વજન ઘટાડવાની સાથે શરીર માટે ખુબજ ફાયદારૂપ છે આ બીજ, દૂધમાં નાખીને સેવન કરવાથી થશે બમણો ફાયદો

Health

ચિયા બીજ કાળા રંગના અને અત્યંત નાના છે પરંતુ પોષક તત્ત્વોને લીધે તે આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ચિયાના 2 ચમચી બીજમાં 10 ગ્રામ ફાઇબર, 5 ગ્રામ પ્રોટીન અને 138 કેલરી ધરાવે છે. પ્રોટીનથી ભરપૂર ચિયાના બીજ હાડકાંને મજબૂત બનાવે છે, તેમને હૃદયરોગથી બચાવે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. પરંતુ જો તમે દૂધમાં પલાળેલા ચિયાના બીજ ખાશો તો તેના ફાયદા બમણા થાય છે.

ફાલૂદામાં કાળા રંગનાં વપરાતાં બીજને હિન્દીમાં સબ્જા બીજ અને ગુજરાતીમાં તકમરિયાં કહેવાય છે. ચિયા બીજ એના જેવાં જ હોય છે જે પાણીમાં નાખીએ ત્યારે ફૂલે છે અને પછી તે ખવાતાં હોય છે. ફૂલી ગયા બાદ એ થોડાં ચીકણાં બની જતાં હોય છે. એમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. એન્ટિ-એજિંગ માટે ઉપયોગી છે અને કેન્સર જેવા રોગોથી રક્ષણ કરે છે.

આ બીજમાં કેલ્શિયમની અઢળક માત્રાની સાથે-સાથે એમાં મેન્ગેનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવાં ખનિજ તત્વો હોય છે જે હાડકાં મજબૂત કરે છે. એમાંથી પાલક કરતાં પણ વધુ આયર્ન અને સંતરાં કરતાં પણ વધુ વિટામિન સી મળે છે. વળી તે ગ્લુટન-ફ્રી છે જેથી પાચન માટે ઘણા લાભદાયી છે. એ ખાવાથી ભૂખ ઓછી લાગે છે. આમ એ વેઇટ-લોસ માટે પણ ઉપયોગી છે.

1- દૂધ અને ચિયાના બીજમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને ચિયામાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તેથી જો તમે ઇચ્છો છો કે વૃદ્ધાવસ્થામાં તમારા હાડકાં નબળા ન આવે, તો આજથી દૂધમાં પલાળેલા ચિયાના બીજ ખાવાનું શરૂ કરો.

2- ચિયામાં ઉચ્ચ ફાઇબરનું પ્રમાણ છે અને તે પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત પણ છે. તેથી ચિયાના બીજ દૂધ સાથે ખાવાથી ઝડપથી વજન ઓછું કરવું સરળ થઈ શકે છે. આનું કારણ એ છે કે તેને ખાધા પછી તમારું પેટ લાંબા સમય સુધી ભરાઈ જાય છે અને જલ્દી ભૂખ લાગતી નથી.

3- એનિમિયા એટલે કે ચિયા બીજ શરીરની એનિમિયા મટાડવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચિયાના બીજમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, તેથી દૂધ અને ચિયાના બીજ એક સાથે લેવાથી એનિમિયાના રોગ મટે છે.

4- ચિયાના બીજને દૂધમાં પલાળીને પાચનમાં પણ સુધારવામાં આવે છે. આનું કારણ એ છે કે પાચક પ્રક્રિયાને સરળતાથી ચલાવવા માટે ફાઇબરની જરૂર પડે છે અને ચિયાના બીજમાં ફાઈબર ભરપુર હોય છે. તેથી તેનું નિયમિત સેવન કરો.

5- ચિયા બીજને તકમરિયાં કહેવાય છે. ફાલૂદામાં જે કાળા બીજ નાખવામાં આવે છે એ જ ચિયા બીજ છે. તેને પાણીમાં નાખવાથી તે ફૂલી જાય છે અને ચિકણાં થઈ જાય છે.

6- તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. જેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ચિયા બીજમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે.

7- ચિયા બીજ એન્ટીએજિંગ માટે ઉપયોગી છે. કેન્સર સામે રક્ષણ કરે છે.

8- તેમાં રહેલાં કેલ્શિયમ, મેગનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હાડકાં મજબૂત કરે છે.

9- એમાંથી પાલક કરતાં પણ વધુ આયર્ન અને સંતરા કરતાં પણ વધુ વિટામિન સી મળે છે.

10- તે ગ્લુટેન-ફ્રી છે જેથી ડાઈજેશન માટે બેસ્ટ છે.

11- ચિયા સીડ્સમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જેથી તે ફ્રી રેડિકલ્સને કારણે થતાં સેલ્સ ડેમેજને રોકે છે.

12- ચિયા સીડ્સમાં પ્રોટીન અને એમિનો એસિડ્સ હોય છે. જે ભૂખને કંટ્રોલ કરે છે અને ક્રેવિંગને રોકે છે.

13- ચિયા સીડ્સમાં ફાયબર, પ્રોટીન અને ઓમેગા-3 હોવાથી તે હાર્ટ ડિસીઝના ખતરાને પણ દૂર કરે છે.

કઈ રીતે ખાવાં? આ બીજ હમેશાં દૂધ અથવા પાણીમાં પલાળીને જ ખાવા જોઈએ. વેજિટેબલ જયૂસ અને લીંબુ પાણીમાં નાખીને પણ લઈ શકો છો. સ્મૂધી કે શેકમાં પણ મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકો છો.

કેવી રીતે બનાવશો:- એક ગ્લાસ દૂધમાં એક કે બે ચમચી ચિયાના દાણા નાંખો અને તેને આખી રાત પલાળી રાખો. તેને સવારે નાસ્તામાં પીવો. સ્વાસ્થ્ય માટે આ એક ખૂબ જ આરોગ્યપ્રદ પીણું છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.