અનોખો રિક્ષાવાળો: રોજ PPE કીટ પહેરીને જ ચલાવે છે રિક્ષા, પેસેન્જર ઉતર્યા પછી રિક્ષાને કરે છે સેનેટાઇઝ..

News

રાજ્યભરમાં કોરોના સંક્રમણના આંકડા દરરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને આગની જેમ તેનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. ગુજરાતમાં મોટાભાગના લોકો બેદરકાર બની કોરોના ગાઇડલાઇનનું પાલન નથી કરી રહ્યા પછી તે સામાન્ય નાગરિક હોય કે કોઈ દુકાનદાર હોય કે પછી કોઈ નેતા હોય.

હાલમાં આવા બેજવાબદાર અને બેદરકાર લોકોને પ્રેરણા આપે એવો બોરસદ શહેરનો એક રિક્ષા ચાલક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. રિક્ષા ચાલકની કામ કરવાની રીત અને તેની જવાબદારીની સભાનતા વિશે જાણીને તમે પણ બોલી ઉઠશો વાહ.

ગુજરાતના બોરસદ શહેરની નજીક આવેલા વાસણા ગામે રહેતા બુધાભાઈ ભોઈ રિક્ષા ચલાવી પોતાનું અને પરિવારનું પેટ ભરી રહ્યા છે. ગયા વર્ષના લોકડાઉન પહેલા તેઓ ટીચરોને શાળામાં મુકવા અને લેવા જવાનો ફેરો કરતા હતા. એ સમયે રિક્ષામાં એક ટીચરે તેમને કોરોના સંક્રમણની ગંભીરતા સમજાવી સાવચેતી અને તકેદારી રાખવા એક પીપીઈ કીટ પણ ભેટમાં આપી હતી.

રિક્ષા ચાલક બુધાભાઈએ કોરોના વાયરસની ગંભીરતા જાણીને વધુ બીજી બે પીપીઇ કીટ અને સેનેટાઇઝર ખરીદી લીધા હતા. ત્યાર પછી થીજ રિક્ષા ચાલક બુધાભાઈ ભોઇ રોજ પીપીઈ કીટ પહેરીને જ રિક્ષા ચલાવે છે, તેમજ પેસેન્જર ઉતરે એટલે રિક્ષાને સેનેટાઈઝ કરીને પોતાનું અને અન્ય પેસેન્જરનું ધ્યાન રાખે છે.

આ મહામારીના કપરાં સમયમાં રિક્ષા ચાલક બુધાભાઈ ભોઇ પોતાનું અને અન્ય પેસેન્જરનું આટલુ ધ્યાન રાખતાં હોવાથી અને કોરોનાની ગાઇડલાઇનનું સખ્ત રીતે પાલન કરતાં હોવાથી લોકો પણ તેમની રિક્ષામાં બેસવાનો આગ્રહ રાખે છે. જેથી તેમના ધંધામાં પણ તેજી રહે છે.

આ ઉપરાંત રિક્ષા ચાલક બુધાભાઈ ભોઇ કોઈ ગરીબ, માંદા વ્યક્તિ, કે દર્દી તેમજ વયસ્ક વ્યક્તિ રિક્ષામાં બેસે તો મફત સેવા આપે છે. દર્દીઓને હોસ્પિટલમાં મૂકી આવે છે અને જરૂર પડે પરત પણ લઈ આવે છે અને મુસાફરોને કોરોના ગાઈડલાઈન પાલન કરવા માટે પણ સમજાવે છે. આ સાથે પોતાના ઘરે માતા-પિતા અને બહેનને પણ કોરોનાથી બચવા માટે સાવચેતી રખાવે છે.

કોરોનાની આ મહામારીમાં પણ ઠસોઠસ મુસાફરો ભરી રીક્ષા ફેરવતા રિક્ષા ચાલકો માટે આણંદનો આ રિક્ષાવાળો એક પ્રેરણા રૂપ છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *