શરદી, ખાંસી, ફેફસામાં જામેલા કફની સમસ્યા દૂર કરશે આ જડીબુટ્ટી, નિયમિત સેવનથી વધે છે રોગ પ્રતિકારક શક્તિ..

Health

કોરોનાની બીજી લહેર ભારતમાં કહેર વર્તાવી રહી છે. હાલ સ્થિતિ પહેલાં કરતા વધુ ઘાતક છે. જે લોકો ઘરની બહાર પણ નથી નીકળતા તેમને પણ હાલ ખાંસી, કફ, ગળું બેસી જવા જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં તમારા રસોડામાં પડેલી આ વસ્તુ બનશે આ સમસ્યાઓનો રામબાણ ઈલાજ. સાથે જ તેના સેવનથી તમારી ઈમ્યૂનીટીમાં પણ થશે ગજબનો વધારો.

દરેક લોકોના ઘરના મસાલિયામાં હળદર તો હોય જ. હળદર આપણા શરીર માટે ખૂબ ગુણકારી છે. રોજે એક ચમચી હળદરના સેવનથી અનેક રોગો સામે છુટકારો મેળવી શકાય છે. ગરમ પાણી સાથે હળદરનું સેવન કરવામાં આવે તો ઘણું ફાયદાકારક છે. હળદર શરીરમા રહેલી બિમારીઓને જડમૂળમાંથી દૂર કરે છે. હળદર માત્ર રસોડામાં વપરાતો એક મસાલો નથી તે આપણા સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ બહુ ગુણકારી છે. જેમ શરદી-ખાંસીમાં તેમજ કોઇ ઘા પડ્યો હોય તો તેને ભરવા માટે હળદરનો પ્રયોગ થાય છે. તેમ ત્વચાને નિખારવા માટે પણ વર્ષોથી આપણે ત્યાં હળદરનો પ્રયોગ કરવામાં આવે છે. હિન્દુ લગ્ન પ્રસંગે પીઠી ચોળવાની વિધિ તો તમને યાદ જ હશે, તેમાં પણ હળદરનો પ્રયોગ થાય છે.

ખાંસીની સમસ્યા થશે દૂરઃ- હાલ કોરોનાની સ્થિતિમાં મોટોભાગના લોકોને ખાંસીની સમસ્યા હોય છે. એમાંય જો સુક્કી ખાંસીની સમસ્યા હોય તો સ્થિતિ વધારે ગંભીર બને છે. કારણકે આ વસ્તુ કોરોનાના લક્ષણ પૈકીની એક છે. ત્યારે તમારા રસોડામાં પડેલી હળદળ તમારા માટે બની શકે છે સંજીવની જડીબુટ્ટી સમાન. રોજ હળદળવાળું નવસેકું પાણી પીવો. દિવસ દરમિયાન ચારથી પાંચવાર હળદળ અને મિઠાની ફાંકી મારો. રાત્રે સુતી વખતે પણ પાણી પીધાં બાદ એક ચપટી હળદળ અને મીઠાનું મિશ્રણ કરીને મોઢામાં મુકીને સુઈ જાઓ. ખાંસીની સમસ્યા થઈ જશે દૂર.

કફની સમસ્યા થશે દૂરઃ- કોરોના કાળમાં કફની સમસ્યાવાળા દર્દીઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં હળદળનું સેવન તમારી કફની સમસ્યાને કરશે દૂર. આદૂ કે સુંઠ સાથે હળદળ મિક્સ કરીને ગરમ પાણીમાં નાંખીને તેનું સેવન કરો તમારી સમસ્યા દૂર થશે. એમાં તમે લીંબુ, મધ અને કાળામરીનો પાઉડર પણ નાંખી શકો છો.

શ્વાસની સમસ્યા થશે દૂરઃ- જે લોકોને શ્વાસ સબંધી રોગો જેવા સાઈનસ કે દમ બ્રારોકાઈટીસ અને જામેલા કફની તકલીફ છે. તેને દૂર કરવા માટે હળદરને દૂધ સાથે ભેળવીને સેવન કરવાથી આ રોગોને મૂળમાંથી દુર કરે છે.

પાચન તંદુરસ્ત બનશે:- ગરમ પાણી અને હળદર પાચન ક્ષમતાને વધારે છે. નિયમિત રોજ ગરમ પાણી અને હળદર ને એક સાથે લેવાથી પાચનતંત્ર પર સારી અસર પડે છે.અને પાચન તંદુરસ્ત બને છે. જે લોકો ને કમજોર પાચનની ફરિયાદ રહે છે એ લોકોએ પાણી સાથે હળદરનું સેવન કરવું જોઈએ.

ડાયાબિટીસ:- ગરમ પાણી અને હળદર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અને હળદર વાળું પાણી પીવાથી ડાયાબિટીસ હંમેશા કન્ટ્રોલમાં રહે છે માટે ડાયાબિટીસ થવા પર હળદર વાળું પાણી પીવાનું ચાલુ કરો. મોટા ભાગના લોકો ડાયાબીટીસના રોગીથી પીડાય છે તો તેઓએ હળદરનું અવશ્ય કરવું જોઈએ. હળદર ડાયાબીટીસ થી થતા ઘા ને જલ્દી જ ભરી દે છે.

લોહી શુદ્ધ થશેઃ- ગરમ પાણી અને હળદરના ફાયદા લોહીને સાફ કરવામાં અસરકારક સાબિત થાય છે.હળદર વાળું પાણી પીવાથી લોહીમાં આવેલી અશુદ્ધિઓ સાફ થાય છે. અને ચહેરો એકદમ ગ્લોઇંગ થઈ જાય છે. માટે જે લોકો ને પણ લોહી શુદ્ધ નથી તે લોકોને હળદર વાળું પાણી પીવું જોઈએ એક અઠવાડિયું સુધી પાણી પીવાથી તમારું લોહી એક દમ સાફ થઈ જશે.

સોજો ઓછો થશે થાક દૂર થશેઃ- શરીરના સુજનને ઓછું કરવા માટે ગરમ પાણી અને હળદર ખૂબ ફાયદાકારક હોય છે.શરીરમાં સુજન થવા પર તમે હળદર વાળું પાણી પી લો.આ પાણી પીવાથી સુજન દૂર થઈ જશે અને દર્દથી પણ આરામ મળી જશે. હળદરમાં કરક્યુમીન નામનું તત્વ મળી આવે છે. અને આ તત્વ દર્દ અને સુજન ને દૂર કરવામાં કારગર સાબિત થાય છે. ઘણી વખત પડી જવાના કારણે ઘા કે ઇજા થતી હોય છે. તો હળદરની પેસ્ટ બનાવીને તે ઈજા વાળા ભાગ ઉપર બાંધવાથી ઈજા વાળો ચેપ દુર થઇ જાય છે.

કેન્સરઃ- હળદરમાં રહેલા અમુલ્ય તત્વોના કારણે તે કેન્સર જેવા ભયાનક રોગોમાં પણ ખૂબ ગુણકારી છે. ખાલી પેટ હળદરનું સેવન શરીરને અંદરથી સાફ રાખે છે. કેન્સરને અટકાવવા માટે હળદરની ગોળીઓમાં લીમડાને ભેળવીને સેવન કરવાથી શરીરમાંથી કેન્સરની કોશિકાઓ દુર કરીને બહાર નીકળવા લાગે છે.

વજન ઘટાડો:- વજન ઘટાડવા ગરમ પાણી અને હળદર ખૂબ ફાયદાકારક છે. વધારે વજનથી જે લોકો પરેશાન હોય તે લોકોએ રોજ સવારે ગરમ પાણી સાથે હળદર ખાવી જોઈએ. આવું કરવાથી વજન ઓછું થઈ જશે.

મગજ માટે ફાયદાકારક:- હળદરને મગજ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. અને આનું સેવન પાણી સાથે કરવાથી દિમાગ હંમેશા તંદુરસ્ત રહે છે અને અલજાઈમ રોગ થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.

હળદરનું સેવન કોને ન કરવું:- ગર્ભવતી મહિલાઓએ હળદરના પાણી નું સેવન ન કરવું જોઈએ, કેમ કે આ પાણી પીવાથી મહિલાઓને તકલીફ થઈ શકે છે. અને જે લોકોને ગેસ ની સમસ્યા રહે છે. એ લોકો પણ સેવન ના કરે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

Leave a Reply

Your email address will not be published.