ભાઈ અને પિતાને ગુમાવ્યા બાદ છલકાયું ચેતન સાકરીયાનું દર્દ, મારા પિતાએ આખી જીંદગી ટેમ્પો ચલાવ્યો છે પણ…

News

ભાવનગર નજીક આવેલા વરતેજના યુવાન ચેતન સાકરીયાનો આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સની ટિમમાં સિલેક્ટ થયો હતો. ચેતનના પરિવારમાં ભાઈ બાદ તેને પિતાની છત્રછાયા પણ ગુમાવી છે. આમ ખુબજ ટૂંકા ગાળામાં ચેતને ભાઈ અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી છે. તાજેતરમાં ચેતન સાકરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પિતા કોરોના સંક્રમિત થયા હતા અને એ વાતની મને થોડા દિવસ પહેલા જ જાણ થઇ હતી. મને રાજસ્થાન ટીમ મેનેજમેન્ટે સમયસર પગાર ચૂકવ્યો હતો અને એ પગાર મેં પરિવાર સુધી પહોંચાડી દીધો હતો. જેથી મારા પિતાની સારવારમાં તે રકમનો ઉપયોગ કરી શકાય.

ભાવનગર નજીક આવેલા વરતેજ ગામના ચેતન સાકરીયાને હમણાં જ આઇપીએલમાં રાજસ્થાન રોયલની ટીમમાં સ્થાન મળ્યું હતું, આઇપીએલમાં સિલેક્ટ થવાના થોડા દિવસો પહેલા જ તેના ભાઈનું નિધન થયું હતું અને તેણે આઇપીએલમાં કેટલીક મેચો રમીને ક્રિકેટમાં ખુબજ સુંદર પ્રદર્શન કરી ચુક્યો છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરો પણ તેના વખાણ કરી ચુક્યા છે.

ચેતન સાકરીયાના પિતાનો કોરોના રિપોર્ટ આઠ દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. ત્યારે તેના પિતાને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં વધુ તબિયત લથડતા આજ રોજ સવારે તેમનું અવસાન થયું હતું. હાલ અત્યારે ચેતનના ઘરમાં કોઈ મોભી કહી શકાય એવુ કોઈ રહ્યું નથી એટલે કે તેના પિતા કરશનભાઇ મનજીભાઈ સાકરિયાનું નિધન થયું છે. ચેતનને માથે હવે કોઈ ઘરના મોભીનો હાથ રહ્યો નથી. પિતાના અવસાન બાદ ચેતન સાકરીયાના ઘરમાં મોભી તરીકે એકમાત્ર તેના મામાનો સહારો રહ્યો છે.

ચેતનના પિતા કરશનભાઇને છેલ્લા 11 દિવસથી કોરોના સંક્રમણ થયું હતુ. અને અંતે મોટી હોસ્પિટલમાં સારવાર કરવા છતાં કરશનભાઈને બચાવી શકાયા ન હતા. ચેતનએ નાની ઉંમરમાં ખુબજ મોટી કહી શકાય એવી સિદ્ધિ હાંસલ તો કરી છે પણ કોરોનાએ ચેતન સાકરીયાના સ્વપ્નને રોળી નાખ્યું છે.

ચેતને તાજેતરમાં એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘણા લોકો કહેતા હતા કે IPL રદ્દ થવી જોઈએ પરંતુ હું કહેવા માંગુ છું, મારા પરિવારમાંથી હું એકલો જ રોજી-રોટી કમાઈ શકું એમ છું. ક્રિકેટ જ મારી કમાણીનું એક માત્ર સાધન છે. IPLની કમાણીથી જ હું મારા પિતાને સૌથી સારી સારવાર આપી શકું એમ છું. જો આ ટૂર્નામેન્ટ એક મહિના માટે નથી થતું, તો મને આર્થિક દૃષ્ટીએ ઘણું નુકસાન પહોંચશે. હું એક ગરીબ પરિવારથી આવું છું. મારા પિતાએ આખી જીંદગી ટેમ્પો ચલાવ્યો છે અને IPLએ મારી આખી જીંદગી બદલી નાખી છે.

Leave a Reply

Your email address will not be published.