આજે કોરોના સંક્રમણ દર્દીઓના આંકડાએ તમામ રેકોર્ડ તોડીને નાખ્યા, સંખ્યા જાણીને હૃદય ધબકારો ચુકી જશે..

News

ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં આજે 10,340 નવા કોરોનાના કેસ નોંધાયા. જ્યારે 3981 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 3,37,545 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને 83.43 ટકાએ પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં કુલ 88,80,954 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 14,07,058 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,02,88,012 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે ઉંમરનાં અને 45થી 60 વર્ષનાં કુલ 65,901 લોકોને પ્રથમ ડોઝ અને 43,966 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું. જો કે રાજ્યમાં હજી સુધી કોઇને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં આજે કોરોનાના નવા 10,340 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 3981 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ગગડીને 83.43 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3,37,545 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 61647 એક્ટિવ કેસ છે. જ્યારે 329 લોકો વેન્ટિલેટર પર છે. 61318 લોકો સ્ટેબલ છે. 337545 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 5377 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 110 લોકોનાં મોત નિપજ્યાં છે.

જેમાં અમદાવાદ કોર્પોરેશન 27, સુરત કોર્પોરેશન 24, રાજકોટ કોર્પોરેશન 9, વડોદરા કોર્પોરેશન 8, સુરેન્દ્ર નગર 7, ગાંધીનગર 4, સુરત 4, ભરૂચ 3, જામનગર 3, જામનગર કોર્પોરેશન 3, બનાસકાંઠા 2, મહેસાણા, મોરબી, રાજકોટ, સાબરકાંઠા, વડોદરામાં 2-2 અને અમદાવાદ, અરવલ્લી, દેવભુમિ દ્વારકા , ગાંધીનગર કોર્પોરેશન, જુનાગઢ અને ખેડામાં 1-1 વ્યક્તિઓનાં મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.