આ સ્ટાર્સેએ કર્યા છે 3-4 લગ્ન, આ અભિનેતાએ તો 70 વર્ષની વયે ગર્લફ્રેન્ડને બનાવી પત્ની…

Bollywood

બોલિવૂડ સ્ટાર્સ હંમેશા તેમની પ્રોફેશનલ લાઇફની સાથે તેમનું અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. કેટલાક સ્ટાર્સે તેમના લગ્ન જીવનને લઈને પણ ખૂબ મોટી હેડલાઇન્સ બનાવી છે. બોલિવૂડ એક કે બે લગ્ન કરનાર કેટલાય સ્ટાર્સ છે અને જયારે અમુક સ્ટાર્સ તો એક કે બે નહીં, પરંતુ ત્રણ કે ચાર લગ્ન કર્યા છે. ચાલો આજે અમે તમને એવા જ બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવીએ કે જેમણે બે કરતા વધારે લગ્ન કર્યા છે…

કિશોર કુમાર…

હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય ગાયકોમાંના એક કિશોર કુમારે કુલ ચાર વાર લગ્ન કર્યા હતા. કિશોર કુમારે પહેલા લગ્ન અભિનેત્રી અને ગાયક રૂમા ગુહા ઠાકુરતા સાથે કર્યા હતા. ત્યાર બાદ, કિશોર કુમારે પ્રખ્યાત અભિનેત્રી મધુબાલા સાથે લગ્ન કર્યા. 1969 માં મધુબાલાનું નિધન થયા બાદ તેણે અભિનેત્રી યોગિતા બાલી સાથે લગ્ન કર્યા. આ સંબંધ બે વર્ષમાં સમાપ્ત થયો. આ પછી, કિશોર કુમારે બોલીવુડ અભિનેત્રી લીના ચંદ્રાવકર સાથે ચોથી વાર લગ્ન કર્યા. 1980 માં બંનેએ સાત ફેરા લીધા હતા.

કબીર બેદી…

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા કબીર બેદીએ પણ કુલ ચાર લગ્નો કર્યા છે. 2016 માં પરવીન દોસાંઝ સાથે તેણે ચોથા લગ્ન 70 વર્ષની ઉંમરે કર્યા હતા. કબીર બેદી પરવીન કરતા લગભગ 30 વર્ષ ઉંમરમાં મોટા છે. તેણે પહેલા ડાન્સર પ્રોતીમા બેદી સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ, તેણે બ્રિટિશ ફેશન ડિઝાઇનર સુઝાન હમ્ફ્રેસ સાથે લગ્ન કર્યાં. આ પછી, કબીરે તેના ત્રીજા લગ્ન ટીવી અને રેડિયો જોકી નીક્કી સાથે કર્યા, જોકે 2005 માં આ સંબંધ છૂટાછેડા સાથે સમાપ્ત થયો હતો.

સંજય દત્ત…

બોલિવૂડના સંજુ બાબા એટલે કે પ્રખ્યાત અભિનેતા સંજય દત્તે કુલ ત્રણ લગ્ન કર્યા છે. સંજયે પહેલા લગ્ન રિચા શર્મા સાથે કર્યાં હતાં. વર્ષ 1996 માં રિચા શર્માનું અવસાન થયું. આ પછી સંજુએ બીજી વાર રીયા પિલ્લૈ સાથે લગ્ન કર્યા. બંનેના 2008 માં છૂટાછેડા થયા હતા. આ પછી સંજય ત્રીજી વખત વરરાજા બન્યો અને તેણે ત્રીજી વખત મન્યાતા દત્ત સાથે લગ્ન કર્યા. બંનેએ વર્ષ 2008 માં સાત ફેરા લીધા હતા.

લકી અલી…

સિંગર અને મ્યુઝિક કમ્પોઝર લકી અલીએ પણ ત્રણ લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન અભિનેત્રી મેઘન જેન મેક્ક્લ્યુરી સાથે થયા હતા. ત્યાર બાદ, લકીના લગ્ન ઇનાયા નામની પર્શિયન મહિલા સાથે થયા હતા. જો કે, આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં. આ પછી, લકી અલી ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાયો. તેણે બ્રિટિશ બ્યુટી ક્વીન કેટ એલિઝાબેથ સાથે લગ્ન કર્યાં હતાં, જોકે આ સંબંધ પણ સમાપ્ત થઇ ગયો છે.

કરણસિંહ ગ્રોવર…

ટીવી અને બોલિવૂડ એક્ટર કરણ સિંહ ગ્રોવરે પણ ત્રણ વાર લગ્ન કર્યા છે. કરણના ત્રીજા લગ્ન વર્ષ 2016 માં બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી બિપાશા બાસુ સાથે થયા હતા. આ પહેલા તેણે 2012 માં ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટ સાથે લગ્ન કર્યા હતા, બંને જલ્દીથી અલગ થઈ ગયા હતા. એ પહેલા, કરણે 2008 માં અભિનેત્રી શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ એક વર્ષ સુધી પણ ટકી શક્યો નહીં.

સિદ્ધાર્થ રોય કપૂર…

બોલિવૂડ ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરે પણ ત્રણ વાર લગ્ન કર્યા છે. તેની ત્રીજી પત્ની બોલિવૂડની જાણીતી અભિનેત્રી વિદ્યા બાલન છે. આ બંનેના લગ્ન વર્ષ 2012 માં થયા હતા. જ્યારે તેના બીજા લગ્ન તેની બાળપણની મિત્ર આરતી બજાજ સાથે કર્યા હતા, જ્યારે સિદ્ધાર્થ પહેલા લગ્ન ટીવી નિર્માતા કવિતા સાથે કર્યા હતા.

વિધુ વિનોદ ચોપડા…

બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક વિધુ વિનોદ ચોપડાએ પણ ત્રણ લગ્ન કર્યા છે. વિધુ વિનોદના છેલ્લા અને ત્રીજા લગ્ન વર્ષ 1990 માં ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપરા સાથે થયા હતા. જ્યારે તેના બીજા લગ્ન શબનમ સુખદેવ સાથે કર્યા હતા, ત્યારે વિધુએ પ્રથમ લગ્ન ફિલ્મ સંપાદક રેનુ સલુજાની સાથે કર્યા હતા.

અદનાન સામી…

બોલિવૂડના ઘણા હિટ ગીતોમાં પોતાનો અવાજ આપનાર સિંગર અદનાન સામીએ પણ કુલ ત્રણ લગ્નો કર્યા છે. અદનાનના ત્રીજા લગ્ન 2010 માં જર્મન છોકરી રોયા ફરાયાબી સાથે થયા હતા. બીજા લગ્ન સિંગરે દુબઈની યુવતી સબાહ ગલદારી સાથે લગ્ન કર્યા હતા. 2009 માં તેઓ અલગ થઇ ગયા હતા, તેના પહેલા લગ્ન અભિનેત્રી જેબા બખ્તિયાર સાથે 1993 માં થયા હતા અને બંનેએ 1997 માં છૂટાછેડા લીધા હતા.

નીલિમા અઝીમ…

નીલિમા અઝીમના પહેલા લગ્ન પંકજ કપૂર સાથે થયા હતા. બંને પુત્ર અભિનેતા શાહિદ કપૂરના માતા-પિતા છે. લગ્નના થોડા વર્ષો પછી જ બંને અલગ થઈ ગયા. નીલિમાએ બીજા લગ્ન રાજેશ ખટ્ટર સાથે કર્યા. નીલીમા અને રાજેશ પુત્ર ઇશાન ખટ્ટરના માતા-પિતા છે. આ સંબંધ 2001 માં પણ પૂરો થયો હતો. આ પછી, નીલિમાએ ત્રીજી વખત તેના બાળપણના મિત્ર ઉસ્તાદ રઝા અલી ખાન સાથે લગ્ન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published.