કોરોના રસી મુકાવતાં પહેલા અને મુકાવ્યા પછી આ કામ કરશો નહી, યુવાનો જરૂર વાંચે….

News

દેશમાં દરરોજ કોવિડના કેસ રેકોર્ડ તોડે છે, કોરોના વાયરસના કેસો જે ગતિએ વધી રહ્યા છે, તે જ ઝડપે રસીકરણ પ્રક્રિયા પણ વધી રહી છે, પરંતુ કોરોના રસી મુકાવાની સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો હજી પણ લોકોને મુઝવણમાં રાખી રહ્યા છે. જેમ કે રસી મેળવવા માટેની પ્રક્રિયા શું છે? અને કોરોના વાયરસની રસી મુકાવ્યા પહેલા શું ન કરવું? આ સાથે, રસી મુકાવ્યા પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે પણ કોરોના વાયરસની રસી મુકાવવા માંગતા હો, તો તમારે રસી લેતા પહેલા અને પછી શું ધ્યાનમાં રાખવું જોઈએ તે જાણવું જોઈએ.

કોરોના રસી લેતા પહેલા શું ન કરવું?

1. આલ્કોહોલનું સેવન ન કરો: – જો તમે રસી લગાવવા જઇ રહ્યા છો, તો આલ્કોહોલનુ સેવન ન કરવું, રસી મુકાવતા પહેલાં આલ્કોહોલના સેવનથી રીએકશન થઈ શકે છે. આલ્કોહોલ ડિહાઇડ્રેશન અને હેંગઓવરનું કારણ બની શકે છે, જે રસીને બેઅસર કરી શકે છે. રસી લગાવતા પહેલા પુષ્કળ પાણી પીવું.

2. કોઈ પણ દુખાવાની દવા ન લો: – હળવા દુખાવામાં લોકો ઘણીવાર કોઈ સામાન્ય પેન કિલર લઈ લે છે, પરંતુ જો તમને રસી લેવાની ઇચ્છા હોય તો, 24 કલાક પહેલાં કોઈ પણ દુખાવાની દવા ન ખાશો. દુખાવાની કેટલીક સામાન્ય દવાઓ રસી લીધા પછી રોગપ્રતિકારક શક્તિ પર અસર કરી શકે છે. તેથી, રસી લેતા પહેલા તેમને લેવી જોઈએ નહીં.

3. મોડી રાત સુધી ન જાગો: – સારી અને સંપૂર્ણ નિંદ્રા મેળવીને મુકાવેલી રસી શરીરની રોગપ્રતિકારક શક્તિને સારો પ્રતિસાદ આપે છે. રસી લેતા પહેલા મોડી સુધી ન જાગશો. રસી લેતા પહેલા જ નહીં, પણ રસીના દિવસે પણ સારી ઉંઘ લેવી મહત્વપૂર્ણ છે.

કોરોના રસી લીધા પછી શું ન કરવું?

મુસાફરીને ટાળો: રસી લીધા પછી તમારે થોડો સમય પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ. ભલે તમને કોરોના રસી મળી હોય, તમારે મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) ની માર્ગદર્શિકા પ્રમાણે રસી લીધા પછી પણ મુસાફરી ન કરવાની ભલામણ કરે છે.

સિગારેટ અને આલ્કોહોલનું સેવન ન કરો: જે વ્યક્તિ સિગારેટ અને આલ્કોહોલ પીવે છે, તેણે કોરોનાની રસી લીધા પછી થોડા દિવસો સુધી તેનું સેવન બંધ કરી દેવું જોઈએ. ઓછામાં ઓછા થોડા દિવસો સુધી આલ્કોહોલનું સેવન ન કરો. આ સિવાય તમારે તેલયુક્ત અને તળેલું ખાવાનુ પણ ટાળવું જોઈએ.

તાત્કાલિક કામ ન કરો: રસી લીધા પછી તરત જ, કોઈપણ કાર્ય કરવાનું ટાળો. રસી મળ્યા પછી, સંપૂર્ણ આરામ કરો. કેટલાક લોકો રસી પછી તરત જ આડઅસર અનુભવે છે. તેથી, રસી લીધા પછી આરામ કરવો મહત્વપૂર્ણ છે.

ગીચ સ્થળોએ ન જશો: રસી લીધા પછી તમારે ગીચ સ્થળોએ ન જવું જોઈએ. કોરોનાની બીજી લહેર ઝડપથી ફેલાઇ રહી છે. આવી સ્થિતિમાં, તમારે આ સાવચેતી રાખીને પોતાને સુરક્ષિત રાખવુ પડશે. જો તમે પહેલા જ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે, તો પછી ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો.

Leave a Reply

Your email address will not be published.