કેટરિના કૈફથી લઈને દીપિકા પાદુકોણ સુધી, આ અભિનેત્રીઓની થઈ છે જાહેરમાં છેડતી અને ગંદી હરકતનો શિકાર!

Bollywood

આપણે સહુને બોલિવૂડની દુનિયા ઘણી ગ્લેમરસ લાગે છે. બોલીવુડના સેલેબ્સે જેટલી શાનદાર જીવન જીવે છે એટલી જ મુશ્કેલીઓમાંથી પણ પસાર થવું પડે છે. સેલેબ્સ જ્યાં પણ જાય છે, ત્યારે ચાહકોની ભીડ તેમની આસપાસ થાય છે અને આ સામાન્ય વાત છે. ઘણી વખત ભીડમાં લોકો તેનો ગેરલાભ લે છે અને બોલિવૂડ અભિનેત્રીઓ સાથે ‘ગંદી હરકત’ કરે છે. આજે અમે તમને બોલિવૂડની એ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ ભીડમાં ગંદા અને શરમજનક હરકતનો શિકાર બની હતી.

1. કેટરિના કૈફ

બોલીવુડની અભિનેત્રી કેટરિના કૈફ સાથે પણ આવું બન્યું છે, જ્યારે તે ભીડની આવી હરકતનો શિકાર બની હતી. આ વર્ષ 2010 ની વાત છે જ્યારે કેટરિના ભીડમાં ફસાઈ ગઈ હતી, ત્યારે અક્ષય કુમારે તેની સાથે અયોગ્ય વ્યવહાર કરતા લોકોથી તેને બચાવી હતી. આ ઘટના ઘાટકોપરના કે.આર. સીટી મોલમાં થઈ હતી જ્યાં કેટરિના અને અક્ષય તેમની ફિલ્મ ‘તી માર ખાન’ ના પ્રમોશન માટે પહોંચ્યા હતા.

2. સોનમ કપૂર

બોલીવુડની ફેશન આઇકોન સોનમ કપૂર પણ આ ખરાબ ઘટનાનો ભોગ બની છે. આ સમયની વાત છે જ્યારે સોનમ અને ધનુષ ફિલ્મ રાજણા માટે ચંદન સિનેમાની મુલાકાત લીધી હતી. તે સમયે, આ ઘટના બની હતી જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ચાહકોએ જ્યારે સોનમને જોઈ ત્યારે એકસાયમેન્ટમાં આક્રમક બન્યા હતા અને તે સમયે સુરક્ષા કર્મચારીઓ પણ આ ભીડને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

3. સોનાક્ષી સિંહા

બોલીવુડની રજજો રાણી સોનાક્ષી સિંહા સાથે પણ આવી હરકત થઈ ચૂકી છે, જ્યારે તે અજમેર દરગાહ પર તેની ફિલ્મ વન્સ અપન એ ટાઇમ ઇન મુંબઈની સફળતા માટે પ્રાર્થના કરવા ગઈ હતી. અક્ષય કુમાર પણ તે સમયે તેમની સાથે હાજર હતો. ત્યારે કેટલાક ચાહકોએ સોનાક્ષીને સ્પર્શ કરવા હાથથી પ્રયત્ન કર્યો. જો કે, તે સમયે અક્ષયે સોનાક્ષીને ચારે બાજુથી હાથથી કવર કરીને ઢાંકીને આ વિચીત્ર પરિસ્થિતિથી બચાવી હતી.

4. દીપિકા પાદુકોણ

2014 માં દીપિકા પાદુકોણ સાથે આવો જ કિસ્સો બન્યો હતો. જ્યારે ચાહકોએ તેને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, સુરક્ષાની મદદથી દીપિકા ત્યાંથી બહાર નીકળવામાં સફળ રહી હતી. તાજેતરમાં જ એક રેસ્ટોરન્ટની બહાર દીપિકા પાદુકોણનો એક વીડિયો સામે આવ્યો છે. જ્યારે તે તેની કાર પાસે આવી રહી હતી ત્યારે ભીડની એક મહિલાએ દીપિકાની થેલી ખેંચવાનો પ્રયાસ કર્યો પણ દીપિકાની સુરક્ષાના કરી રહેલા લોકોએ આ પરિસ્થિતિને પામી જઈ પેલી મહિલા પાસેથી હેન્ડબેગ પાછું મેળવ્યું હતું.

5. કરીના કપૂર ખાન

બોલિવૂડ એક્ટ્રેસ અને બેબો કરીના કપૂર ખાન પણ ચાહકોની આવી હરકતનો શિકાર બની ચૂકી છે. જ્યારે કરીના તેની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ની પ્રમોશન ઇવેન્ટમાં પહોંચી ત્યારે તેની સાથે કંઈક એવું બન્યું કે કરીના લોકોની ભીડમાંથી નિકળવામાં અસમર્થ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *