીએ.

ધૂમ્રપાનથી દૂર રહો

જો તમે ધૂમ્રપાન કરો છો, તો તેને તરત જ છોડી દો. જો તમે છોડી નથી શકતા તો તેનાથી દૂર રહો. ધૂમ્રપાન કરનાર વ્યક્તિથી પણ પોતાને દૂર રાખો. જ્યારે કોઈ વ્યક્તિ તમારી આસપાસ ધૂમ્રપાન કરે છે ત્યારે તેને સેકન્ડ હેન્ડ ધૂમ્રપાન કહેવાય છે, અને તમે તમારા શ્વાસ દ્વારા તેના ધૂમ્રપાનને તમારા ફેફસામાં ખેંચી રહ્યા છો.

દરરોજ 1-2 કળી કાચું લસણ ખાઓ

લસણ એ કુદરતી રીતે લોહીને પાતળું કરે છે એવું માનવામાં આવે છે. તેથી, લસણનું સેવન તમને નસોમાં લોહી જામી જવાથી થતી સમસ્યાથી કુદરતી રીતે રાહત આપી શકે છે. દરરોજ 1-2 કાચા લસણની કળી ખાઓ. ઉપરાંત, તમારા આહારમાં ચોક્કસપણે લસણનો સમાવેશ કરો.

આદુ વાળી ચા પીવો

આદુમાં જિંજેરોલ નામનું એક ખાસ એન્ટી-ઓકિસડન્ટ હોય છે, જે લોહીને ગંઠાઈ જવાથી બચાવે છે. જો તમને કોઈ પણ પ્રકારનો હાર્ટ અથવા રક્તવાહિનીને લગતો રોગ છે, તો દરરોજ 2 કપ આદુવાળી ચા પીવો. આ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

મીઠું અને ખાંડ ઘટાડો

શરીર માટે ન તો ખાંડ સારી છે ન તો મીઠું. તેથી, તે બંનેનું સેવન કરવામાં સંપૂર્ણપણે ઘટાડો કરો. સુગર બ્લડ સુગર અને મીઠું સોડિયમ વધારે છે, જે હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે. માર્કેટમાં મળતા પ્રોસેસ્ડ ફુડ્સ અને પેકેજ્ડ ફુડ્સમાં મીઠું અને ખાંડ ખૂબ વધારે માત્રામાં હોય છે, તેથી તેના બદલે ફક્ત ઘરેલું ખોરાક જ ખાવો જોઈએ. તમે મીઠા ફળો ખાઈ શકો છો, જેમાં કુદરતી મીઠાશ હોય છે.

તમારી જાતને સક્રિય રાખો

જાડાપણું અને બેઠાડુ જીવન પણ લોહી ગંઠાઈ જવાનું કારણ બને છે. તેથી આખો દિવસ તમારી જાતને સક્રિય રાખો અને કંઈકને કંઈક મહેનત વાળું કામ કરો. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટની કસરત કરો. આ સિવાય, ખોરાક ખાધા પછી 15 મિનિટ ચાલો. સાંજે અથવા સવારે સાયકલ ચલાવો, રમત રમો અથવા યોગ કરો. આ તમારા રક્ત પરિભ્રમણમાં સુધારો થશે અને નસોમાં લોહી જામી શકશે નહીં.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.