મહાનગરોમાં હવે સ્પાની સાથે કપલ બોક્સનું નવુ દૂષણ, કેફેની આડમાં ટેબલ-ખુરશીને બદલે હવે ખાટલા ગોઠવાયા..

News

બે અઠવાડિયા પહેલા સુરતના કતારગામ વિસ્તારની કિશોરીને સિંગણપોરમાં આવેલા કપલ બોક્સમાં લઈ જઈ બોય ફ્રેન્ડે અંગત પળનો વિડિયો ઉતારી લીધા બાદ તરૂણીને બ્લેકમેઈલ કરતા કહ્યું કે, ‘જો તારા ઘરે થી રૂપિયા લાવીને મને આપ, જો નહી આપે રૂપિયા તો આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ કરી દઈશ.’ આ અંગે પોલીસમાં એફઆરઆઈ પણ થઈ છે. માત્ર સુરત શહેરમાં કતારગામ, સિંગણપોર જ નહીં પણ વરાછા, કાપોદ્રા, પુણા સહિત સમગ્ર ગુજરાતના શહેરમાં જ હજારો થી વધુ કપલ બોક્સ ચાલી રહ્યાં છે. પ્રાયવસી શોધતા ટીનએજ માટે કપલ બોક્સની અંગત પળો કેટલી સુરક્ષિત છે ?

કપલ બોક્સ એટલે શું ?

કપલ બોક્સ એટલે એક એવી કેબિન, કે જેમાં બહારથી કંઈ જોઈ શકાતુ નથી, તેને અંદરથી લોક કરી શકાય છે અને તેની અંદર 4 થી 5 ફુટ સુધીના લાંબા ગાદલું રાખેલું હોય છે, દરેક કપલ બોક્સ એસીની ઠંડકથી એકદમ ઠંડા હોય છે. આજુબાજુના બોક્સની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે દરેક બોક્સમાં દરવાજો હોય છે. આ દરવાજો અંદરથી બંધ થઈ શકે છે. કપલ બોક્સની અંદર આછી-આછી રોશની અથવા લાઈટ બંધ હોય છે. અથવા જે જગ્યા પર લાઈટ હોય છે તે નાઈટ લેમ્પથી વિશેષ હોતું નથી. બોક્સની અંદર સુઈ શકાય એ સાઈઝનો બેડ પણ હોય છે. બાજુમાં રહેલાં બોક્સમાં થતો અવાજ ન સંભળાય તે માટે હાઈ વોલ્યુમ પર સતત પ્રેમના ગીતો વગાડવામાં આવે છે.

અમારી ટીમ દ્વારા જ્યારે એક ઉચ્ચ પોલીસ અધિકારીને આવા કપલ બોક્સ વિશે પૂછતા, એ જણાવ્યુ હતું કે, કપલ બોક્સ હોવાએ ગુન્હો નથી. પરંતુ દરવાજો બંધ થાય, લાઈટ બંધ થાય તેવી વ્યવસ્થા હોય તો તે ગેરકાયદે કહી શકાય. આવા કપલ બોક્સ વિશે કોઈ ફરિયાદ મળી હોય એવી જાણકારી નથી. જો કોઈ ફરિયાદ મળશે તો અમે તપાસ કરીશું અને આવા કપલ બોક્સ માટે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની પરમિશન આપવામાં નથી આવતી.

અમારા એડવોકેટ મિત્રએ જણાવ્યુ હતું કે, હાલ આવા બોક્સ માટે સરકારે કોઇ ગાઇડલાઇન નથી બનાવી. પણ આવા સ્થળે તો છોકરી વિરોધ કરે તો પણ બળજબરી કે બ્લેકમેઇલ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ થઇ શકે છે. આવી કેબિનો સભ્ય સમાજ માટે યોગ્ય તો કહી જ ના શકાય.

ગુજરાતની તમામ મહાનગરપાલિકાએ હજુ સુધી આવા કપલ બોકસને ગુમાસ્તા ધારા હેઠળ લાઇસન્સ આપ્યું નથી અને આવા બોક્સ માટે કોઇ ગાઇડલાઇન પણ બની નથી. ફરિયાદ આવશે તો અમે કાર્યવાહી કરીશું. એવુ એક મહાનગર પાલિકાના કમિશ્નરનુ કહેવું છે.

શું આપણે એ સમયની રાહ જોવાની કે જ્યારે કોઈ યુવતીનું જીવન બરબાદ થઈ જાય અને તેના પરિવારને જાણ થાય ત્યારે કોઈ ફરિયાદ કરવા બહાર આવે. 95 % કિસ્સા બહાર જ નથી આવતા, અમુક કિસ્સાઓ છોકરીઓ પોતાના પરીવારને જાણ નહી કરીને છુપાવતી હોય છે, તો અમુક કિસ્સાઓ માં-બાપ દિકરીની ઈજ્જત માટે છુપાવી રાખતા હોય છે.

Leave a Reply

Your email address will not be published.