કોરોના થયો હોય તો આ ભૂલો પડી શકે છે ભારે, ભૂલથી પણ ના કરો આ ભૂલો…

Life Style

કોરોના વાયરસની બીજી લહેર જે પ્રકારે દેશભરમાં ફેલાઇ રહી છે તેના લીધે લોકોમાં ડરનો માહોલ છે. એટલા માટે જ લોકો સંક્રમણથી બચવાનો દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યા છે. કોઇ ઇમ્યૂનિટી વધારી રહ્યા છે તો કોઇ ડબલ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કોરોનાના સામાન્ય લક્ષણવાળા દર્દીઓ જે હોમ આઇસોલેશનમાં છે તે કેટલીક એવી ભૂલો કરી રહ્યા છે જેથી તેમની સમસ્યા વધી શકે છે અને જીવલેણ પણ થઇ શકે છે.

કોરોનાથી સંક્રમિત થયા બાદ લક્ષણ ગંભીર ન થઇ જાય તેનાથી બચવા માટે ઘણૅઅ દર્દી ડોક્ટરની સલાહ વિના પેનકિલર અને એંટીબાયોટિક દવાઓ લઇ રહ્યા છે. આમ ભૂલથી પણ ન કરો નહીતર જીવલેણ સાબિત થઇ શકે છે. હેલ્થ એક્સપર્ટનું માનીએ તો કોવિડ 19ની કોઇ નક્કર સારવાર નથી અને ડોક્ટર હોમ આઇસોલેશનવાળા દર્દીઓને જે દવા આપી રહ્યા છે તે ફક્ત રિકવર થવાના લક્ષણોને રોકવાને રોકવા માટે છે. એટલા માટે ડોક્ટરની સલાહ વિના પોતાના મનથી દવા ન લો.

જોકે કોવિડ 19 એક વાયરલ બિમારી છે એટલા માટે તેમાં એંટીબાયોટિક દવા કોઇ કામ નહી કરે કારણ કે એંટીબાયોટિક ફક્ત બેક્ટેરિયાથી થનાર બિમારીમાં કામ કરે છે. જોકે એંટીબાયોટિક ન લે. સાથે જ જાતે જ વાયરસને દૂર કરવા માટે એંટીબાયોટિકલ સાબુ યોઝ કરવાના બદલે આલ્કોહોલવાળા સેનિટાઇઝરનો ઉપયોગ કરો.

હોમ આઇસોલેશનમાં રહેનાર દર્દીઓની સલાહ પર તાવ અને માથાના દુખાવામાંથી રાહત આપવા માટે પેરાસિટામોલ અને આઇબ્રૂપ્રોફેન જેવી દવાઓ લઇ શકો છો. તો બીજી તરફ કોરોનાના લીધે થઇ રહેલી ખાંસીમાંથી રાહત મેળવવા માટે કફ સિરપ લઇ શકો છો પરંતુ ડોક્ટરથી પૂછ્યા વિના ન લો.

ગળામાં ખરાશ થઇ હોય તો દવા ખાવાના બદલે સામાન્ય નવસેકા પાણીમાં મીઠું નાખીને કોગળા કરો, મધ અને આદુ પણ લઇ શકો છો. આ પણ ગળામાં ખરાશની સમસ્યા ઠીક કરવામાં ફાયદાકારક ગણવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે શરીર ઇંફેક્શનથી ઝઝૂમી રહ્યું હોય તો ઇમ્યુનિટી વધારવાની જરૂરી છે. એટલા માટે શરીરમાં પાણી ઉણપ ન થવા દો. એવામાં ફળ ખાવ જેમાં પાણી હોય, તરબૂચ, કાકડી અને ફાઇબરવાળી વસ્તુઓ ખાવ.

કોરોનાથી બચવા માટે ઘણા બધા લોકો હાલ ઘણા આયુર્વેદિક અને પારંપારિક દવાઓનું સેવાન કરી રહ્યા છે. કોઇપણ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પૂછ્યા વિના પોતાના મનથી કોઇપણ દવા ન લો. તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પણ પડી શકે છે.

મોટાભાગે કેલરીવાળી, સેચુરેટેડ ફેટ અને વધુ ખાંડવાળી વસ્તુઓ બિલકુલ ન ખાવ. વજન વધી ગયું તો સંક્રમણ્નો ખતરો વધી જાય છે. એટલા માટે ફાઇબરથી ભરપૂર સ્વસ્થ અને સંતુલિત ભોજન કરો. તાજા ફળ અને શાકભાજી, જ્યૂસ વગેરે પીઓ.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *