માસ્ક પહેર્યું હોવા છતાં આ ભૂલ કરી, તો ગયા કામથી, કોરોનાથી બચવું હોય તો વાંચો આ ટિપ્સ…

Life Style

ભારતમાં ફરી એક વખત કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી પણ વધુ કેસ સામે આવ્યા છે. એક તરફ સરકાર લોકોને વેક્સીન લગાવવા માટે દબાણ કરી રહી છે, તો બીજી તરફ કોરોનાના કેસ ગયા વર્ષ કરતા ડબલ ઝડપથી વધી રહ્યા છે. માસ્ક પહેરતા સમયે કઈ ભૂલો ન કરવી જોઈએ તે જાણી લો.

કેટલાક લોકો એવા છે જે માસ્ક પહેરે તો છે પરંતુ તેમને માસ્ક પહેરવાનું સાચું જ્ઞાન નથી. આજ કારણથી લોકો કંઈક એવી ભૂલો કરી દે છે જેનું પરિણામ એમને જ ભોગવવું પડે છે. માસ્ક પહેરતા સમયે કઈ 5 ભૂલો ભારે પડી શકે છે તે અમે તમને જણાવીશું.

તમે ગણી વખત લોકોને જોયા હશે કે તે માસ્ક પહેર્યા પછી માસ્કને વારંવાર અડ્યા કરે છે. ક્યારેક નાક પરથી તો ક્યારેક મોં પરથી માસ્કને સેટ કર્યા કરતા હોય છે આ સૌથી મોટી ભૂલ છે. માસ્કના બહારના ભાગ પર સંક્રમણના વાયરસ હોઈ શકે છે જેથી માસ્કને વારંવાર અડવું જોઈએ નહીં. માસ્કને વારંવાર ઉતારીને વારંવાર પહેરવું જોઈએ નહીં કેમકે માસ્કને ઉતારીને એવી જગ્યાએ મુકવામાં આવ્યું કે જ્યાં સંક્રમણ છે અને માસ્કને ફરી પહેરવાથી સંક્રમણ નાક અને મોંઢાના મારફતે શરીરમાં પ્રવેશ કરે છે.

કેટલાક લોકોને તમે જોયા હશે કે જે માસ્ક પહેરીને મોં તો ઢાંકી દે છે પણ તેમનું નાક ખુલ્લું રહે છે. અમેરિકાની CDC ની માનીએ તો તમારે એવી રીતે માસ્ક પહેરવું જોઈએ જેનાથી તમારા નાકની સાથે મોં અને દાઢીનો ભાગ પણ ઢંકાયેલો રહે. માસ્ક એવું પહેરવું જોઈએ જે તમારા ચહેરા પર સારી રીતે ફીટ બેસતું હોય કોઈ પ્રકારની જગ્યા ન રહેવી જોઈએ. આ રીતે માસ્ક પહેરવામાં ન આવેતો સંક્રમણ થઈ શકે છે.

માસ્ક ઉતાર્યા બાદ કે પહેર્યા બાદ તમારે તમારા હાથ સાબુથી ધોવા જોઈએ અથવા તો સેનિટાઈઝ કરવા જોઈએ. હાથ ધોઈને માસ્કને અડવાથી કોઈ પણ જાતનો વાયરસ આપણા હાથ દ્વારા માસ્કને લાગતો નથી.

માત્ર માસ્ક પહેરવું જરૂરી નથી પણ સાફ સફાઈવાળું માસ્ક પહેરવું પણ જરૂરી છે. જો તમે એક વખત યુઝ કરીને ફેંકી દેવામાં આવતું ડિસ્પોઝેબલ માસ્ક યુઝ કરતા હોવ તો વાંધો નથી પરંતુ જો રિયૂઝવાળા માસ્ક પહેરતા હોવ તો માસ્કને ગરમ પાણીમાં ડિટર્જન્ટથી સારી રીતે સાફ કરી તડકામાં સુકવવું જોઈએ. ધોયા વગર વારંવાર માસ્ક પહેરવામાં આવે તો સંક્રમણનો ભય વધારે રહે છે.

ગરમીમાં પરેસાવાને કારણે લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી માસ્ક પરસેવાથી ભીનું થઈ જાય છે. જો માસ્ક ભીનું થઈ જાય તો તરત જ તેને બદલી નાખવું જોઈએ. WHOની પણ એજ સલાહ છે કે ભીનું માસ્ક તમને કોરોના સંક્રમણથી બચાવવા માટે અસરકારક નથી. તમારુ માસ્ક ત્રણ લેયરવાળું હોવું એ ખૂબ જરૂરી છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.