“ચમત્કારી પારસ મણી”, લોખંડ ને બનાવી દે છે સોનુ, જાણો તે પથ્થર વિશેનું રહસ્ય..

News

કહેવાય છે કે લોખંડને પણ સોનુ બનાવી દેવાની તાકાત રાખે છે આ ચમત્કારિક પથ્થર એ પારસમણિ છે.

પારસ મણિનો ઉલ્લેખ પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે. મણી વિશે હજારો વાર્તાઓ સમાજમાં પ્રચલિત છે. ઘણા લોકો એવો દાવો પણ કરે છે કે અમે પારસ રત્ન જોયું છે. પારસ મણિની એટલી માન્યતા છે કે ભારતમાં ઘણી જગ્યાઓ છે, જેને ‘પારસ’ તરીકે ઓળખાય છે.

આ વિશ્વ રહસ્યોથી ભરેલું છે. પૃથ્વી પર ઘણી રહસ્યમય વસ્તુઓ છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. સમગ્ર વિશ્વ મા આજે પણ ઘણી ચમત્કારિક વસ્તુઓ છે કે જેના વિશે લોકોએ વાર્તા મા સાંભળ્યું હશે. આવો જ એક ચમત્કારિક પથ્થર છે “પારસ પથ્થર” કે જેના વિશે તમે ઘણી વાર્તાઓ મા સાંભળ્યું હશે, પરંતુ આજ દિન સુધી કોઈપણ વ્યક્તિ આ પત્થર શોધી શક્યો નથી. તમને જાણીને નવાઈ લાગશે કે આ પથ્થર એક કિલ્લામા હોવાનો દાવો કરવામા આવે છે. આ માટે ઘણા લોકો આ પથ્થર શોધવા માટે આ કિલ્લા પર આવે છે.

આ પથ્થર વિશે એવી માન્યતા છે કે આ પથ્થર ને લોખંડ સાથે અડાડતા જ લોખંડ સોનુ બની જાય છે. એવું માનવામા આવે છે કે આ પથ્થર ભોપાલ થી ૫૦ કિલોમીટર દૂર રાયસેન કિલ્લામા હજુ હાજર છે. એવું કહેવામા આવે છે કે આ કિલ્લા ના રાજવી પાસે પારસ પથ્થર હતો. એવુ પણ માનવામા આવે છે કે આ પથ્થર ને મેળવવા માટે ઘણી લડાઇઓ થઇ હતી, પરંતુ જ્યારે આ કિલ્લા ના રાજા ને લાગ્યું કે તે યુદ્ધ હારી જશે, ત્યારે તેણે કિલ્લા ના તળાવ ની અંદર આ પથ્થર ફેંકી દીધો હતો.

આ રાજાએ કોઈને જણાવ્યું ન હતું કે આ પથ્થર ક્યા છુપાયેલો છે. પાછળ થી તે યુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યો અને આ કિલ્લો પણ જોતજોતા મા વિરાન થઇ ગયો. ઘણા રાજાઓએ આ કિલ્લા ને ખોદી ને આ પથ્થર શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ને સફળતા મળી ન હતી. આજે પણ લોકો આ પથ્થર ની શોધમા રાત્રે તાંત્રિક ને બોલાવીને એ પથ્થર શોધે છે, પરંતુ તેઓ પણ હતાશા મેળવે છે.

આ કિલ્લા અને પારસ પથ્થર વિશે ની વાર્તા પણ ઘણી પ્રખ્યાત છે કે પથ્થર શોધવા અહીયા આવનારા ઘણા લોકો પોતાનુ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે, કારણ કે આ પથ્થર ની રક્ષા એક જીન કરે છે. જો કે, પુરાતત્ત્વ વિભાગ ને હજુ સુધી આવા કોઈપણ પુરાવા મળ્યા નથી, જે દર્શાવે કે આ કિલ્લા મા પારસ પથ્થર હાજર છે, પરંતુ સાંભળવામા આવતી આ વાર્તાઓ ને લીધે લોકો પારસ પથ્થર ની શોધમા અહીયા ગુપ્ત રીતે પહોંચે છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.