આ ગુજરાતણે પોતાના શ્વાનના જન્મદિવસ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે વખાણ

News

દરેક જીવમાં ભગવાન રહેલા છે એ સુત્રને સાર્થક કરતો કિસ્સો ગુજરાતના રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટની જીવદયા પ્રેમી એવી મહિલાએ પોતાનાં શ્વાનનાં સાતમા જન્મ દિવસ નિમીતે કમોતે મોતને ભેટેલા અબોલ પ્રાણીઓની આત્માની શાંતિ માટે શાંતિ યજ્ઞ કર્યો હતો. એટલું જ નહિં સમાજને નવી દિશા દેખાડતા છોડનાં કુંડા, પક્ષીઓ માટે માટીમાંથી તૈયાર થયેલા માળા અને પાણીનાં વાસણોનું વિતરણ કર્યું હતું. જોકે આવી રીતે શ્વાનનો જન્મ દિવસની ઉજવણી કરાતા તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં મહિલા કોચ તરીકે ફરજ બજાવતા અને જીવદયા પ્રેમી એવા અવનીબેન સાવલિયાએ તેમના પાલતું શ્વાનના સાતમાં જન્મદિવસ અનોખી અને પ્રેણાત્મક રીતે ઉજવણી કરવામાં આવી હતી. અવનીબેન રાજકોટ શહેરમાં તંતી પાર્કમાં રહે છે.

અવનીબેન નાનપણ થી જ ખુબ હોંશીયાર અને લાગણીશીલ પ્રેમાળ સ્વભાવ ધરાવે છે. અબોલ પશુ અને પક્ષીઓ માટે અવાર નવાર સેવા કાર્ય તેઓ કરતા હોય છે. આજે તેમના પાલતું શ્વાનનાં જન્મ દિવસની અનોખી ઉજવણી કરતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

અવનીબેન સાવલિયાએ શ્વાનનાં જન્મદિવસ નિમિતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૌ કોઈ પોતાના ઘરની અગાસી પર પાણીના કુંડા મુકતા થાય તે માટે વિનામૂલ્યે પક્ષીઓના પીવાના પાણીના કુંડાનું વિતરણ અને પક્ષીઓના માળાનું વિતરણ કર્યું હતું.

લોકોમાં સારા સંસ્કારોનું નિર્માણ થાય ધર્મ ભાવના વધે તેવા શુભાષયથી શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ પણ કરેલ. સાથોસાથ પોતે શ્વાન પાળેલ છે તેના સાતમાં જન્મદિવસ નિમિતે પાલતુ પ્રાણીઓના કલ્યાણ માટે શાંતિ હવન કરેલ હતો.

આમ નાની વયે ઉમદા વિચારો ધરાવતી દીકરી અવનીએ અબોલ જીવના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી સમાજને નવી રાહ ચીંધેલ છે. સંપૂર્ણ આયોજનમાં તેમને તેમના માતા રંજનબેન સાવલીયાનો પૂર્ણ સહયોગ મળ્યો હતો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.