કોરોનાની ભયંકર આડ અસર સામે આવી, મહિલાની 3 આંગળી કાપવી પડી…

News

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં ભયંકર તબાહી મચાવી છે. ભારતમાં ભલે કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા હોય પરંતુ કેટલાક દેશોમાં સ્થિતિ ફરીથી ચિંતાજનક થઈ છે. આ બધા વચ્ચે કોરોનાના ડરામણા રૂપને દર્શાવતી એક વધુ તસવીર સામે આવી છે. ઈટાલીમાં કોરોનાના કારણે એક મહિલાની આંગળીઓમાં ગેંગરીન થઈ ગયું. મહિલાની આંગળીઓ કાળી પડી ગઈ. ત્યારબાદ આખરે તેને કપાવવાનો વારો આવ્યો. 

ડોક્ટરોએ જણાવ્યું કે લોહી જામી જવાના કારણએ મહિલાની આંગળીઓ કાપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. મહિલાની ઉંમર 86 વર્ષની હોવાનું કહેવાય છે. યૂરોપિયન જર્નલ ઓફ વાસ્ક્યુલર એન્ડ એન્ડોવાસ્ક્યુલર સર્જરીમાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવાયું છે કે મહિલા વાયરસના કારણે સાઈડ ઈફેક્ટનો ભોગ બની. જે વાયરસથી થનારી બીમારીનું ગંભીર સ્વરૂપ છે. પીડિત મહિલા ગત વર્ષે કોરોના પોઝિટિવ થઈ હતી. 

રિપોર્ટ મુજબ સંક્રમણે મહિલાના શરીરને ખરાબ રીતે પ્રભાવિત કર્યું. તેની આંગળીઓમાં ગેંગરીન થઈ ગયું ત્યારબાદ ડોક્ટરે ત્રણ આંગળી કાપવી પડી. રિપોર્ટમાં કહેવાયું છે કે બોડી પર આવી અસર ત્યારે જોવા મળે છે જ્યારે શરીર સંગ્રમણ વિરુદ્ધ ખુબ સંવેદનશીલ થઈને લડે છે. વૈજ્ઞાનિકો આ મામલે સંશોધન કરી રહ્યા છે કે કોરોનાથી પીડિત વ્યક્તિએ ઠીક થયા બાદ પણ કઈ પરેશાનીઓનો સામનો પડી શકે છે. 

વૈજ્ઞાનિકોનું માનવું છે કે કદાચ મહિલાને એક્યૂટ કોરોનરી સિન્ડ્રોમ થયો હોય, જેના કારણે હ્રદયમાં લોહીનો પ્રવાહ અચાનક ઓછો થઈ ગયો હોય અને બ્લડ ક્લોટના કારણે આંગળીઓમાં લોહીની આપૂર્તિ થઈ શકતી નહોય. જ્યારે ડોક્ટરોનું કહેવું છે કે મોટા પાયે કોરોના પીડિત દર્દીઓમાં બ્લડ ક્લોટની ફરિયાદ જોવા મળી છે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર રૂપેન આર્યના જણાવ્યાં મુજબ ગત વર્ષ મે મહિનામાં કોવિડ-19ના 30 ટકા દર્દીઓમાં બ્લડ ક્લોટની સમસ્યા જોવા મળી હતી. 

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસનો પ્રકોપ ભલે ઓછો થયો હોય પરંતુ જોખમ હજુ પણ યથાવત છે. તેમણે લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે. આ બાજુ કોરોનાને માત આપી ચૂકેલા ન્યૂઝીલેન્ડમાં જીવલેણ સ્ટ્રેન મળી આવતા હડકંપ મચી ગયો છે. સુરક્ષા કારણોસર ફરીથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો. જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *