ચોથા ફેરા પછી દુલ્હન બાથરૂમમાં ગઈ, પંડિત પણ પાછળ ગયો, પછી જે થયું એ જોઈને વરરાજો દંગ રહી ગયો.

News

લગ્નની વિધિમાં ફેરાની વિધિ ખુબજ મહત્વપૂર્ણ હોય છે. સામાન્ય રીતે, કન્યા અને વરરાજા હિન્દુ રિવાજો સાથે લગ્ન કરે ત્યારે એક સાથે 7 ફેરા લે છે. પરંતુ મુઝફ્ફરનગરમાં થયેલા લગ્નમાં ખળભળાટ મચી ગયો હતો જ્યારે ચોથા ફેરા પછી દુલ્હન પાછી ન આવી. વરરાજા અને તેના પરિવારજનો લાંબા સમય સુધી દુલ્હનની રાહ જોતા હતા. પણ પછી તેને જે સત્ય ખબર પડી તેનાથી તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

મુઝફ્ફરનગરના મોહમ્મદપુર ગુમિના રહેવાસી દેવેન્દ્રએ એક યુવતી સાથે એક લાખ રૂપિયા આપીને તેના લગ્નની ગોઠવણ કરી હતી. આ સંબંધ મોદીનગરમાં રહેતા પ્રદીપ નામના વ્યક્તિએ કરાવ્યો હતો. પ્રદીપ આ લગ્નનો પ્રસ્તાવ લાવ્યો હતો. તેણે કહ્યું હતું કે એક પરિવાર એવો છે જે તેની પુત્રીના લગ્ન કરવા માંગે છે. જો કે તેઓ આ લગ્નના બદલામાં એક લાખ રૂપિયા માગી રહ્યા છે.

પ્રદીપની વાત સાંભળ્યા પછી દેવેન્દ્ર લગ્ન માટે સંમત થઈ ગયો હતો. તેણે વોટ્સએપ પર યુવતીનો ફોટો મોકલ્યો હતો. ફોટો જોઇને યુવતીને પહેલી નજરમાં લગ્ન કરવા માટે હા પાડી. લગ્ન પરતાપુરના ભૂડાબ્રાલ ગામે થવાના હતા. રવિવારે બપોરે દેવેન્દ્ર અને પરિવારના ચાર લોકો લગ્ન માટે ભૂડાબ્રાલ ગામના એક મંદિરમાં ગયા હતા.

મોહિઉદ્દીનપુર બાગ પાસે આવેલા આ મંદિરમાં લગ્નની વિધિ શરૂ થઈ હતી. ત્યાં છોકરી તરફથી ત્રણ લોકો હાજર હતા. દેવેન્દ્રએ તેની પત્ની માટે બનાવેલા દાગીના આ દુલ્હનને પહેરાવી દીધા હતા. આ પછી ચાર ફેરા થયા હતા. યુવતીએ વરરાજાએ આપવાના એક લાખ રૂપિયા માગ્યા હતા અને આ રકમ વરરાજાએ દુલ્હનના માતા-પિતાને આપી દીધી હતી. આ પછી, દુલ્હન બાથરૂમ જવાનું બહાનું કાઢીને ક્યાંક ચાલી ગઈ હતી.

ખૂબ વાર લાગવા છતાં જ્યારે કન્યા પાછી ન આવી તો ત્યારે તેની કથિત માતા અને બીજો એક શખ્સ તેને શોધવાના બહાને બહાર ગયા હતા. એટલું જ નહીં, લગ્ન કરનાર પંડિત પણ બધાને શોધવાના બહાને ત્યાંથી ખસકી ગયો હતો. હવે વરરાજા તરફથી તમામ ઝવેરાત અને એક લાખ રૂપિયાની રકમ તે છોકરી અને તેના માતા પાસે હતી. પરંતુ દુલ્હન પાછી આવશે તેની કોઈ ગેરેન્ટી નહોતી. લાંબી રાહ જોયા પછી, વરરાજાની દિમાગની બત્તી સળગી અને તેને સમજાયું કે તેની સાથે છેતરપિંડી થઇ છે.

આવી સ્થિતિમાં વરરાજા અને તેના પરિવારજનો પરતાપુરના પોલીસ મથકે પહોંચ્યા અને ફરિયાદ આપી હતી. તેણે પોલીસને દુલ્હનનો ફોટો પણ બતાવ્યો. પરતાપુર પોલીસના ઈન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ વરરાજા દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબરના આધારે તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસ બાદ ટૂંક સમયમાં આરોપીને શોધી કાઢશે.

Leave a Reply

Your email address will not be published.