સિલ્વર સ્ક્રીન ઉપર કોણ ચમકવા માંગતું નથી! દરેક વ્યક્તિ નું સપનું હોય છે કે તેનું પણ ફિલ્મોમાં એક મોટું નામ હોય. આ જ સપનાઓને પુરા કરવા માટે ઘણા વ્યક્તિઓ મુંબઈમાં આવતા હોય છે. જો કે, એ પણ જરૂરી નથી કે આપણું દરેક સ્વપ્ન પૂરું થાય. આ માટે આપણે સખત મહેનત કરવી પડતી હોય છે. આજે અમે તમને બોલીવુડના કેટલાક એવાજ કલાકારો વિષે જણાવી રહ્યા છીએ જેમણે એક સ્ટાર્સ બનવા માટે પોતાની એક યોગ્ય નોકરી ને પણ છોડી દીધી હતી.

1) રણવીર સિંઘ
આજે લાખો-કરોડો લોકોના દિલ પર રાજ કરનાર અભિનેતા રણવીરસિંહે બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. આજે તે એક ફિલ્મ માટે પણ કરોડો રૂપિયા લઇ રહ્યા છે.
પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે અભિનયમાં પોતાની કિસ્મત અજમાવતા પહેલા રણવીર સિંધ પણ એક જગ્યાએ નોકરી કરતા હતા. ફ્લ્મિ દુનિયામાં આવતા પહેલા તે જાહેરાતોની કોપીરાઈટિંગ કરતા હતા. રણવીરે ઓગિલ્વી એન્ડ મૈથર અને જે વોલ્ટર થોમ્પસન માટે કામ કર્યું છે.

2) આયુષ્માન ખુરાના
આજે આયુષ્માન ખુરાનાને કોઈ કલાકારના ઓળખની જરૂર નથી. આજે દરેક વ્યક્તિ આયુષ્માનને એક સફળ ફિલ્મોની બાંયધરી(ગેરેન્ટી) તરીકે ઓળખી રહ્યા છે. એક સમય હતો જ્યારે તે રેડિયો જોકી(RJ) તરીકે એક સારી એવી નોકરી કરી રહ્યા હતા.
તેને ઘણા મોટા કલાકારોનું ઇન્ટરવ્યૂ પણ લીધું છે. જો કે, તે પછી તેણે વિડિઓ જોકી(VJ) તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને ત્યાર પછીના ટૂંક સમયમાં જ તે બોલિવૂડમાં એક પ્રખ્યાત કલાકાર થઈ ગયા હતા.

3) તાપસી પન્નુ
બોલિવૂડમાં ‘પિંક’, ‘સૂરમા’, ‘થપ્પડ’ અને ‘નામ શબાના’ જેવી ફિલ્મો આપનારી તાપ્સી પન્નુએ આ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અને એ પણ ત્યારે જ્યારે બોલીવુડમાં ક્યારેય કોઈ પણ કલાકાર તેમનું ગોડફાધર(ફરિશ્તા) થયું નહીં. તાપ્સી પન્નુ દિલ્હીની રહેવાસી છે.
કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરની ડિગ્રી મેળવ્યા બાદ તેણે એક કંપનીમાં પણ કામ કર્યું હતું. જો કે, ટૂંકા સમયમાં તાપેસીએ આ નોકરી છોડી દીધી હતી અને મોડેલિંગ શરૂ કરી હતી અને ટૂંક સમયમાં તે ઘણી ફિલ્મોનો ભાગ બની ગઈ હતી.

4) રણદીપ હુડ્ડા
રણદીપે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી દરેક વ્યક્તિનું દિલ જીતી લીધું છે. આજે તેને બોલિવૂડના સફળ અભિનેતાઓમાંના એક અભિનેતા તરીકે ઓળખવામાં આવે છે. જો કે, તેમનું પણ આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર(ફરિશ્તા) નહોતો.
રણદીપે તેનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીના આર.કે. પુરમની એક શાળાથી મેળવ્યું હતું. ત્યારબાદ તેણે મેલબર્નથી મેનેજમેન્ટ એન્ડ હ્યુમન રિસોર્સ મેનેજમેંટની ડિગ્રી મેળવી હતી. આ ડિગ્રી મેળવ્યા પછી તેમણે એક માર્કેટિંગ કંપનીમાં પણ કામ કર્યું હતું.

5) દિયા મિર્ઝા
દિયાએ વર્ષ 2000 માં ફેમિના મિસ ઇન્ડિયા એશિયા પેસિફિક નું ખિતાબ(ટાઇટલ) જીત્યું હતું. તે પછી જ તેને ઘણા ફિલ્મની ઓફર મળવાનું શરૂ થયું હતું. તેણે 2001 માં આવેલી ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મેં’ થી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરવા પહેલાં દીયા પણ એક જગ્યાએ નોકરી કરતી હતી. તે એક મીડિયા ફર્મમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી. આ સાથે તેણે ઘણી જાહેરાતો અને મોડેલિંગ પણ કરી હતી.