વગર દવા કે ગોળીએ શરીરમાં જામેલો કચરો દુર કરવા 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર…

Health

દૂધીનો ઉપયોગ શાક બનાવવામાં કરવામાં આવે છે. અમુક લોકોને દૂધી ખાવાનું પસંદ નથી હોતું. પરંતુ, દૂધી ખાવાના અનેક ફાયદા છે. દૂધીનું શાક ન ભાવે તો તેનું જ્યુસ કરીને પણ પી શકાય છે. જો તમે વધતા વજનથી હેરાન છો તો, તમે દરરોજ સવારે ખાલી પેટ દૂધીનું જ્યૂસ પીવો અથવા તેને ઉકાળીને થોડુ મીઠુ નાખીને પણ ખાઈ શકો છો. દૂધીમાં ભરપૂર માત્રામાં પાણીનો ભાગ રહેલો હોય છે. દરરોજ તેનુ સેવન કરવાથી ત્વચામાં પણ નિખાર આવે છે. શુગરના દર્દીઓ માટે દૂધી કોઈ વરદાનથી ઓછી નથી.

દૂધીનો જ્યૂસ સ્વાસ્થ્યવર્ધક છે. ખાસ કરીને વજન ઉતારવા માંગતા લોકો માટે દૂધીનો જ્યૂસ ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જો તમે પણ આ રેસિપી પ્રમાણે જ્યૂસ બનાવશો તે જ્યૂસ વધારે સ્વાદિષ્ટ બનશે અને તે વજન ઉતારવામાં વધુ ઇફેક્ટિવ પણ પુરવાર થશે.

નિયમિત ખાલી પેટ દૂધીનું જ્યુસ પીવાથી શુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે. મોટા ભાગના લોકો પેટની સમસ્યાઓથી પીડાતા હોય છે. જો તમને પણ પેટ સાથે સંકળાયેલ કોઈ સમસ્યા છે તો દરરોજ ખાલી પેટ દૂધનું જ્યુસ પીવો. તે ખૂબ જ હળવું હોય છે અને તેમાં રહેલ તત્વ કબ્જ અને એસીડીટીની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થાય છે. દરરોજ તેના સેવનથી શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલ ઓછુ થઈ જાય છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોય તો હૃદય સંબંધી બીમારીઓ થવાની સંભાવના રહે છે. તેથી જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો, તો દરરોજ દૂધીના જ્યુસનું સેવન કરો.

તમને આ જ્યૂસ બનાવવા માટે અડધી દૂધી જોઇશે, 8થી 10 ફૂદીનાના પાન જોઈશે, ચપટી મરીનો પાવડર, ચપટી નમક અને અડધી ચમચી લીંબુનો રસ જોઇશે. તમને જરૂર અનુસાર તેમાં પાણી ઉમેરી શકો. પહેલા દૂધીને ધોઈને તેના નાના નાના ટુકડા કરી લો. દૂધીના ટૂકડા, પાણી અને ફૂદીનાના પાનને મિક્સરમાં સાથે કરી લો. રસ બને તેને ગળણીમાં ગાળી લો. દૂધીના આ રીતે તૈયાર થયેલા રસમાં તમે મરીનો પાવડર, થોડુ નમક અને લીંબુનો રસ મિક્સ કરીને પીશો તો વધુ સ્વાદિષ્ટ બનશે.

નોંધ : દૂધીનો જ્યુસ કડવો લાગે તો તેને પીવાની ભૂલ ન કરશો. આવી દૂધી ઝેરી હોઇ શકે છે. આથી દૂધીનો કડવો રસ પીવાનું ટાળવુ જોઇએ.

દૂધીનો જ્યુસ વજન ઘટાડવામાં મદદ રે છે. ખાસ કરીને કોન્સ્ટિપેશનની સમસ્યા હોય તેવા દર્દીઓ માટે તે ખૂબ જ લાભકારક પૂરવાર થાય છે. દૂધીના જ્યુસમાં વિટામિન સી, વિટામિન બી, સોડિયમ, આર્યન, પોટેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેનામાં ફેટ અને કોલેસ્ટ્રોલ ઘટાડવાના ગુણ હોય છે. આ ઉપરાંત તે શરીરના બધા ઝેરી તત્વો ખેંચી શરીરને શુદ્ઘિકરણ કરી નાખે છે.

દૂધી શરીરને ઠંડક આપે છે તેના જ્યુસમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે. આ કારણે શરીર પરસેવા, પેશાબ કે બીજી રીતે પાણી ગુમાવ્યુ હોય તે શરીરને પાછુ મળી જાય છે અને શરીરમાં ઠંડક જળવાઇ રહે છે. આ શરીરમાં રહેલા નકામા તત્વોને ખેંચીને શરીરની બહાર ખેંચી કાઢે છે. પેશાબ માર્ગમાં કોઈ સમસ્યા હોય તો તેમાં પણ દૂધીના જ્યુસને કારણે લાભ મળે છે. તેમાં લીંબુનો રસ ઉમેરવાથી વધુ ફાયદો મળે છે.

ઘી અને જીરુ વડે બનાવેલું દૂધીનું શાક ખાવાથી અને દૂધીના પાનનો રસ હરસ પર ચોપડવાથી હરસ મટે છે. દાઝી જવાથી થયેલા વ્રણ પર દૂધીના ગર્ભની લુગદી લગાડવાથી ફાયદો થાય છે. 10 થી 20 ગ્રામ દૂધીના બીના ચૂર્ણમાં સાકર સાથે વાટી સવારે નરણા કોઠે ખાઈ બે કલાક પછી બે ચમચી દિવેલ પીવાથી પેટમાંના ચપટા કૃમિ નીકળી જાય છે.10 થી 20 ગ્રામ દૂધીનાં બીના ચૂર્ણમાં સાકર અથવા મધ મેળવી દરરોજ સવાર, બપોર, સાંજે લેવાથી પેશાબનાં દર્દો મટે છે. મધમાખી, કાનખજૂરો જેવાં ઝેરી જંતુના ડંખ પર દૂધીના ડીંટાને પાણી સાથે ઘસી લેપ કરવાથી ડંખના વિષનો નાશ થાય છે.

ગરમીમાં દૂધીના રસમાં સાકર નાખી શરબત બનાવી પીવાથી રાહત થાય છે. દૂધી નાખી પકાવેલું તેલ માથામાં નાખવાથી મગજને ઠંડક મળે છે. એક ચમચી દૂધીનાં બીજ પાણી સાથે સવાર-સાંજ ફાકી જવાથી મૂત્રપ્રવૃત્તિ વધી સોજો ઉતરે છે. દૂધીનો મુરબ્બો મગજને ઠંડક આપે છે. દૂધીનો હલવો ધાતુ પુષ્પણ કર છે.દૂધીનાં બીજનું તેલ માથાના દર્દોમાં સારું પરિણામ આપે છે. વાળ ખરતા હોય તો દૂધીનાં બીજથી પકવેલું તેલ વાપરવાથી વાળ ખરતા તથા સફેદ થતા અટકે છે.

દૂધીનો ઉપયોગ શાક બનાવવામાં કરવામાં આવે છે. અમુક લોકોને દૂધી ખાવાનું પસંદ નથી હોતું. પરંતુ, દૂધી ખાવાના અનેક ફાયદા છે. દૂધીનું શાક ન ભાવે તો તેનું જ્યુસ કરીને પણ પી શકાય છે. જો તમે વધતા વજનથી હેરાન છો તો, તમે દરરોજ સવારે ખાલી પેટ દૂધીનું જ્યૂસ પીવો અથવા તેને ઉકાળીને થોડુ મીઠુ નાખીને પણ ખાઈ શકો છો. દૂધીમાં ભરપૂર માત્રામાં પાણીનો ભાગ રહેલો હોય છે. દરરોજ તેનુ સેવન કરવાથી ત્વચામાં પણ નિખાર આવે છે. શુગરના દર્દીઓ માટે દૂધી કોઈ વરદાનથી ઓછી નથી.

નિયમિત ખાલી પેટ દૂધીનું જ્યુસ પીવાથી શુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે. મોટા ભાગના લોકો પેટની સમસ્યાઓથી પીડાતા હોય છે. જો તમને પણ પેટ સાથે સંકળાયેલ કોઈ સમસ્યા છે તો દરરોજ ખાલી પેટ દૂધનું જ્યુસ પીવો. તે ખૂબ જ હળવું હોય છે અને તેમાં રહેલ તત્વ કબ્જ અને એસી ડી ટી ની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થાય છે.દરરોજ તેના સેવનથી શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલ ઓછુ થઈ જાય છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોય તો હૃદય સંબંધી બીમારીઓ થવાની સંભાવના રહે છે. તેથી જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો, તો દરરોજ દૂધીના જ્યુસનું સેવન કરો.

આપણા રોજિંદા જીવનમાં આપણે ભાવતા અને ક્યારેક ન ભાવતા ભોજન પણ ખાતા હોઈએ છીએ. ભોજનમાં સૌથી મહત્વનું હોય છે જુદા-જુદા શાકભાજી. જો શાક ભાવતું ન હોય તો ખાવાનો મુડ મરી જાય છે. પરંતુ શુ તમે જાણો છો કે આપણા ભોજનમાં આપણે દરેક પ્રકારની શાકભાજીઓનો ઉપયોગ કરવો જોઈએ. પણ જો વાત કરીએ દૂધીની તો દૂધી આપણા શરીરને અનેક રોગોથી દૂર રાખવામાં મદદરૂપ બને છે અને દૂધીમાં અનેક ઔષધીય ગુણો પણ છે જેથી આજે અમે તમને દૂધીના આવા જ કેટલાક ગુણો વિશે જણાવવાના છે જેથી તમે દૂધી નહીં ખાતા હોવ તો પણ ખાતા થઈ જશો.દૂધીને કાચી સલાડ તરીકે પણ ખાઈ શકાય છે અને દૂધીનો રસ તો અનેક સમસ્યાઓમાં કારગર હોય છે.

તે પેટને સાફ કરવા માં અસરકારક સાબિત થાય છે અને શરીરને સ્વસ્થ અને શુદ્ધ બનાવે છે. લાંબી તેમજ ગોળ બન્ને પ્રકારની દૂધી વીર્યવર્ધક, પિત્તનાશક, કફનાશક અને ધાતુને પુષ્ટ કરનારી હોય છે. હવે તેના ઔષધિય ગુણો પર એક નજર કરીએ.લાંબી અને ગોળ બંને પ્રકારની દૂધી વીર્યવર્ધક, પિત્ત અને કફનાશક અને ઘાતુને પુષ્ટ કરનારી હોય છે.કોલેરા થતા 25 એમએલ દૂધીના રસમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને ધીરે ધીરે પીઓ. આનાથી મૂત્ર સારુ આવે છે.

દૂધી શ્લેષમા રહિત આહાર છે. તેમા ખનિજ લવણ સારા પ્રમાણમાં મળી આવે છે.ખાંસી, ટીબી, છાતીમાં બળતરા વગેરેમાં પણ દૂધી ખૂબ જ ઉપયોગી હોય છે. હૃદય રોગમાં ખાસ કરીને ભોજન પછી એક કપ દૂધીના રસમાં થોડા કાળા મરીનો પાવડર અને ફુદીનો નાખીને પીવાથી હ્રદય રોગ જલ્દી ઠીક થઈ જાય છે.દૂધીમાં શ્રેષ્ઠ પ્રકારનો પોટેશિયમ પુષ્કળ માત્રામાં હોય છે, જેને કારણે આ કિડનીના રોગમાં ખૂબ જ ઉપયોગી છે અને તેનાથી પેશાબ ખૂબ આવે છે.

દૂધીના બીજનુ તેલ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને હ્રદયને શક્તિ આપે છે. આ રક્તની નાડીયોને પણ સ્વસ્થ બનાવે છે.દૂધીનો ઉપયોગ આંતરડાની નબળાઈ, કબજિયાત, કમળો, હાઈ બીપી , હ્રદયરોગ, ડાયાબિટિશ, શરીરમાં બળતરા કે માનસિક ઉત્તેજના વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે ચાંદા અલ્સર પડ્યા હોય તો થોડા દિવસ દૂધી ખાવાથી મટી જાય છેદૂધીના રસને સીસમના તેલ સાથે મિક્સ કરી પગના તળિયે માલિશ કરવાથી સુખપૂર્વક ઉંઘ આવે છે.દૂધીનો રસ ના ફાયદાઓ

જો તમને એસીડીટી, પેટની બીમારીઓ અને અલ્સરથી પરેશાન હોય તો ગભરાશો નહી, બસ દૂધીનો રસ પીવો તરત રાહત મળશે.ફક્ત દૂધીનુ શાક ખાવાથી જૂનામાં જૂની કબજિયાત મટી જાય છે.દૂધ મગજની ગરમીને દૂર કરે છે. દૂધીનુ રાયતુ જાડાંમાં રાહત આપે છે.દૂધીના પાનને વાટીને તેનો લેપ લગાવવાથી થોડા જ દિવસોમાં બવાસીર નષ્ટ થાય છે.દૂધીના છાલટાથી ચેહરો સાફ કરવાથી ચેહરાની ગંદકી દૂર થાય છે. ત્વચાના રોમ છિદ્રો ખૂલી જાય છે. ચેહરા પર ખીલ હોય તો દૂધીના રસમાં લીંબુનો રસ મિક્સ કરી તેના પર લગાવો જરૂર રાહત મળશે.દૂધીના બીજને વાટીને હોઠ પર લગાવવાથી હોઠ અને જીભ પર થયેલા ચાંદા મટી જાય છે.

Leave a Reply

Your email address will not be published.